________________
વિક્રમાક પ્રબંધ ભંડારરૂપ, દિવ્યલક્ષણથી ઓળખાઈ આવતે, પરાક્રમાદિ ગુણેથી ભરેલો વિક્રમ નામને રાજપુત્ર હતું. તે છે કે જન્મથી જ દરિદ્રતાથી પીડાય હતે છતાં અત્યંત નીતિપરાયણ હતે. સેકડો ઉપાયો કર્યા છતાં તેને જ્યારે પૈસો ન મળ્યો ત્યારે તે એકદિવસ ભટ્ટમાત્ર નામના મિત્રને સાથે લઈને રેહણાચલ તરફ ચાલી નીકળ્યો. અને રોહણાચલ પર્વતની પાસે આવેલા પ્રવર નામના નગરમાં કુંભારના ઘરમાં રાત રહ્યો. પછી સવારે ભમાત્ર કેદાળી માગી ત્યારે કુંભારે કહ્યું “અહીં સવારમાં ખાણમાં જઈને, પહેલાં પુણ્યશ્રવણ કરીને, પછી કપાળે હાથ અડાડી “હા દેવ” એમ બોલીને, કોઈ દુર્ભાગી માણસ કેદાળી મારે તે એના નશીબમાં હોય તે પ્રમાણે તેને રત્ન મળે છે.”
તેની પાસેથી આ વૃત્તાન્ત સાંભળીને, વિક્રમ પાસે એટલી દીનતા કરાવવી અશકય છે એમ જાણીને તે ભઠ્ઠમાત્ર તે (કેદાળી વગેરે) સાધને સાથે લઈને ચાલ્યો અને રત્નો દવા માટે, ખાણમાં ઘા મારવા તૈયાર થયેલા વિક્રમને તેણે કહ્યું. “અવન્તીથી આવેલા કેઈક વટેમાર્ગુને આપણું ઘરના ખુશી ખબર પૂછતાં તેણે તમારી માના મરણના ખબર આપ્યા છે.” તપાવેલી વજની સોઈ સરખું આ વચન સાંભળીને હાથથી કપાળ ઠોકીને
હા, દૈવ” એમ બેલીને વિક્રમે હાથમાંથી કેદાળ નાખી દીધી. આ કેદાળીની અણુથી જે જમીન ઉખડી તેમાંથી સવાલાખનું ચળતું રત્ન નીકળ્યું. ભમાત્ર એ રતન ઉપાડી લઈને વિક્રમ સાથે પાછો આવ્યો. અને પછી શોકના ખીલા જેવી શંકાને દૂર કરવા માટે, ખાણમાંથી રત્નો કેવી રીતે મળી શકે છે એ વૃત્તાન્ત કહીને પછી તરત જ તેની માતા જીવતી હોવાના ખુશી ખબર કહ્યા. આ રીતથી ભટ્ટમાત્રનું સહજ લેભીપણું જોઇનેપ ક્રોધથી તેના હાથમાંથી તે રત્ન વિક્રમે ઝુંટવી લીધું અને પાછે ખાણ પાસે આવ્યા; અને– એટલે હાલનું પૈઠણ દક્ષિણમાં ગોદાવરી કાઢે છે. હવે નવસાહસકચરિત વગેરે અનેક ગ્રન્થમાં વિક્રમાદિત્યની નગરીને ઉજ્જયની કહેલ છે, પણ કથા સરિસાગરમાં પ્રતિષ્ઠાનને વિક્રમાદિત્યની નગરી તરીકે ઉલ્લેખ મળે છે. ટૂંકામાં બે યુત પરંપરા હવાને સંભવ છે અને મેરૂતુંગે બે પરંપરાના વમળમાં પડીને માળવા દેશમાં પ્રતિષ્ઠાન નગરને ગોઠવવાની ગડબડ કરી છે. આ વિષે વધારે ચર્ચા માટે વિકમાઈ પ્રબંધનું પરિશિષ્ટ જુઓ. અહીં પ્રબંધચિંતામણિની એક હસ્તપ્રતમાં “અવન્તિ દેશમાં ઉજજયની પુરીમાં' એમ લખ્યું છે એટલું નેધવું જોઈએ.
૫ બ્રાહ્મણોમાં સહજ ભીપણું હોય છે એ માન્યતાને લીધે ભમાત્રને ૨. દી. શાસ્ત્રીએ બ્રાહ્મણ ગો છે, પણ મૂળમાં કોઈ જાતને સ્પષ્ટ ઉલ્લેખ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org