________________
સમ્યક્ત્વનાં છ સ્થાનોનાં નામો
૧૧
પણ આ જીવ પોતે જ છે” અર્થાત્ પોતે જ શુભાશુભ કર્મ બાંધે છે અને કાળે કાળે તે કર્મ ઉદયમાં આવતાં તેના ફળરૂપે સુખ અને દુઃખને પોતે જ ભોગવે છે. આપણને સુખદુ:ખ આપવામાં અન્ય કોઈ કર્તા નથી, માત્ર અન્ય કોઈ નિમિત્ત બને છે તે પણ પોતાના બાંધેલા કર્મથી પ્રેરાઈને નિમિત્તમાત્ર બને છે. આ ચોથું સ્થાન છે.
(૫) “પોતે જ બાંધેલા આ કર્મોમાંથી આ જીવ જો પ્રયત્ન કરે તો સર્વથા મુક્ત થઈ શકે છે. અર્થાત્ સંપૂર્ણપણે કર્મોનો ક્ષય કરીને મોક્ષ પામી શકે છે.” આ પાંચમું સ્થાન છે. અનાદિના બંધનમાંથી છુટકારો સંભવી શકે છે.
(૬) “કર્મોના બંધનમાંથી સર્વથા છુટકારાના ઉપાયો પણ છે અર્થાત્ મોક્ષના ઉપાયો પણ છે.” આ છઠ્ઠું સ્થાન છે. માટે મારે આવા પ્રકારના મોક્ષના ઉપાયોમાં પ્રવર્તવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો હું પ્રયત્ન કરીશ તો તેનાથી મને ફળપ્રાપ્તિ અવશ્ય શક્ય છે, અશક્ય નથી.
આવા પ્રકારના મૂલભૂત છ તત્ત્વો સમજવાની અને સ્વીકારવાની જે અતિશય રૂચિ-દૃઢ સંકલ્પ તેને સમ્યક્ત્વ કહેવાય છે. આ છ સ્થાનો સમ્યક્ત્વના કારણરૂપ-ઉપાયરૂપ છે. તેના જ દૃઢ નિર્ણયવાળો જે આત્મપરિણામ તે જ સમ્યક્ત્વ છે. IIા
અવતરણ ઃ- સમ્યક્ત્વનાં જેમ છ સ્થાનો છે તેમ તેનાથી વિપરીત માન્યતાવાળાં મિથ્યાત્વનાં પણ છ સ્થાનો છે તે જણાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે -
સમકિતથાનકથી વિપરીત, મિથ્યાવાદી અતિ અવિનીત । તેહના ભાવ સર્વે આ,
જિહાં જોઈ જઈ તિહાં ઉંડા ફૂઆ ||૪||