________________
પ્રબંધ ચિંતામણિ
પ્રકાશ પહેલે ૭% શ્રી ને નમસ્કાર, શ્રી મહાવીરને નમસ્કાર.
જેની ભારતીને ચાર મુખ હોવાથી તેનાં ચાર દ્વારા યોગ્ય છે તે શ્રી નાભિરાજાના પુત્ર, પરમપદમાં રહેલા અને સંસારને અંત કરનાર આદિતીથિંકર શ્રી ઋબભદેવજી (તમારું) રક્ષણ કરો.
જે ગુરૂને હાથે પથરા જેવા માણસને ગાળી નાખે છે તે કળાયુક્ત ચંદ્રપ્રભસ્વામી ગુરૂનું ધ્યાન કરું છું.
બુદ્ધિમાન માણસોને સહેલાઈથી બંધ થાય માટે (પ્રાચીન ગ્રન્થ૧ આ લોકમાં જે ચાર દ્વાર કહ્યાં છે તેનો ખુલાસે આ ગ્રન્થના પ્રથમ સંપાદક તથા અંગ્રેજી ભાષાંતર કર્તાએ નીચે પ્રમાણે કર્યો છે-“આદિતીર્થકરને કે. વળજ્ઞાન ઉત્પન્ન થયા પછી ઈન્દ્રાદિક દેવતા સમવસરણની રચના કરે છે. તેમાં હેલે મણિરત્નમચ, બીજે સુવર્ણમય અને ત્રીજે રમાય એ રીતે ત્રણ ગઢ રચે છે. આ પ્રત્યેક ગઢને ચાર દિશામાં ચાર દાર છે, તે લક્ષ્મીનાં દ્વાર છે એમ કહેવું યોગ્ય છે. બીજું ચોત્રીશ અતિશયના પ્રભાવથી, તીર્થકરને એક મુખ હોવા છતાં સમવસરણમાં દેશના વખતે ચારે દિશાએ બેઠેલા દેવાદિકને સન્મુખ દેખાવાથી એમની ભારતીને ચાર મુખ કહ્યાં છે તે વ્ય છે.” વળી જૈનશાસ્ત્રના (1) પ્રથમાનુયોગ (૨) કરણનુયોગ (૩) દ્રવ્યાનુયોગ (૪) અને ચરણાનુગ એ ચાર વિભાગ તે શ્રી તીર્થકરની ભારતીનાં ચાર મુખને યોગ્ય ચાર દાર એમ પણ ખુલાસો અપાય છે. જેનશાન ઉપર પ્રમાણેના ચાર વિભાગ એ દિગંબર મતને અનુસરીને કહેલા છે. પણ વેતામ્બર મત પ્રમાણે (૧) ધર્મકથાનુયોગ (૨) ગણિતાનુયોગ (૩) દ્રવ્યાનુયોગ અને (૪) ચરણકરણનુયોગ.
( જુઓ પ્રથમ આવૃત્તિનું ગુજરાતી ભાષાંતર, મૂળની શ્રીમાત્યાઃ શબ્દ ઉપરની ટિપ્પણ તથા ટોનીના અંગ્રેજી ભાષાંતરમાં પૃ. 1 ની ટિ. ૧).
૨ આ કલાકમાં પોતાના ગુરૂના ચંદ્રપ્રભ નામ ઉપરથી લેષ ર છે. ચંદ્રના કર (કિરણ)થી ચંદ્રકાન્ત નામને પથરો દ્રવે છે, એવી સંસ્કૃત સાહિત્યમાં કવિ પ્રસિદ્ધિ છે. ચંદ્ર કળાયુક્ત છે, ચંદ્રના જેવી પ્રભાવાળા આ ગુરૂ કળા યુક્ત (ચંદ્ર પટેજ ) છે અને તેના કર (હાથ)થી પથરા જેવા માણસે (નાં ચિત્ત ગુરૂએ આપેલી વિદ્યાથી) ગળી જાય છે, અને ચંદ્રકાન્તમાંથી જેમ પાણી નીકળે છે. તેમ ગુરૂને કર સ્પર્શથી પિતાના જેવા શિષ્યોના મુખમાંથી સરસ્વતીને પ્રવાહ નીકળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org