________________
કર્મભૂમિના માનવીનો વૈભવ કષાયની મંદતા હોય પણ તપ, સંયમ, વૈરાગ્ય ન હોય તોપણ મોક્ષમાર્ગની સાધના થતી નથી. યુગલિક ભૂમિમાં યુગલિકોને આરંભ પરિગ્રહનું પ્રયોજન ન હોવાથી જન્મગતુ કષાયની મંદતા હોય છે. તેથી દેવલોકમાં જન્મે છે. પણ મોક્ષે જતાં નથી કેમ કે ત્યાં તપાદિ અનુષ્ઠાનો નથી, વૈરાગ્ય થતો નથી.
સ્વર્ગલોકના દેવો પાસે પુણ્યયોગ ઘણો છે. સુખસામગ્રી ઘણી છે. સિદ્ધશીલા નજીક છે. છતાં મોક્ષગમન થતું નથી. કારણ કે ત્યાં પણ સંયમાદિ અનુષ્ઠાન નથી અને દ્વાદશાંગીનું આરાધન નથી.
આર્યદેશનો માનવ તપાદિ અનુષ્ઠાન સાથે પરમાત્માની દ્વાદશાંગીના જ્ઞાનના બળથી આધ્યાત્મિક વિકાસ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ પામે છે.
ચક્રવર્તી પાસે અપાર સુખ સામગ્રી અને સમૃદ્ધિ છ ખંડનું આધિપત્ય છતાં સંસાર કેમ ત્યજી દે છે ? કેવળજ્ઞાની પરમાત્માના સંપર્કમાં આવે છે ત્યારે તેમને પરમાત્માના સુખ આગળ પોતે દુઃખી લાગે છે. કેવળજ્ઞાનનો આવો અત્યંત મહિમા છતાં આજે તેના ભાવની જાણે ગૌણતા થઈ છે. ભલે આ કાળે આ ક્ષેત્રે કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન હોય, તેથી કાંઈ કેવળ બાહ્ય ક્રિયામાં જ રાચી માત્ર માન પ્રશંસામાં પડવા જેવું નથી.
આજે માનવસ્વભાવમાં ત્યાગી-ભોગી બધા જ ક્ષેત્રે સ્વપ્રશંસા પ્રાપ્ત કરવાનો મહિમા વધ્યો છે. આથી મહિમાવંત એવા સિદ્ધસ્વરૂપનો - કેવળજ્ઞાનનો પ્રચાર ગૌણ થયો છે. પણ વિકથાઓ વધી પડી છે. તેમાં પણ ઘણી પ્રશંસા થાય ત્યારે જીવ તેને ધર્મ પ્રભાવના માની ચોંટી પડે છે. પણ ત્યાં વિવેકની જરૂર છે કે તે તે પ્રકારો કેટલા ક્ષુદ્ર છે. તેમાં ઇષ્ટ બુદ્ધિ કરી કર્તાભોક્તાભાવ કરે છે. તેથી કેવળજ્ઞાનની મહાનતાથી આપણે પાછળ પડી જઈએ છીએ. આ કાળે ભલે મોક્ષ ન હોય પણ ભાવના ન કરવી તેવું નથી. આત્મા કેવળજ્ઞાન સ્વરૂપ છે. તેવું લક્ષ્ય ઉપકારી છે.
१६
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org