Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ સંક્ષેપ-રુચિ' કહેવાય. જેમ કે ઉપશમ, વિવેક અને સંવર—એ ત્રણ પદો સાંભળીને જ ચિલાતી-પુત્ર તત્ત્વ પર રુચિવાળા થયા હતા. ગાથા-૨૬.
(૧૦) જે પુરુષ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરે પદાર્થોને કહેનારાં જિનવચનને સાંભળીને શ્રુત-ચારિત્રરૂપ ધર્મ ઉપર શ્રદ્ધા કરે, તેને ધર્મ-રુચિ' કહેવાય. ગાથા-૨૭.
છત્રદ માવસર્યામ-(દ્વિધાવશ્ય)-છ પ્રકારના આવશ્યકને વિશે.
પડાવશ્યક' એટલે છ આવશ્યક ક્રિયાઓ. તે “(૧) સામાયિક, (૨) ચતુર્વિશતિ-સ્તવ, (૩) વંદન, (૪) પ્રતિક્રમણ (૫) કાયોત્સર્ગ અને (૬) પ્રત્યાખ્યાનરૂપ જાણવી.” તેના વિશેષ વિવરણ માટે જુઓ ભાગ પહેલો, પરિ. પહેલું.
૩qત્તા-[ઘુ$1:]-ઉદ્યમવંત, પ્રયત્નશીલ. દોદ-(મવત)-થાઓ. પવિ -(પ્રતિવસ)-પ્રતિદિન, હમેશાં. પળે-(પર્વમુ)-પર્વોમાં, પર્વ દિવસોમાં.
ઉત્સવ, અનુષ્ઠાન કે આનંદ માટે નિયત થયેલો દિવસ પર્વ કહેવાય છે.
પોદવયં-(પોષ વ્રત)-પોષધવ્રતને ધારણ કરવું. પોષધવ્રત-સંબંધી વધારે વિગત માટે જુઓ સૂત્ર ૩૪, ગાથા ૨૯. તા-(વાન)-દાન આપવું.
અનુગ્રહ-બુદ્ધિથી પોતાની વસ્તુ બીજાને આપવી, તે “દાન” કહેવાય છે. તે માટે તત્ત્વાર્થસૂત્રોના આઠમા અધ્યાયમાં કહ્યું છે કે- “મનુષ્પદાર્થ
સ્વાતિ નમ્ રૂપા” “અનુગ્રહને માટે પોતાની વસ્તુ બીજાને અર્પણ કરવી તે દાન.” અહીં અનુગ્રહ શબ્દ વડે વ્યક્ત થતો ઉપકારનો ભાવ સ્વ અને પર એમ બંને માટે સમજવાનો છે. જે અનુગ્રહ-બુદ્ધિથી “દાન આપે છે, તેનું વસ્તુ પ્રત્યેનું મમત્વ ઘટે છે અને મનમાં સંતોષ તથા દાન લેનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org