________________
શત્રુંજય ગિરિરાજના સ્તવન, પૂજન, સ્મરણ માત્રથી કે એકવાર પણ તેના ભાવથી દર્શન કરવાથી પાપકર્મોનો નાશ થાય છે, અક્ષયસુખની પ્રાપ્તિ થાય છે.
હે વત્સ ! અત્યાર સુધી તારામાં મત્સર ભાવ હતો. તેથી મેં તારી ઉપેક્ષા કરી હતી. હવે તું એ તીર્થના દર્શનને યોગ્ય થયો છે. તે પાપો કરીને ઘણા ગાઢ કમ બાંધ્યા છે. તે શ્રી શત્રુંજય તીર્થની સ્પર્શના સિવાય ક્ષય થાય તેમ નથી. માટે હું તને ત્યાં જવાની પ્રેરણા કરું છું.
ત્રણે લોકમાં શત્રુંજય સમાન બીજું તીર્થ નથી. ત્યાં અનંતાનંત આત્માઓ મોક્ષે ગયા છે. એવા એ મહાતીર્થના યોગે સમતારૂપી જળમાં સ્નાન કરીને પવિત્ર થયેલો તું એ ગિરિરાજના પ્રભાવે ત્યાં જ સિદ્ધિપદ પામીશ.”
અંબિકાદેવીના મુખે ગિરિરાજનું વર્ણન સાંભળી, અમૃતથી સિંચાયો હોય તેમ અત્યંત ઉલ્લસિત થયેલા રાજાએ અંબિકામાતાને નમસ્કાર કર્યા. દેવી અદ્રશ્ય થઇ. નિર્મળ અંતઃકરણવાળો રાજા ચારિત્ર અંગીકાર કરવાની ભાવનાપૂર્વક સિદ્ધાચલ મહાતીર્થ તરફ ચાલવા લાગ્યો તથા જયાં સુધી ગિરિરાજના દર્શન ન થાય ત્યાં સુધી ચારે આહારનો ત્યાગ કર્યો.
અનુક્રમે ચાલતાં ચાલતાં રાજા તીર્થાધિરાજની નજીક પહોંચ્યો. દૂરથી ગિરિનું શિખર જોતાં જ અત્યંત હર્ષિત થયો. ત્યાં માર્ગમાં રાજાએ એક મહામુનિ જોયા. ઘણા સમયે કોઈ આપ્તજન મળ્યું હોય તેવો ભાવ થયો. એટલે રાજા પ્રણામ કરીને ત્યાં બેસી ગયો. મુનિને પોતાની ચારિત્રની ભાવના જણાવી.
મુનિએ પણ તેને યોગ્ય જાણીને કહ્યું, “હે રાજન્ ! શ્રી સિદ્ધગિરિ મહાતીર્થમાં ચારિત્ર અંગીકાર કરીને શ્રી જિનેશ્વર દેવનું ધ્યાન ધરવું, તે મહાકલ્યાણકારી છે.' • કંડૂ રાજાની દીક્ષા :
મુનિરાજની વાણીથી અતિ ઉત્સાહિત થયેલા રાજાએ ત્યાં જ તેમની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. શાંત-પ્રશાંત બનેલા તે રાજર્ષિ શત્રુંજય તીર્થરાજની તળેટીએ આવ્યા. હૃદયનાં ઉલ્લાસથી તીર્થની સ્પર્શના કરતાં ગિરિરાજ ચડ્યા અને આદિનાથ પ્રભુના દર્શનથી તન, મન, નયન પવિત્ર કર્યા.
પરમાત્માનું દર્શન કરતાં એમનાં નયનો ધરાતા નથી. આથી અનિમેષ નયને આ મહાત્મા અહીં જ રહીને દુષ્કર તપ આચરે છે અને થોડા જ સમયમાં સર્વ કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, આયુષ્યનો ક્ષય કરી તેઓ અહીં જ સિદ્ધિપદ પામશે.
કંડૂ રાજર્ષિનું આવું અલૌકિક ચરિત્ર સાંભળી સર્વ દેવતાઓ હર્ષિત થઈ આગળ વધ્યા. આનંદના ઉછળતા તરંગો સહિત શ્રી આદિનાથ પ્રભુના દર્શન
શ્રી શત્રુંજય માહાભ્ય સાર : ૬