________________
સ્વરૂપસાધનાનાં સોપાન અનેકરૂપને ધારણ કરે તે રૂપી (સંસારી જીવ) એક જ રૂપને ધારણ કરે તે અરૂપી સિદ્ધત્વ)
રૂપ વડે (દયથી) અરૂપીને જોઈ ન શકાય. અરૂપી જોવા અરૂપીજ્ઞાન (કેવળજ્ઞાન) જોઈએ. રૂપીપણાથી મુક્ત થઈ અરૂપીપણું પામવું તે શ્રેષ્ઠ છે. સંસારી જીવોનું અરૂપીપણું અગુરુલઘુપણું સર્વથા આવરાયેલું છે, તેથી તે રૂપી મનાય છે એ અઘાતી કર્મોનો ઉદય છે. જ્ઞાન-દર્શનગુણ સંસારી જીવનો સર્વથા આવરણ પામતો નથી, તેથી ક્ષયોપશમ ભાવ કહ્યો છે જો તે ગુણો સર્વથા આવરાઈ જાય તો જીવ જડ થઈ જાય. નિગોદના જીવોના આ ગુણો ઉત્કૃષ્ટતાએ આવરાયેલા છે. પરંતુ સર્વથા આવરાયેલા
નથી.
સાધકે જડ અને ચેતનનો નિર્ણય કરવાનો છે. રૂપી-અરૂપીનો નિર્ણય કરવાનો છે, ઉભયમાં નિત્ય અને અનિત્યપણું વિચારવાનું છે. તે બુદ્ધિથી અને શ્રદ્ધાથી વિચારવાનું છે. બુદ્ધિ – એ અખંડ અને પૂર્ણજ્ઞાન નથી. પણ જ્ઞાનનું એક ફુરણ છે. આત્માના સર્વ ગુણમાં પ્રધાનગુણ છે. પરંતુ વિપરીત શ્રદ્ધા બુદ્ધિને હાનિકારક છે. બુદ્ધિ માનવની વિશેષ શક્તિ છે. તેની રક્ષા કરવી જોઈએ. તે શ્રદ્ધા વડે થાય છે.
રાગનું ક્ષેત્ર અન્યત્ર નથી, પરંતુ શરીર, ઇન્દ્રિયોના વિષયો અને પુદ્ગલભાવ છે. ઉદારતા અને આત્મીયતા આવે રાગ ઘટે. નિર્દોષ પ્રેમ આવે. વીતરાગતા પ્રત્યે જવાય.
જૈનદર્શન સ્યાદ્વાદદર્શન છે. અર્થાત્ ઉદારદર્શન છે. અન્યના ધર્મનો અપલાપ કરવો કે દુભવવા નહિ. તેઓને શાંત ચિત્તે સમાધાન આપવું. આપણે વાદી નહિ પણ વીતરાગી બનવું છે. ઉપસર્ગ કાળે મહાત્માઓ પ્રિય દેહને ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ સમભાવ, આત્મીયભાવ રાખીને સહન કરે છે, તેથી કર્મની નિર્જરા થાય છે. તો પછી આપણું દર્શન જ કેવળ સાચું એવા આગ્રહથી અન્યને આર્તધ્યાન કરાવવું તે ઉદારતા નથી. માટે સ્યાદ્વાદશૈલીથી સમાધાન કરાવવું.
સમ્યમ્ અહંથી પરમાર્થમાં પણ મારું જ સાચું એવા આગ્રહથી મુક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org