________________
સમ્યત્ત્વનાં છ સ્થાનોનાં નામો
બાલાવબોધ - જીવ છવું ? તે નવ નિત્ય છટ્ટ ૨ તે ગીર स्वपुण्य-पापनो कर्ता छई ३ । ते जीव आप-आपणा पुण्य-पापनो મોવતા છડું ૪ “ત્વિ”-છરું, “યુવF”-નિશ્ચયડું, “નિર્વા” મોક્ષ ५ । ते मोक्षनो उपाय पणि निश्चयई छई-तेहमां संदेह नथी ६ । ए छ थानक समकितनां जाणवां ॥३॥
ભાવાર્થ :- સમ્યકત્વ ગુણના આધારભૂત ૬ સ્થાનક છે જેનું વર્ણન આ શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે તે છ સ્થાનો આ પ્રમાણે છે. (૧) ચેતના લક્ષણવાળો જીવ નામનો એક પદાર્થ છે. તે સ્વતંત્ર દ્રવ્ય
(૨) તે જીવ દ્રવ્યસ્વરૂપે અનાદિ-અનંત છે અર્થાત્ નિત્ય છે. (૩) તે જીવ મિથ્યાત્વાદિ બંધહેતુયુક્ત હોવાથી કર્મોનો કર્તા છે. (૪) આ જીવ પોતાના કરેલા કર્મોનો ભોક્તા પણ છે. (૫) કર્મ એ પરદ્રવ્ય હોવાથી જીવ તેનાથી મુક્ત થઈ શકે છે. (૬) કર્મોમાંથી જીવની મુક્તિ થવાના ઉપાયો પણ છે જ.
ઉપરોક્ત છ પ્રકારની દઢીભૂત માન્યતાઓ એ સમ્યકત્વગુણને આત્મામાં સ્થિર કરવાના ઉપાયરૂપ છે. તેથી તે છ માન્યતાને “સ્થાનક” કહેવાય છે. જગતમાં ચાલતી વ્યવસ્થાને મનમાની કલ્પનાઓ દ્વારા કહેનારા ઋષિમુનિઓ ઘણા થયા છે. તેમના વિચારોને-સિદ્ધાન્તોને શાસ્ત્રોને દર્શન કહેવાય છે. આ સંસારમાં “પુ મુજે મતિમિના” ના ન્યાયથી આવા પ્રકારનાં અનેક દર્શનો થયાં છે તે સર્વેનો સંક્ષેપથી છ દર્શનમાં સમાવેશ થાય છે. (૧) ચાર્વાક, (૨) બૌદ્ધ, (૩) નૈયાયિક અને વૈશેષિક, (૪) વેદાન્ત-મિમાંસક, (૫) સાંખ્ય, (૬) જૈન. પ્રથમના પાંચ દર્શનકારો છઘસ્થ હોવાથી સર્વજ્ઞ પણ નથી અને સર્વજ્ઞને અનુસરનારા પણ નથી. પરંતુ સ્વતંત્ર પ્રતિકલ્પનાએ જગતનું સ્વરૂપ સમજાવનારા છે. માટે મિથ્યાષ્ટિ છે. જ્યારે જૈનદર્શનકાર તીર્થંકરપ્રભુ સર્વજ્ઞ પણ છે અને