________________
મુંબઈમાં જૈનોની જાહેર સભા
૧૦૧ ન હેત તે તેઓ જૈન ધર્મનું શિક્ષણ આટલી સુંદર રીતે આપી શક્યા ન જ હોત, અને આવાં બોધદાયક પુસ્તક લખવાને પણ સમર્થ થયા ન જ હેત. તેમની સાથેના વર્ષોના અંગત પરિચય પરથી હું જાણી શકયે હતું કે તેમના હૃદયમાં સમ્યક્ત્ત્વને દીવડો જળહળી રહ્યા હતા અને દેવ, ગુરુ તથા ધર્મના સંબંધમાં તેમની શ્રદ્ધા ખૂબ મજબૂત હતી. - શ્રી માવજીભાઈએ છ વર્ષ કાશીમાં રહીને સદ્ગુરુની પાસે જૈન ધર્મના સિદ્ધાંતનું જ્ઞાન મેળવ્યું હતું અને સ્વાધ્યાયાદિ ઉપાયે વડે તેને વધારે તેજસ્વી બનાવ્યું હતું. એક ગૃહસ્થ ધારે તે જ્ઞાનની ઉપાસના ઘણી ઊંચી કક્ષા સુધી કરી શકે છે. આપણે ગૃહસ્થ શું કરી શકીએ ? એ નિર્માલ્ય પ્રશ્ન કેઈએ પૂછ નહિ. આપણા આગમ કહે છે કે ગૃહસ્થ પણ તત્વના ઉંડા જાણકાર હોય છે અને તેઓ આચાર્ય ભગવંતે તેમજ સાધુ-મુનિરાજે ઘણું માર્મિક પ્રશ્નો પૂછે છે. અલબત્ત, આવા ગૃહસ્થ આજે ઘણા ઓછા દેખાય છે, પણ તેમની વિદ્યમાનતા તો છે જ. ટૂંકમાં શ્રી માવજીભાઈની જ્ઞાનનિષ્ઠા ખરેખર જ્વલંત હતી અને તે ઉત્તરોત્તર વધારે જ્વલંત બની હતી.
સાત્વિક સાદું જીવન સમ્યફ ચારિત્રની આંશિક આરાધના સૂચવે છે. આવા જીવનમાંથી જ આગળ જતાં સર્વવિરતિચારિત્રના ભાવે પ્રકટે છે, જે આત્મકલ્યાણ કરવામાં અતિ ઉપયોગી નીવડે છે. તાત્પર્ય કે શ્રી માવજીભાઈ સમ્યક ચારિત્રના પણ ઉપાસક હતા અને એ રીતે તેમણે પિતાના