________________
૪
| (g) નકશાને લગતી સમજ ૧ ૩૧૩-૧૫ આકૃતિ નં. ૪ તથા ૫ જનરલ કનિંગહામના “ભારત સૂપ”
નામક પુસ્તકમાંથી ઉતારવામાં આવ્યા છે તેમાં આ.૪, ભારહૂત અને રૂપનાથ જે પ્રદેશમાં આવ્યા છે તે સ્થળને નકશો છે. ગંગા નદીની શાખારૂપ એક નદીના તીરપ્રદેશમાં આ બન્ને સ્થળો આવેલ છે. બન્નેની વચ્ચે પંદર-વીસ માઈલનું અંતર સંભવે છે. જી. આઈ. પી. રેલવેના જબલપુર અને સતના સ્ટેશન વચ્ચે તેમનાં સ્થાને છે. રૂપનાથના સ્થળે સમ્રાટ પ્રિયદશિને શિલાલેખ ઉભે કરાવી પોતાની મહેર છાપ સમાન હસ્તિ કેતરાવેલ છે. ત્યાં જેનેના બારમા તીર્થકર શ્રી વાસુપૂજ્યનું નિર્વાણ થયેલ છે; તથા તેની અને જબલપુરની વચ્ચેના આ પ્રદેશમાં પ્રાચીન સમયના અંગદેશની રાજધાની ચંપાનગરીનું સ્થાન આવેલ છે જેના ખંડિયર અદ્યપિ ભૂગર્ભમાં દટાયેલાં પડી રહ્યાં છે. આ સર્વ હકીકત પુ. રમાં પ્રિયદશિનના વૃત્તાંતે જણાવેલ છે. વિશેષ જે કાંઈ છે તે આ પુસ્તકે ચંપાને લગતું વર્ણન પૃ. ૩૧૯ થી ૨૫ તેમજ પુ. ૧ પૃ. ૭૬ થી ૭૮ સુધીમાં અપાયું છે તે વાંચી માહિતગાર થવા વિનંતિ છે. ભારહૂત વિશે નીચે આકૃતિ નં.
નં. ૫માં જુઓ. ૨ ૩૧૪ ભારહૂતને લગતે પરિચય પુ. ૧-૨માં જ્યાં તે સ્તૂપનું વર્ણન
લખાયું છે ત્યાં અપાઈ ગયેલ છે તેમજ આ પુસ્તકે પૃ. ૨૧૩ થી ૧૫ તથા ૩૨૬-૨૮ સુધીમાં પણ અપાયેલ છે. આ સ્થાને જેનેના ૨૪મા તીર્થંકર શ્રી મહાવીરને જ્ઞાનપ્રાપ્તિ થઈ હોવાથી તે ધર્મના ચુસ્ત અનુયાયી બે રાજવી-કેશલપતિ પ્રસેનજીતે અને મગધપતિ અજાતશત્રુએ-પિતાની ભક્તિ દર્શાવતાં અનેક
દ કોતરાવ્યાં છે. ૬૯ ગોવરધનસમયને લગતે નકશે છે; જ્યાં ક્ષહરાટ નહપાણના
સમયના તથા આંધ્રપતિઓએ ઉભા કરાવેલા નાસિક, નાનાઘાટ જુનેર, કહેરી કાલે ઈ. ઈનાં શિલાલેખ તથા ત્રિરશિમ અને રૂક્ષ-રથાવર્ત નામના પર્વતે, તેમજ પૈઠ (પૈઠણ)–રાજનગર આવેલું છે, તે બધાં સ્થાને વ્યક્ત કરતે આ નકશે પુસ્તકના અંતર્વણનેજ અપાયો છે. તે તે સ્થાનના વર્ણન સાથે પરિચય મેળવી લે, મુખ્યતયા પંચમ અને ષષ્ટમ પરિચ્છેદે લેખને પરિચય કરી લેવાથી સમજૂતિ મળી રહેશે.
૫