________________
શ્રી હિંમતલાલ ન્યાલચંદ દોશી
કમણે વાધિકારસ્તે....” ભગવાન શ્રીકૃષ્ણને ઉપદેશ હોય કે જૈન દર્શનનો કાગ હોય. આપે એ ઉપદેશને અક્ષરશઃ આપના જીવનમાં ઉતારી વતન વાંકાનેથી મેહમયી મુંબઈ નગરીમાં આવી અર્થ –ઉપાર્જનમાં કાર્યરત થયા.
આપની આર્થિક પ્રગતિની સાથે વારસાગત મળેલ દાન, દયા, અનુકંપા અદ્ધિ ધાર્મિક સંસ્કારોનું' જે દઢ સીંચન આ પનામાં થયેલ, અને આપના લઘુબંધુ શ્રી રસીકલા લ દોશી તથા અન્ય કુટુંબીજનેના યોગ્ય સહકારથી માદરે વતન વાંકાનેરમાં ગરીબ તથા જરૂરિયાતવાળા બંધુઓની પીડાને જાણી માનવતાના તેમજ સમાજકલ્યાણના સદ્દકાચે – સાર્વજનિક દવાખાનું અન્ય આર્થિક સહાય, મુંગા પશુઓની સારસંભાળ તથા ઘાસચ રા અને ઘરઆંગણે ઉચ્ચ કેળવણી આપી શકાય માટે આર્ટસ અને કેમર્સ કૅલેજની સ્થાપના અને વિકાસ માટે ભારે જહેમત ઉઠાવવી તે ખરેખર પ્રશંસનીય છે.
પરમકૃપાળુ પરમાત્મા, આવા અનેક સેવાનાં કાર્યો કરવા, આપને સં, ગું તંદુરસ્તીભર્યું દીર્ધાયુ બક્ષે એવી પ્રાર્થના.