________________
[૩]
જન્મ અને બાલ્યાવસ્થા
શરદઋતુના દિવસે સામાન્ય રીતે સહામણું હોય છે, કારણ કે વર્ષાઋતુ પૂરી થઈ હોવાથી નદીનાળાં ભરેલાં હોય છે, ખેતરમાં ધાન્ય પાકેલાં હોય છે અને વન–ઉપવને લીલીછમ વનસ્પતિથી વિભૂષિત હેઈને નયનરમ્ય દશ્ય ખડું કરે છે. શરતુના આવા સોહામણું દિવસોમાં શ્રી માવજીભાઈને જન્મ થયે, એને આપણે એક સૂચક ઘટના જ લેખવી જોઈએ.
વિશેષમાં એ દિવસ ધનતેરસ એટલે ધનત્રયેદશીના શુભ પર્વને હતા, એટલે સર્વત્ર લક્ષમીપૂજન આદિ મંગલ કાર્યો થઈ રહ્યાં હતાં અને જનતાના હૃદયમાં આનંદપ્રમેદની લાગણી ઉભરાઈ રહી હતી.
એ વિ. સં. ૧૯૪૮ની સાલ હતી. ઈસ્વીસન પ્રમાણે ૧૮૯૨નું વર્ષ ચાલી રહ્યું હતું અને તેના ઓકટોબર