________________
વિકમાર્ક પ્રબંધ
પ્રસન્ન થઈને મેં અભયદાન સાથે આ રાજ્ય તે તને આપી દીધું. પણ આટલાં ભણ્યા તારે રોજ મને આપવાં. આ ઠરાવ બેયને કબુલ થયે. અને એ રીતે કટલોક કાળ ગયા પછી શ્રી વિક્રમ રાજાએ પિતાનું આયુષ્ય કેટલું છે તે પૂછયું, ત્યારે અગ્નિવેતાલ “હું નથી જાણતા પણ મારા સ્વામીને પૂછીને જણાવીશ” એમ કહીને ગયો. બીજી રીતે કરી મળે ત્યારે “મહેન્દ્ર તમારું સંપૂર્ણ સે વર્ષનું આયુષ્ય છે એમ કહ્યું છે” એમ અગ્નિવેતાલે કહ્યું. ત્યારે ખૂબ મિત્રધર્મ દેખાડીને રાજાએ તેને આગ્રહ કર્યો કે “મારા આયુષ્યમાં એક વર્ષ ઓછું કે વધારે મહેન્દ્ર પાસે કરાવો;” તેણે એ વાત કબુલ કરી અને પાછા આવ્યા ત્યારે
મહેન્દ્રથી પણ તેનાં નવાણું કે એકસો એક ન થઈ શકે” એમ કહ્યું. આ નિર્ણય જાણીને બીજે દિવસે અગ્નિવેતાલ માટેનાં ભક્ષ્યજ્યાદિ બંધ કરી, રાતે લડવા માટે તૈયાર થઈને વિક્રમ ઉભો રહ્યો.
પછી વખત થતાં રોજની રીતે આવેલા અગ્નિવેતાલે ભર્યાદિ ન જોઈને રાજાને તિરસ્કાર કર્યો. પછી એ બે વચ્ચે ઠંધ યુદ્ધ થયું, તેમાં પિતાનાં પુણ્યની મદદથી તેને જમીન ઉપર પછાડીને રાજાએ પોતાનો પગ તેની છાતી ઉપર મુકીને “હવે તારા ઈષ્ટ દેવને સંભારી લે” એમ કહ્યું. ત્યારે તેણે રાજાને કહ્યું “તારા આ અદ્ભુત સાહસથી હું ખુશી થયો છું. અને આજથી તું જે જે કામ બતાવીશ તે કરવા હું અગ્નિવેતાલ કબુલ થાઉં છું, હું તારે તાબે છું.” આ રીતે તેનું રાજ્ય નિષ્કટક થયું. અને પિતાના પરાક્રમથી, જેણે બધી દિશાઓ દબાવી છે એવા તે રાજાએ છ— વિરોધી રાજાઓનાં મંડળોને પિતાને તાબે આપ્યાં.
(૩) હે સાહસક,૧૦ તારા શત્રુઓ (યુદ્ધમાં નષ્ટ થઈ જતાં ખંડેર થઈ ગયેલાં તેજીનાં મંદિરની સ્ફટિકની ભીતમાં પિતાનું પ્રતિબિંબ છેટેથી જઇને આ કોઈ શત્રુહાથી છે એમ માની, જંગલી હાથી ક્રોધથી, તેમાં માથું મારે છે પણ તેથી પોતાને દાંત પડી જતાં, ફરી તેનેજ જેને હાથણી હશે એમ ધારી, ધીમે ધીમે સ્પર્શ કરે છે.
૯ અગ્નિતાલની આ પ્રકારની કથા મંકરની જૈન સિંહાસન ધાત્રિશિ કામાં પણ આરંભમાં આપી છે. વિક્રમ અને વેતાલની જુદી જાતની કથા કથા સરિસાગરમાં છે, જ્યાં તાલનું નામ અગ્નિશિખ લખ્યું છે,
૧૦ સાહસીક એ સાહસ મુખ્ય લક્ષણ હેવા માટે વિક્રમને મળેલું નામ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org