________________
ભક્તામર સ્તોત્ર
૧૩૯
(૪૦)
જ્યાં ત્યાં કૂદાકૂદ કરી રહ્યા નકચક્રો ફરે છે, જેમાં મેજા અહિં તહિં બહુ જોરથી ઉછળે છે; એવા અધિમહિં કદિ અહા યાત્રિકે જે ફસાયે, સંભારે જે પ્રભુજી તમને ભીતિ તે દૂર થાય.
(૧)
અંગે જેનાં અતિશય વળ્યાં પેટના વ્યાધિઓથી, જેણે છેડી જીવન જીવવા સર્વથા આશ તેથી; તેવા પ્રાણી શરણ પ્રભુજી આપનું જે ધરે છે, તેઓ નિ જગતભરમાં દેવરૂપે ફરે છે.
(૪૨) જે કેદીના પગમહિં અરે બેડીએ તે પડી છે, માથાથી તે જકડી લઈને જાંધ સુધી જડી છે; એવાં કેદી મનુજ પ્રભુજી આપને જે સ્મરે છે, સર્વે બંધ ઝટપટ છૂટી છૂટથી તે ફરે છે.
(૩)
ગાંડા હાથી સિંહ દવ અને સર્વ યુદ્ધ થએલી, અબ્દિકેરી ઉદર દરેદે બંધને કે બનેલી; એવી ભીતિ ઝટપટ બહુ તેમની તે હરે છે, જેઓ તારૂં સ્તવન પ્રભુજી પ્રેમથી રે કરે છે.