Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
પોતાનું કાર્ય સાધવું, તે છઠ્ઠ શીલ.
તવો-(તપ:)-ત..
“તપ” શબ્દથી બાહ્ય અને આત્યંતર તપો સમજવાનાં છે. તેની વિશેષ વિગત માટે જુઓ સૂત્ર ૨૮.
-()-અને. માવો-(માવ:)-ભાવ, ભાવના.
મૈત્રી આદિ ચાર પ્રકારની ભાવના' માટે જુઓ સૂત્ર ૧૦. અનિત્યવાદિ બાર પ્રકારની “ભાવના' માટે જુઓ સૂત્ર ૮.
સાય-સમુદારો-(સ્વાધ્યાય નમસ્કાર)-સ્વાધ્યાય કરવો અને નમસ્કાર-મંત્રનો જાપ કરવો.
વાચનાદિ પાંચ પ્રકારના સ્વાધ્યાય માટે જુઓ સૂત્ર ૨૮.
શ્રાવક નમસ્કારમંત્રનાં સ્મરણ-પૂર્વક જાગ્રત થવાનું છે અને જાગ્યા પછી પણ તરત જ નમસ્કાર મંત્રની ગણના કરવાની છે. તેની રીતિ એવી છે કે શય્યામાં બેઠાબેઠા જ મંત્ર ગણવો હોય તો મનમાં ગણવો, અન્યથા શપ્યાનો ત્યાગ કરીને પવિત્ર ભૂમિ પર ઊભા રહેવું અથવા પદ્માસન વગેરે આસનપૂર્વક પૂર્વ અથવા ઉત્તર દિશા ભણી મુખ રાખીને બેસવું અને “કરજાપ' કે “કમળ-બંધ સ્મરણ કરવું. આંગળીના વેઢાનો ઉપયોગ કરવાપૂર્વક જે સ્મરણ થાય તે “કર-જાપ” કહેવાય અને આઠ પાંખડીવાળાં કમળની હૃદયાદિ વિશે કલ્પના કરી, તેની વચલી કર્ણિકામાં “નો અરિહંતાણં,” પૂર્વ પાંખડી પર “નમો સિદ્ધા,” દક્ષિણ પાંખડી પર “નો માયરિયા,' પશ્ચિમ પાંખડી ઉપર “નમો ૩વાયા' અને ઉત્તર પાંખડી પર
* सिज्जाठाणं पमोत्तणं, चिट्टिज्जा धरणीयले । भावबंधुं जगन्नाहं, नमोक्कारं तओ पढे ॥९॥
-શ્રાવિન ત્ય-નમાર fધતન થી ૬, પૃ. ૨૨. શાસ્થાનકને મૂકી દઈ ભૂમિ પર બેસીને પછી ભાવધર્મબંધુ જગન્નાથ નવકારમંત્ર ભણવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org