________________
વિહાર કર્યાં. સુરપાળ રાજાની રાજધાનીમાં આવી તેમણે બૌદ્ધાચાને શાસ્ત્રા માટે કહે માકહ્યું, બૌદ્દાચાયે જે હારે તેને તેલની ઉકળતી કઢાઇમાં હોમવાની શરતે વાદ્દ કરવાનુ ભુલ કર્યુ સુરપાળ રાજાની સભામાં વાદ થયા તેમાં ખાંદાચાર્યે ક્ષણિકવાદનુ સ્થાપન કર્યુ. તેનુ આચાર્યશ્રીએ અકાટ્ય યુકિત પૂર્વક ખંડન કર્યુ. સભામાં બૌદ્ધાચા ની હાર થવાથી તેમને ઉકળતી કઢાઈમાં હેમાવું પડયુ. એ પ્રમાણે બીજા પણ પાંચ છ બૌદ્યાચાયાને પણ વાદમાં હારવાથી હેમાવુ પડયુ. એવામાં તેમના આજ્ઞા ગુરૂ જિનભદ્રસૂરિએ મેકલેલા એ શિષ્યાએ ગુરૂએ લખેલી ગાથા તેમને આપી તે વાંચવાથી હિરભદ્રસૂરિના ક્રોધ શાંત થયા. અને શાસ્ત્રા બંધ થયા. આ પ્રમાણે પ્રભાવક ચરિત્રમાં કહ્યું છે.
આ બાબતમાં પ્રબંધ કાશકાર એમ કહે છે કે તેમને શિષ્ય પરમહંસ ગુરૂ પાસે પહોંચતાં પહેલાંજ રાત્રે દરવાજા બંધ થઈ જવાથી દરવાજા પાસે સુતા તે વખતે બૌદ્ધ રાજાના સિપાઈ એ તેના શિરચ્છેદ કર્યો હરિભદ્રસૂરિને ખબર પડવાથી તેમણે તેલની કઢાઇએ ઉકળાવી. પછી આકાશ માર્ગે બૌદ્ધ સાધુઓને પક્ષીના રૂપે ખેંચી લાવીને હેામવા લાગ્યા. તેમના ગુરૂને આ વાતની ખબર પડવાથી તેમણે એ શિષ્યેાને ચાર ગાથાઓ આપીને મેકલ્યા. તે વાંચવાથી તેમને ક્રોધ શાંત થયા. અને તેના પ્રાયશ્ચિત્ત રૂપે ૧૪૪૦ ગ્રન્થાની રચના કરી.
કથાવલિકાર તેમના શિષ્યની બાબતમાં નીચે પ્રમાણે કહે છેઃતેમને જિનભદ્ર અને વીરભદ્ર નામના એ વિદ્વાન શિષ્યા હતા. તે વખતે ચિતાડમાં બૌદ્ધોનું ધણું પ્રાબલ્ય હતું. તે હિરભદ્રના જ્ઞાનની ઘણી ઈર્ષ્યા કરતા હતા. તે બૌદ્ધોએ તેમના તે બતે શિષ્યાને મારી નાખ્યા. આ વાત જાણીને શ્રી હિરભદ્રસૂરિ ઘણા દીલગીર થયા અને અનશન કરવાનું નક્કી કર્યુ. પરંતુ શ્રીસધે તેમને પ્રવચનના પ્રભાવક જાણીને અનશન કરતા શક્યા. ત્યાર પછી તેમણે જે ગ્રન્થા રચ્યા તેમાં