________________
સંશ: રૂપી પદાથો ભાગ જેમ મચતા ,
થી જીવો, પ્રાણીઓ
સ્વસ, જેમાં સહજપણે પર રહેલા સર્વ પદાર્થોન
સકામ : નિર્જરાનો એક પ્રકાર છે. જે સમ્યગ્દષ્ટિવંત જીવને મહદ્ અંશે હોય
છે. ઉદયમાં આવેલાં કર્મો ખરે પણ તેવા નવાં ન બાંધે. સમવસરણ : તીર્થંકર પ્રભુને કેવળજ્ઞાન થયા પછી દેવો ધર્મતીર્થના પ્રવર્તન માટે
ત્રણ ગઢરચે. જ્યાં ચતુર્વિધ સંઘની સ્થાપના થાય. પ્રભુઉપદેશ આપે. સંઘાત : પરમાણુઓનું બેથી વધુ સંખ્યામાં ભેગા થવું. ભેદ : છૂટા પડવું. સદ્દભૂત વ્યવહાર : તત્ત્વની યથાર્થ શ્રદ્ધા, માન્યતા. તે પ્રમાણે ધર્મ આચાર. સ્કંધ : દરેક દ્રવ્યનો આખો ભાગ જેમકે ધર્માસ્તિકાય અસંખ્ય પ્રદેશનો સ્કંધ.
રૂપી પદાર્થોમાં રાઈનો દાણો પણ સ્કંધ. પરમાણુઓનો જથ્થો. સંજ્ઞા : જીવની ફુરણા, આહાર, ભય, નિદ્રા, પરિગ્રહ વગેરે. સંજ્ઞિ : માતાપિતાના સંયોગથી ઉત્પન્ન થતાં ગર્ભ જ મનવાળા જીવો, પ્રાણીઓ. સર્વજ્ઞ : સંપૂર્ણ વિશ્વ અને તેમાં રહેલા સર્વ પદાર્થોના ત્રણે કાળનું યુગપજ્ઞાન
જેમાં સહજપણે હોય. (વીતરાગતા સહિત સર્વજ્ઞ) સ્વસંવેદ્ય : આત્માના સુખ - આનંદનો સ્વાનુભવ. આત્મા સ્વસંવેદ્ય છે. સ્યાદ્વાદ : કોઈ પણ વસ્તુનું અપેક્ષાએ કથન કરવું. સાદિસાંત : જેની આદિ હોય અને અંત હોય. જેમકે ઉપશમ સમ્યક્ત્વ. કારણોની વિગત : મુખ્યગૌણ પણે આ કારણો કાર્યની સિદ્ધિમાં હોય. સમવાયકારણ : પાંચ છે. કર્મ, કાળ, સ્વભાવ, નિયતિ. પુરુષાર્થ. આ પાંચ કારણમાં પુરુષાર્થની મુખ્યતા છે તે કાળે અન્ય કારણો હોય. કર્મ : ક્રિયા સત્કર્મ આદિ, તથા સાંસારિક ક્રિયાઓ. કાળ : કોઈ પણ કાર્ય થવામાં સમય જાય. સ્વભાવ : દરેક વસ્તુને પોતાનો સ્વભાવ હોય. જેમકે જડનું જડત્વ. ચેતનનું
ચેતત્વ. માટીમાંથી ઘડો. સુવર્ણની બંગડી વગેરે. નિયતિ : પ્રારબ્ધ, ભવિતવ્યતા, થવાનું હોય તેમ થવું તે. (કેવળી ગમ્ય) પુરુષાર્થ : ઉદ્યમ, વીર્ય, ઉલ્લાસ, ક્રિયા કરવાનો વિકલ્પ. ચાર કારણો જે જીવને સાધનાકાળ માટે જણાવ્યા છે. અપેક્ષાકારણ : આર્યભૂમિ, મનુષ્યજન્મ, ઉત્તમકુળ, બુદ્ધિ પ્રતિભા, વગેરે. નિમિત્તકરણ : સદૈવ, સગર, દયારૂપધર્મ આરાધનાનાં અન્ય કારણો. અસાધારણકારણ : જીવના પોતાનાં શુદ્ધ પરિણામો. ઉપાદાનકારણ : આત્મલક્ષ્ય, મોક્ષની ઉત્કટ ભાવના, આત્માનો ત્રિકાળી શુદ્ધ
સ્વભાવ, આખરે અસાધારણકારણ અને ઉપાદાનકારણ મળી જાય છે.
१५
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org