Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
“મન્નત જિણાણું સઝાય૦૭
પ્રત્યે બહુ માનભરી લાગણી પ્રકટે છે. તે જ રીતે સુપાત્ર ને દાન દેનારમાં સગુણનો વિકાસ થાય છે અને શુદ્ધ દાન લેનારની જીવનયાત્રા સિદ્ધાંત(શાસ્ત્ર)ની આજ્ઞાનુસાર ચાલે છે.
જૈનશાસ્ત્રોમાં “દાન' પાંચ પ્રકારનું કહેલું છે. તે આ રીતે : “(૧) અભયદાન, (૨) સુપાત્રદાન, (૩) દયા (અનુકંપા, દાન, (૪) ઉચિતદાન અને (૫) કીર્તિદાન.” તેમાંનાં પહેલાં બે દાનો એટલે “અભયદાન' અને સુપાત્રદાન” મોક્ષ ફળને આપનારાં છે અને બાકીનાં ત્રણ દાનો સુખભોગને આપનારાં છે.
બુદ્ધિમાન પુરુષોએ સર્વ પ્રકારના ધર્મોમાં “દાનધર્મને પ્રથમ માનેલો છે.
-(શીત-શીલ પાળવું, સદાચાર પાળવું.
શીલ” એટલે સદાચરણ. તે શ્રાવકને માટે નીચે મુજબ છ પ્રકારનું હોય છે. શ્રીધર્મરત્ન-પ્રકરણ ગ્રંથ સ્વોપજ્ઞવૃત્તિ ગાથા ૩૭-૩૮માં જણાવ્યું
(૧) “માવતન-નિષેવનY'-જિન-મંદિરાદિ તથા (ધાર્મિકજનોને એકઠા થવાનું સ્થાન) આયતન કહેવાય છે, કારણ કે તેમાં જ્ઞાન-દર્શન-ચારિત્રનો લાભ થાય છે; તેનું સેવન કરવું, તે પ્રથમ શીલ.
(૨) “પરગૃહ-પ્રવેશવર્નનY'-અનિવાર્ય કામ સિવાય બીજાના ઘરમાં પગ ન મૂકવો, તે બીજું શીલ.
(૩) “અનુદ્ધ:-ઉભટ પહેરવેશ ન રાખવો, તે ત્રીજું શીલ.
(૪) “વારવવન-વર્નન-વિકારોત્પાદક વચનો ન બોલવાં, તે ચોથું શીલ.
(૫) “નાઝીટા-પરિવર્નનમ્'-બાલચેષ્ટાઓનો ત્યાગ કરવો, તે પાંચમું શીલ.
(૬) “થુરનીત્યા +ાર્યસાધનમ્'-મધુર નીતિ વડે—મીઠી વાણીથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org