________________
રાજપરુષો હતાં.
•
પંડિત મદનમોહન માલવીયા, આનંદશંકર ધ્રુવ, નાનાલાલ કવિ, ડો. હર્મન છે જેકેબી જેવાં વિદ્વાનોએ તેમનો પરિચય કેળવ્યા છે. એટલું જ નહિ, પણ તેમના ધર્મોપદેશ માટે માલવીયાજીએ કાશીમાં પધારવાની માંગણી કરી છે. આનંદશંકર ધ્રુવ અને નાનાલાલ કવિ જેવાએ દૂર દૂર સુધી જઈ તેમના વ્યાખ્યાનશ્રવણ અને તેમની સાથેની એક શાસ્ત્રીય ચર્ચા વિચારણા માટે પરિશ્રમ સેવ્યો છે. હર્મન જેકોબી જેવા વિદ્વાને તેમની પાસે શંકાઓનાં સમાધાન મેળવી, પોતાની ભૂલ સુધારી પ્રવર્તક કાતિવિજયજી આગળ છે ઉચ્ચાર્યું છે કે – “પૂ. આ. વિજયનેમિસૂરિજી જૈનશાસનના સંચાલક છે.”
- પ્રભાશંકર પટ્ટણી, યુરોપિયન કમિશ્નર પ્રાટ, ઉદેપુરના રાણા, ભાવનગર-નરેશ. જામનગરના જામસાહેબ, ધ્રાંગધ્રાનરેશ ઘનશ્યામસિંહજી, તેમજ તે કાળના અનેક સરકારી વિશિષ્ટ અધિકારીઓ તેમના પરિચયમાં આવ્યાં છે. તેમના તેજપુંજથી પ્રભાવિત થઈ, નતમસ્તક બની પિતાને કૃતકૃત્ય માનનારાં આ રાજપુરુષો હતાં.
જૈનશાસનમાં તે કાળે ગણાતો કઈ એ આગેવાન નથી કે – જે તેમના દર્શન. વંદન અને ઉપદેશથવણ માટે તલસતો ન હોય. અમદાવાદના નગરશેઠથી માંડી જૈન છે છે. શાસનના તમામ આગેવાનો-શ્રીનગરશેઠ, શેઠશ્રી મનસુખભાઈ, શેઠશ્રી લાલભાઈ, શેઠશ્રી જ
વીરચંદ દીપચંદ, શેઠશ્રી ચીમનભાઈ શેઠશ્રી અંબાલાલ સારાભાઈ, શેઠશ્રી પોપટભાઈ
અમરચંદ, શેઠશ્રી કસ્તુરભાઈ અમરચંદ, ભાવનગરના શેઠશ્રી અમરચંદભાઈ, શેઠશ્રી કુંવરજીભાઈ એ શેઠશ્રી કીકાભાઈ પ્રેમચંદ, શેઠશ્રી શાનિદાસ આશકરણ વગેરે વગેરે લબ્ધપ્રતિષ તમામ જે શ્રેષ્ઠિવગ શાસનના કોઈપણ કાર્ય માટે હંમેશા તેમની સલાહ, સુચના અને પ્રેરણાની છે
અપેક્ષા રાખતાં. અને કોઈપણ મેટાં માનવીને પોતાની ભૂલ હોય તે સ્પષ્ટપણે જણાવવાનું વિશ્વસનીય સ્થાન પૂ. આચાર્યશ્રી હતાં.
અંજનશલાકાની વિધિ વર્ષો થયાં વિસરાઈ હતી. પૂ. આચાર્ય ભગવંતે તે વિધિને છે પુનર્જીવિત કરી. પોતાના શિષ્યોને તૈયાર કર્યા, અને વિધિકારકોને પણ તજજ્ઞ બનાવ્યાં. તેમના વરદહસ્તે ચાણસ્મા, માતર, ખંભાત, કદંબગિરિ, હિશાળા, વઢવાણ, બોટાદ
વગેરે ઠેકાણે અંજનશલાકાઓ થઇ. અને ખંભાત, અમદાવાદ, કલોલ, શેરીસા, ફલેધી, કે છે કાપરડા, તળાજા, ઘાણેરાવ, ઉદેપુર, મહુવા, ભંડારિયા, કદંબગિરિ, ધોલેરા, ભાવનગર જામનગર, પાલિતાણા. વઢવાણ, બોટાદ વગેરે અનેક ઠેકાણે પ્રતિષ્ઠા થઈ છે.
કોઈપણ તીર્થ કે ભવ્ય જિનમંદિરની પ્રતિષ્ઠા માટે શ્રીસંઘે હંમેશા પ. પૂ. આચાર્યદેવના સાન્નિધ્ય માટે જ ઉત્સાહી રહેતાં. આમ વિવિધ સ્થળોએ અંજનશલાકા
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org