________________
શ્રી સિદ્ધસેન દિવાકરકૃત કલ્યાણુમંદિર સ્તોત્ર ગુજરાતી સમશ્લોકી અનુવાદસહિત
મંદાક્રાન્તાવૃત્ત
કલ્યાણના ગૃહસમ વળી પાપભેદી ઉદાર, બીધેલાને જગતભરમાં નિભીંતિ આપનાર; ફૂબંતાને ભવજલધિમાં જેહ છે તારનારી, તીર્થનાં ચરણયુગમાં વંદના છે અમારી.
. (૨) જેને બુદ્ધિ અતિશય વરી દેવગુરુ સમાન તેથી યે નવ થઈ શકે આપનાં ગુણગાન;
જે છે અગ્નિ સમ કમઠના ગર્વનાશે અધીશ, નિશે એવા જિનવર તણું હું સ્તુતિ કરીશ.
ગાવા માટે પ્રભુ તુજ ગુણો સ્થૂલરૂપે સમર્થ!' મારા જે જનગણ પ્રભુ કેમ થાયે સમર્થ ? જો કે દેખી નવ શકતું જે દિનમાં ઘૂડ પિતે, કેવી રીતે વરણવી શકે સૂર્યનું રૂપ તે તે.