________________
૧૦
સમ્યક્ત જસ્થાન ચઉપઈ વીતરાગ પણ છે. તથા તેમના અનુયાયી આચાર્યો પોતે છઘસ્થ છે, સર્વજ્ઞ નથી, પરંતુ સર્વજ્ઞને જ અનુસરનારા છે. અલ્પમાત્રાએ પણ સર્વશનું ઉલ્લંઘન કરનારા હોતા નથી. તેથી યથાર્થ વચનવાળા છે. તેઓનું જાણવું અને બોલવું બને પણ યુક્તિયુક્ત જ હોય છે અને યથાર્થ જ હોય છે. કદાપિ મિથ્થા વચન બોલતા નથી. સર્વજ્ઞને તથા તેમની સર્વજ્ઞતાને પુરેપુરું અનુસરવાપણું હોવાથી ક્યારેય અલ્પ પણ મિથ્યાવચનનું ઉચ્ચારણ હોતું નથી. તે છ સ્થાનો આ પ્રમાણે છે :
(૧) “જીવ છે” આ પ્રથમ સ્થાન છે. તેનો અર્થ એ છે કે જીવ નામનો એક સ્વતંત્ર અને સચેતન પદાર્થ છે. જે શરીરમાં છે અર્થાત્ શરીરની અંદર વર્તનારો છે. પરંતુ શરીરથી ભિન્ન દ્રવ્ય છે. પાછલા ભવથી મૃત્યુ પામીને ગર્ભાશય આદિ સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. શરીરથી વૃદ્ધિ પામે છે અને આયુષ્ય પૂર્ણ થતાં આ ભવ પૂર્ણ કરી ભવાન્તરમાં જાય છે. આ પ્રથમ સ્થાન છે.
(૨) “તે જીવ કથંચિત્ નિત્ય છે” આ બીજું સ્થાન છે. કોઈપણ જીવ નવો બનતો નથી. નવો બનાવાતો નથી. અનાદિથી છે જ અને સદાકાળ રહેશે જ માટે નિત્ય છે. ફક્ત પર્યાયદૃષ્ટિએ પરિવર્તનશીલ છે. માટે કથંચિત્ અનિત્ય પણ છે અને દ્રવ્યદૃષ્ટિએ સદા હોવાથી કથંચિતુ નિત્ય પણ છે. આ બીજું સ્થાન છે.
(૩) “તે જીવ પોતાના પુણ્ય-પાપનો કર્યા છે” પ્રતિસમયે આ જીવ સારાભાવોથી પુણ્યકર્મ અને ખરાબ ભાવોથી પાપકર્મો પોતે જ બાંધે છે. અન્ય કોઈ તેમાં કર્તા નથી. પણ પોતે જ પોતાના મન-વચનકાયાના યોગ પ્રમાણે અને કષાયો પ્રમાણે શુભાશુભ કર્મોનો કર્તા છે. આ ત્રીજું સ્થાન છે.
(૪) “પોતાનાં કરેલાં પુચ-પાપ કર્મોના ફળનો ભોક્તા