________________
શ્રી રસીકલાલ ન્યાલચંદ દોશી
હિંમતભાઈ અને રસીકભાઇ એટલે જાણે રામ લમણની જોડી. નિર્મળાબહેન અને ગુલાબબહેન જાણે વસ્તુપાળના જમાનાની દેરાણી જેઠાણીની જોડી.
પુરુષાર્થ પુરુષને પણ લક્ષ્મી સ્ત્રીની. બન્નેના પગલે લક્ષ્મી અઢળક આવી પણ તેનો ઉપયોગ કરવામાં હંમેશ બનેએ પ્રોત્સાહન તથા પ્રેરણા આપી એટલું જ નહિ પણ સહાગ આવ્યા.
રસીકભાઈએ પણ સંતની વાણીને ગળથુથીમાં ગૂથી રાખી અને કમાણીમાં ભગવાનને ભાગ રાખીને સંપત્તિને સદુઉપગ વતનના વિકાસમાં, માનવતાના અને ધર્મ ઉત્થાનના અને જ્ઞાનપ્રચારના કામમાં કરીને બીજાને આદર્શ પૂરો પાડ કે –
મળી જે સંપત્તિ તમને વાપરજે સત્ કાર્યમાં નહિતર પછી પસ્તાવું પડશે જ્યારે પૂન્ય તમારું ખુટી જશે