________________
પત્ર
૧૨૧
લઈને પિતાના તરફથી ઈનામે વહેંચતા. દિલમાં અનેક રીતે દયા, દાન, તેમના જીવનમાં પ્રવર્તતા હતા. - સં ૨૦૨૧ ચત્ર સુદિ ૩ ને રવિવારના રોજ તેમના સ્વર્ગવાસના બે માસ પૂર્વે અત્રે શિક્ષણસંઘ સંમેલન ભરાયું, તેમાં સર્વેને ભેજન આપી, તેમજ છંદ, કાવ્યપૂર્વકના અપૂર્વ વક્તવ્યથી સાહિત્યની પ્રસાદી બધાને વહેંચી ખુશી કર્યા હતા. આજે તેમને આત્મા પરભવમાં પણ જ્ઞાનોપાસક અને એ સ્વાભાવિક છે.
તેમના જીવનમાં તેમના પત્ની પણ પ્રેરણાની મૂર્તિ સમા હતા. એમનું દિલ દરિયા જેવું છે.
તેમના પુત્ર શ્રી યંતભાઈએ પણ પિતાનું મન અનેક રીતે જિતી જીવનની સુવાસ અનેક રીતે ફેલાવી છે. શાસનદેવ તેમના આત્માને ચિર શાંતિ આપે.
લિ. વિજયઅમૃતસૂરિ
તેમની સુવાસ કાયમ વિદ્યમાન રહેશે.
શ્રી નમિનાથ જૈન ઉપાશ્રય, મુંબઈ
તા. ૧૧-૭-૬૫ ધર્માનુરાગી સુશ્રાવક શ્રીયુત જયંતભાઈ તથા તમારા માતુશ્રી વગેરે જેગ ધર્મલાભ વાંચશે.
તમારા પિતાશ્રી તા. ૯-૭-૬૫ શુક્રવાર બપોરે અવસાન પામ્યાના ખબર તે જ દિવસે સાંજે અમને આપના માણસ પાસેથી મળ્યા હતા.