Page #1
--------------------------------------------------------------------------
________________
સૌશલ્યમૂર્તિ શ્રી માવજી દામજી શાહ
Gજીવ સ્મૃતિ
૦૦૦૦૦૦૦
Page #2
--------------------------------------------------------------------------
________________
(NSSN's S&MIN NETAN RANNIN/ evere.દરર૯-ક 66.6 બ્દિકોષ્ટક દળગદર
ૌજન્યમૂ*િ શ્રી માવજી દામજી શાહ
જીવનસ્મૃતિ
Msg Verboste Islarla
પ. પૂ. આચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી
મહારાજના બે બોલ સાથે
3WS
LNAIAKKALAINATTAATALMKLIMATSTAKAALATAALATTIAAAA
છëoskoems
લેખક તથા સંપાદક
શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહ
Vestkabesenes Veste
Sensorensenensesensenonate 19.ouT9195
Page #3
--------------------------------------------------------------------------
________________
GOOG
શ્રી માવજી દામજી શાહ જીવનસ્મૃતિ પ્રકાશનસમિતિ વતી
પ્રકાશક
શ્રી ધીરજલાલ ટાકરશી શાહ લધાભાઈ ગુણપત ખીલ્ડીંગ ચીંચબંદર, સુંબઇ – ૯
આવૃત્તિ પહેલી વિ. સ. ૨૦૨૧ : સને ૧૯૬૫
મુદ્રક : મણિલાલ છગનલાલ નવપ્રભાત પ્રીન્ટીંગ પ્રેસ, ધીકાંટા
શાહે
અમદાવાદ
GOOG
acacio
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
સંત શ્રી માવજી દામજી શાહ જન્મ-ભાવનગર
અવસાન-મુંબઈ સં. ૧૯૪૮, આસે વદિ ૧૩ સં. ૨૦૨૧ના અષાડ સુદિ ૧૧
Page #6
--------------------------------------------------------------------------
________________
न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते ।
ઉપહાર
•••••••••••••••••••••••••••••••
.
.
.
સપ્રેમ ભેટ
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકનું નિવેદન
સદ્ગત સૌજન્યમૂર્તિ શ્રી માવજી દામજી શાહની જીવનસ્મૃતિનું આ લઘુ પુસ્તક પાઠકેાના કરકમલમાં સમર્પિત કરતાં અમને અતિશય આનંદ થાય છે.
સાહિત્ય – પ્રકાશનમાં જીવનચરિત્રાનું વિશિષ્ટ સ્થાન છે. તેમાં યે જેણે જીવનભર શિક્ષણ અને સાહિત્યની જ ઉપાસના કરી હાય, તેનું ચરિત્ર વિશેષ મનનીય નીવડે છે. અમને સંપૂર્ણ આશા છે કે પ્રસ્તુત પુસ્તકમાં શ્રી માવજીભાઈના જીવનચરિત્ર અંગે જે સામગ્રી પ્રગટ કરવામાં આવી છે, તે પાકાતે · સાદા જીવન અને ઉચ્ચ વિચાર ’ની પ્રબળ પ્રેરણા કરશે.
શ્રી માવજીભાઈ સદ્ગત થતા પછી તેમને જે ભવ્ય શ્રદ્ધાંજલિ અપાઈ, તે મા તુ આ માં કરવામાં મોડ છે, ઉપરાંત તેમણે શ્રી ભક્તામર અને કલ્યાણમદિર તેંત્રનાં જે ભાવવાહી પદ્યાનુવાદેા કરેલા, તે પણ આ પુસ્તકમાં દાખલ કરેલા છે.
પ્રસ ંગેાચિત ચિત્રા આ પુસ્તકની શાભાનું એક અનેરું અંગ ખની રહેશે.
શ્રી જયંત એમ. શાહે આ પુસ્તકના પ્રકાશનમાં જે રસ દાખવ્યેા છે તથા પ. પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયધ`સૂરીશ્વરજી મહારાજે અમારી વિનંતિને માન આપીને એ મેલ લખી આપ્યા છે, તે માટે તેમના ખાસ આભાર માનીએ છીએ.
--પ્રકાશક,
Page #8
--------------------------------------------------------------------------
________________
॥ ॐ ही अहं श्री शंखेश्वर पार्श्वनाथाय नमः ।।
બે બેલ જે ભાઈ માટે બે બેલ લખું છું, તે ભાઈ એક શ્રમણોપાસક ગૃહસ્થ હતા અને લખનાર હું સાધુ છું. કોઈ પણ શ્રાવક માટે સાધુપદે વિદ્યમાન કોઈ પણ મહાનુભાવ કાંઈ પણ લખે અથવા બેલે, ત્યારે સ્વાભાવિક પ્રશ્ન થાય કે સાધુ મુનિરાજ અવિરતિવંત અથવા દેશવિરતિધર શ્રદ્ધાસંપન્ન શ્રાવક માટે અનુમોદના કિંવા પ્રશંસા સ્વરૂપે કાંઈ બોલે તેમજ લખે તો તે ઉચિત ગણાય ખરું? સાધુ મુનિરાજને અવિરતિની અનુમોદનાને દોષ લાગે ખરે?
આ બાબત ટુંકમાં એટલું જ કે કોઈ પણ સાધુપદની મર્યાદાને સમજનાર સાધુ કોઈ પણ શ્રાવકમાં વર્તતા રત્નત્રયીને અનુકૂલ ગુણની અનુમોદના સુખેથી કરી શકે છે. અને એવી અનુમોદના આઠ પ્રકારના દર્શનાચાર પૈકી પાંચમે દર્શનાચાર છે.
સ્વ. માવજીભાઈ વર્તમાનકાળના શ્રાવકસંઘમાં એક આદર્શ શ્રાવક હતા. તેમના જીવનમાં જેનશાસન પ્રત્યે અવિચલ શ્રદ્ધા હતી, દેવ – ગુરુ – ધર્મના તેઓ પરમ ઉપાસક હતા અને દેવદર્શનેપૂજા – ભાયિક તેમજ યથાશકિત વ્રત-નિયમ એ તેમના જીવનને નિરંતર દેનિક ધાર્મિક કાર્યક્રમ હતો.
નાની ઉંમરથી જ તેઓ સુવિહિત સાધુઓના સંસર્ગમાં રહેવાનું ખાસ પસંદ કરતા અને એ કારણે શ્રદ્ધાપૂર્વકની ધમ આરાધનામાં બાલ્યકાળથી જોડાયા હતા. બાલ્યવયમાં યથાયોગ્ય વ્યાવહારિક શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ યૌવનના પ્રારંભથી જ કાશી – બનારસ જેવા વિદ્યાની ઉપાસનાના કેન્દ્રધામમાં રહીને શાસ્ત્રવિશારદ સ્વ. આચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી સ્થપાયેલ પાઠશાળા દ્વારા ધર્મશાસ્ત્રો ઉપરાંત સંસ્કૃત વ્યાકરણ, ન્યાય, સાહિત્ય તેમજ પ્રાકૃત ભાષાના તેઓ સારા અભ્યાસી તરીકે તૈયાર થયા હતા
Page #9
--------------------------------------------------------------------------
________________
પિતે પ્રાપ્ત કરેલ જ્ઞાન ફક્ત પોતાના ઉપયોગ પૂરતું તેમણે સાચવી રાખ્યું ન હતું, પરંતુ મુંબઈની બાબુ પન્નાલાલ હાઈસ્કૂલમાં લગભગ સુડતાલીશ વર્ષ સુધી મુખ્ય ધાર્મિક શિક્ષક તરીકેના સ્થાનને શોભાવી હજારે જૈન બાળામાં ધાર્મિક શિક્ષણ દ્વારા ધર્મશ્રદ્ધાના અને ધાર્મિક આચાર– વિચારેના પાયા રોયા હતા. આજે મુંબઈમાં સંખ્યાબંધ એવી આગેવાન વગેરે વ્યક્તિઓ છે કે જેઓ આ બાબતમાં સદ્દગત માવજીભાઈના ઉપકારને હરહંમેશ યાદ કરે છે.
માવજીભાઈના જ્ઞાનને લાભ અનેક સાધુ – સાધ્વીઓને પણ સારા પ્રમાણમાં મળે છે. કોઈ પણ સાધુ – સાધ્વીને સંસ્કૃત વિગેરે અભ્યાસ કરે હોય તો માવજીભાઈ ગમે તે રીતે સમય મેળવીને અભ્યાસ કરાવવા માટે હંમેશા તત્પર રહેતા હતા અને એ રીતે સાધુ – સાવીની ભક્તિને લાભ મળવા બદલ પોતાની જાતને ધન્ય માનતા હતા.
સદ્ગત માવજીભાઈને કવિત્વશક્તિની કુદરતી બક્ષિસ હતી. કઈ પણ સમારંભ અથવા પ્રસંગને અનુસરતું કાવ્ય બનાવવું હોય તો તેમની કલમ અખલિત કામ આપતી હતી. તેમણે પિતાના જીવન દરમ્યાન અનેક કાવ્યો, કવિતાઓ ઉપરાંત નાની નાની પુસ્તિકાઓ તૈયાર કરવા દ્વારા આમજનતાને શિષ્ટ સાહિત્યની ભેટ ધરી છે.
દેવદર્શન, પ્રભુપૂજા, સામાયિક વગેરે ધાર્મિક પ્રવૃત્તિ તેમજ ધર્મ શાસ્ત્રના અભ્યાસ વગેરેની જીવનમાં ઘણી જરૂર છે, અને તેના ફળસ્વરૂપે અંતરાત્મામાં ક્ષમા, સરલતા, નમ્રતા, સહનશીલતા વગેરે સગુણની સુવાસ પ્રગટ થાય તો જ ધાર્મિક પ્રવૃત્તિ કે ધર્મશાસ્ત્રોને અભ્યાસ એ વાસ્તવિક ગણાય છે. સદ્દગત માવજીભાઈમાં સદ્દગુણોની સુવાસ ઠીક ઠીક પ્રમાણમાં પ્રગટ થયેલી હતી. તેમની છેલ્લી લાંબી માંદગી પ્રસંગે ૧૫-૨૦ દિવસે કે મહિને-બે મહિને જ્યારે જ્યારે તેમની પાસે મારે જવાનું થયેલ, ત્યારે ત્યારે મને આ બાબતને યથોચિત અનુભવ છે. વધુ પડતી માંદગીના પ્રસંગમાં પણ સમભાવ
Page #10
--------------------------------------------------------------------------
________________
ટકી રહેવો, પંચપરમેષ્ઠિમય નવકાર મહામંત્રનું સ્મરણ ચાલુ રાખવું, શ્રી – પુત્રાદિ સ્વજનો ઉપરને મમત્વ ભાવ ઘટી જવો અને છેવટે અરિહંત – અરિહંતના ધ્યાનમાં જ આયુષ્યની સમાપ્તિ થવી, એ જ જીવનનું સાચું સરવૈયું છે. એ સાચા સરવૈયાના અમુક પ્રમાણમાં પણ તેઓ અધિકારી બની શકયા હતા.
બીજમાં મધુરતા હોય તો ફળમાં પણ પ્રાયઃ અવશ્ય મધુરતા આવે; એ ન્યાય પ્રત્યેક પિતા – પુત્રમાં લાગુ પડે એવો એકાંત નિયમ હતો નથી, એમ છતાં સ્વ. માવજીભાઈના સુપુત્ર શ્રી જયંતભાઈ જેઓ આજે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને સરસ પ્રેકટીસ ધરાવવા સાથે ધર્મની ભાવનામાં પણ પ્રગતિશીલ છે, તેમની અપેક્ષાએ તે એ ન્યાય અવશ્ય લાગુ પડેલ છે.
જયંતભાઈને માટે માવજીભાઈ જેમ આદર્શ પિતા હતા; તે પ્રમાણે સદ્ગત માવજીભાઈ માટે જયંતભાઈએ એક આદર્શ પુત્ર તરીકે નામના મેળવી છે. આટલે ઈંગ્લીશ અભ્યાસ અને આટલી સુંદર ધંધાની પ્રેકટીસ છતાં ગૃહસ્થાશ્રમની અપેક્ષાએ માતા - પિતાને તીર્થ તરીકે માનનાર અને માંદગી વગેરે પ્રસંગે અવિરત સેવા – ચાકરી કરનાર જયંતભાઈ જેવા સુપુત્ર કેઈક પુન્યવંત પિતાને જ પ્રાપ્ત થતા હશે. જયંતભાઈ આજે બાહ્ય તેમજ અંતરંગ દૃષ્ટિએ જે વિકાસ સાધી શક્યા છે, તેનું મુખ્ય કારણ તે સ્વ. માવજીભાઈએ નાની ઉંમરથી જ પોતાના સંતાનને આપેલ સંસ્કાર અને શુભાશિષને વારસો છે.
સગત માવજીભાઈને આત્મા આજે જ્યાં હોય ત્યાં પોતાના આત્મવિકાસની વધુ સાધના કરે અને ત્યાં રહ્યા રહ્યા પોતાના કુટુંબ પરિવારને આત્મકલ્યાણની પ્રેરણાનું અમીપાન આપ્યા કરે, એ જ શુભ ભાવના. વિ. સં. ૨૦૨૧ ના આ . વદિ ૨, તા. ૧૨–૧૦–૬૫
- વિજયધર્મસૂરિ મુંબઈ
Page #11
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમ
જીવનસ્મૃતિ
પૃષ્ઠ ક્રમાંક
૧ આમુખ ૨ પૂર્વકથા કે જન્મ અને બાલ્યાવસ્થા ૪ પુરુષને સમાગમ ૫ વિશેષ વિદ્યાભ્યાસ ૬ શિક્ષકપદને સ્વીકાર ૭ લેખન – પ્રકાશન – પ્રવૃત્તિ ૮ કૌટુંબિક જીવન ૮ જીવનસાથી ૧૦ પિતૃભક્તિને પુણ્ય પ્રકાશ .. ૧૧ નિવૃત્તાવસ્થા ૧૨ વ્યક્તિત્વ .. ૧૩ અંતિમ દિવસે ... ..
શ્રદ્ધાંજલિ ૧૪ મુંબઈમાં જૈનોની જાહેર સભા ૧૫ સામયિક ને .. ૧૬ ઠરાવો ૧૭ પત્ર
વિશેષ ૧૮ શ્રી ભક્તામર સ્તોત્રને પદ્યાનુવાદ ૧૯ શ્રી કલ્યાણમંદિર સ્તોત્રને પદ્યાનુવાદ ...
: : : : : : : : : : : : :
૧૦૬
: : : :
૧૧૪
:
•••
.
૧૨૯ ૧૪૧
Page #12
--------------------------------------------------------------------------
________________
સૌજન્યમૂર્તિ
શ્રી માવજી દામજી શાહે
જીવનસ્મૃતિ
Page #13
--------------------------------------------------------------------------
Page #14
--------------------------------------------------------------------------
________________
[૧]
આ
મુ ખ
જૈન મહાપુરુષોએ કહ્યું છે કે “ગુણવાન મનુષ્યોને જોઈને હૃદયમાં આનંદ અનુભવ, તેમના ગુણની વારંવાર પ્રશંસા તથા અનુમોદના કરવી. જે આત્મા ગુણવાની મનવચન-કાયાથી પ્રશંસા અનુમોદના કરે છે, તે સ્વયં–ગુણવાન બનીને ભવસાગર તરી જાય છે.” ગુણાનુરાગી થવા માટે આથી વધારે સુંદર ઉદ્દબોધન બીજું કયું હોઈ શકે ?
હિંદુ ધર્મમાં ગુરુ દત્તાત્રેયની કથા આવે છે, તેને સાર પણ એ જ છે કે “જ્યાં ગુણ દેખાય ત્યાંથી ગ્રહણ કરવા, તેમાં જરા પણ સંકેચ રાખવે નહિ.”
મહાકવિ ભવભૂતિએ પિતાની લાક્ષણિક છટામાં કહ્યું छे है ‘गुणाः पूजास्थानं गुणिषु, न च लिङ्गं न च वयः।' ગુણવાનેમાં ગુણે એ જ પૂજાનું સ્થાન છે, નહિ કે તેમને વેશ યા તેમનું વય. તાત્પર્ય કે એક મનુષ્ય સામાન્ય સ્થિતિને હોય, પરંતુ તે ગુણથી અલંકૃત હેય, તે તેનું
Page #15
--------------------------------------------------------------------------
________________
જીવનસ્મૃતિ સન્માન-બહુમાન કરવું, એ આપણું ખાસ કર્તવ્ય છે. તેનાથી આપણું પોતાનું પણ હિત જ સધાય છે. - સદ્દગત શ્રી માવજી દામજી શાહ સામાન્ય સ્થિતિના ગૃહસ્થ હતા, પણ તેમણે પોતાના જીવનને અનેકવિધ ગુણેથી અલંકૃત કર્યું હતું અને હજારો વિદ્યાથીઓના જીવનશિલ્પી બની એક આદર્શ શિક્ષકની ખ્યાતિ પ્રાપ્ત કરી હતી, એટલે જ અમે આજે તેમના જીવનની બે ગરવી. ગાથાઓ ગાવાને તત્પર થયા છીએ. અમને આશા છે કે તેમની આ જીવનસ્કૃતિ અનેક આત્માઓને સાત્વિક–સફલ જીવનની પ્રેરણાનાં પીયૂષ પાશે અને વિકાસન્મુખ થવામાં સહાયભૂત થશે.
અહીં એટલી સ્પષ્ટતા કરવી જોઈએ કે સદ્ગત શ્રી માવજીભાઈએ જે પિતાની આત્મકથા લખી હોત તે આપણને ઘણું ઘણું જાણવાનું મળત, પરંતુ એક યા બીજા કારણે તેમણે તેમ કર્યું નથી. આમ છતાં તેમના પ્રકાશને, લેખો અને કાવ્યે તેમની અમર સ્મૃતિ મૂકી ગયા છે, અને મુખ્યત્વે તેના આધારે જ અમે આ જીવનસ્મૃતિ તૈયાર કરી છે.
Page #16
--------------------------------------------------------------------------
________________
[૨] પૂર્વ કથા
સૌરાષ્ટ્રની ભૂમિ સદા સેાહાગણ છે. તેણે આજ સુધીમાં અનેક મહાપુરુષ, શૂરવીરા, શાયરા અને સાક્ષરાને જન્મ આપ્યા છે અને હજી પણ આપતી જ રહી છે.
સમસ્ત ભૂમંડળમાં અમર નામના પેદા કરનાર મહાત્મા ગાંધીજી તેના જ પનાતા પુત્ર હતા. મહાકવિ ''નાલાલ, કલાપી, એટાદકર, મેઘાણી વગેરે આ જ ધરતી ધાવણ ધાવ્યા હતા. અને જૈન સમાજના અનેક લેખકાએ તથા વિચારકોએ પણ આ જ મહીમાતાનું પયપાન કર્યુ હતુ.
સૌરાષ્ટ્રના ગાહિલવાડ જીલ્લા પ્રાચીન કાલની અનેક સ્મૃતિના ખ્યાલ આપી જાય છે. શાશ્વત ગિરિરાજ શ્રી શત્રુંજય તેની જ ભૂમિ પર અડગ ઊભેલે છે કે જેની સ્પર્શના શ્રી નેમિનાથ ભગવાન સિવાયના ત્રેવીશ તીર્થંકર ભગવતાએ તથા અસંખ્ય મહાપુરુષોએ કરેલી છે. તેની નજીકમાં રહેલા કિરિ એક કાલે રસાયણવિદ્યાનું પરમ ધામ હતા. સિદ્ધ
Page #17
--------------------------------------------------------------------------
________________
જીવનસ્મૃતિ નાગંજીને અનેક પ્રકારની રસસિદ્ધિઓ અહીં જ કરેલી. મહુવા અને ઘંઘા પ્રસિદ્ધ બંદરે હતાં અને તેના વહાણવટીઓ સાત સાગરની સફર કરીને અહીં પુષ્કળ ધનમાલ લઈ આવતા.
ભાવનગર ગોહિલ રજપૂતના સત્તાસમયમાં વસ્યું, પણ તે એવા શુભ મુહૂર્ત વસ્યું કે તેને સિતારે દિનપ્રતિદિન સતેજ થતું ગયું અને તેના અધિપતિઓના યશ તથા ગૌરવમાં વધારે કરતે ગયે. આજે તો ભાવનગર સૌરાષ્ટ્રનું એક અગ્રગણ્ય શહેર ગણાય છે તથા વિદ્યા અને સંસ્કારી પ્રવૃત્તિઓનું ધામ મનાય છે.
તે સમયે ભાવનગરમાં શ્વેતામ્બર મૂર્તિપૂજકોનાં ૨૫૦૦ થી ૩૦૦૦ જેટલાં ઘરે હતાં કે જે મહાજન રૂપે રાજ્યમાં ઘણું માન ધરાવતાં અને પ્રજાના અન્ય વર્ગ પર પણ સારું એવું વર્ચસ્વ ભેગવતાં. આલિશાન મંદિર, વિશાળ ઉપાશ્રયે તથા જ્ઞાનદાયક પાઠશાળાઓથી અલંકૃત આ શહેરમાં જન સાધુ-સાધ્વીઓની અવરજવર સારા પ્રમાણમાં રહેતી, એટલે લેકેની ધર્મભાવનાને ખૂબ રંગ ચડત અને પૂજાપ્રભાવનાદિ કા નિરંતર ચાલુ રહેતાં. વિશેષમાં જૈન ધર્મની પ્રભાવના નિમિત્તે સાહિત્ય-પ્રકાશન આદિ પ્રવૃત્તિઓ પણ હાથ ધરાતી કે જેમાંથી કાલક્રમે જનધર્મ પ્રસારક સભા, જૈન આત્માનંદ સભા તથા શ્રી યશોવિજ્યજી જૈન ગ્રંથમાળા જેવી પ્રાણવાન સંસ્થાઓ પ્રકટી નીકળી અને સંસ્કૃત, પ્રાકૃત તથા ગુજરાતી ભાષાનાં સંખ્યાબંધ પ્રકાશને કરવાને સમર્થ નીવડી.
Page #18
--------------------------------------------------------------------------
________________
પૂર્વકથા
ધીમે ધીમે ભાવનગર વ્યાપારનુ એક સારું કેન્દ્ર બન્યું હતુ, એટલે આસપાસનાં ગામામાંથી માણસે અહીં રાજી રળવાને આવતા અને સંચેગા અનુકૂળ લાગે તે સ્થિર થઇ જતા. આ રીતે શ્રી માવજીભાઈના વડવાઓ શિહારથી અહી આવીને વસ્યા હતા અને પરચૂરણ ધંધા-ધાપા કરીને પોતાનું
ગુજરાન ચલાવતા હતા.
७
સામાન્ય સ્થિતિમાં પણ મનુષ્ય આનંદમય સુખી જીવન ગાળી શકે છે, પણ તેની શત્ એટલી જ કે તેણે સ ંતાષવૃત્તિ કેળવેલી હાવી જોઈ એ. જે મનુષ્યને સ ંતાષ નથી, તેને કૈલાસ પત જેવડા સુવણૅના ડુંગરી પણુ આનંદ આપી શકતા નથી. શ્રી માવજીભાઈના વડવાઓ સામાન્ય સ્થિતિમાં પણુ આનંદમય જીવન જીવતા હતા. તેનુ' ખરૂ રહસ્ય આ જ હતું. તેઓ એકદર આખરૂભર્યું જીવન ગોળતા હતા.
આજે જ્ઞાતિઓનુ મહત્ત્વ રહ્યું નથી અને ઉચ્ચ નીચની ભાવના માટે ભાગે એસરી ગઇ છે, પણ એ જમાનામાં જ્ઞાતિ એક બળવાન તત્ત્વ હતુ', એટલે શ્રી માવજીભાઇના વડવાઓ વીશા શ્રીમાલી જ્ઞાતિના હેવા માટે ગૌરવ ધારણ કરતા હતા. જેનેા વ્યવહાર વીસ વસા હાય, એટલે કે સેાળ આની હાય તે વીસા અને જેના પૂર્વજો રાજસ્થાનના શ્રીમાલ નગરથી આવ્યા હૈાય તે શ્રીમાલી.
શ્રી માવજીભાઈના કયા વડવા શિહેારથી ભાવનગર આવ્યા, તેના નિર્ણય થઇ શકતા નથી; પરંતુ શ્રી કેશવજીભાઈ
Page #19
--------------------------------------------------------------------------
________________
જીવનસ્મૃતિ
તથા તેમના પુત્ર શ્રી જૂઠાભાઈ ભાવનગરમાં જ રહેતા હતા, એ નિશ્ચિત છે.
શ્રી જૂઠાભાઈના પુત્રે જેઠાભાઈ જેચંદભાઈ અને દામજીભાઈ હતા.
શ્રી જેઠાભાઈને શ્રી કુંવરજીભાઈ નામના એક પુત્ર અને મેંઘીબહેન નામનાં એક પુત્રી હતાં; શ્રી જેચંદભાઈને શ્રી માણેકચંદભાઈ નામના એક પુત્ર હતા; અને શ્રી દામજીભાઈને શ્રી માવજીભાઈ નામના એક પુત્ર અને શ્રી મણિબહેન નામનાં એક પુત્રી હતાં.
શ્રી દામજીભાઈનાં સુશીલ ધર્મપત્નીનું નામ પૂરીબહેન હતું. શ્રી મણિબહેનના જન્મ પછી ઘણાં વર્ષે તેમની કુક્ષિએ એક પુત્રરત્નને જન્મ થયે હતું અને તે અન્ય કોઈ નહિ, પણ આ જીવનસ્મૃતિના નાયક શ્રી માવજીભાઈ પોતે જ હતા.
Page #20
--------------------------------------------------------------------------
________________
[૩]
જન્મ અને બાલ્યાવસ્થા
શરદઋતુના દિવસે સામાન્ય રીતે સહામણું હોય છે, કારણ કે વર્ષાઋતુ પૂરી થઈ હોવાથી નદીનાળાં ભરેલાં હોય છે, ખેતરમાં ધાન્ય પાકેલાં હોય છે અને વન–ઉપવને લીલીછમ વનસ્પતિથી વિભૂષિત હેઈને નયનરમ્ય દશ્ય ખડું કરે છે. શરતુના આવા સોહામણું દિવસોમાં શ્રી માવજીભાઈને જન્મ થયે, એને આપણે એક સૂચક ઘટના જ લેખવી જોઈએ.
વિશેષમાં એ દિવસ ધનતેરસ એટલે ધનત્રયેદશીના શુભ પર્વને હતા, એટલે સર્વત્ર લક્ષમીપૂજન આદિ મંગલ કાર્યો થઈ રહ્યાં હતાં અને જનતાના હૃદયમાં આનંદપ્રમેદની લાગણી ઉભરાઈ રહી હતી.
એ વિ. સં. ૧૯૪૮ની સાલ હતી. ઈસ્વીસન પ્રમાણે ૧૮૯૨નું વર્ષ ચાલી રહ્યું હતું અને તેના ઓકટોબર
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૦
જીવનસ્મૃતિ માસની ૧૮મી તારીખ આ જગત પર પિતાને પ્રભાવ પાથરી રહી હતી.
એ વખતે ઉત્તરાફાલગુની નક્ષત્ર હતું અને ઐન્દ્ર નામના ગ હતો.
શ્રી માવજીભાઈની જન્મકુંડલી અમે જોઈ છે. તેનું ફલાદેશ એક જ્યોતિષી મિત્રે નીચે પ્રમાણે કહેલું છે ?
આ કુંડળીમાં ગુરુગ્રહ વકદષ્ટિએ રહીને પિતાની રાશિ ભેગવે છે. કર્મભુવનને અધિપતિ ગુરુગ્રહ લગ્નમાં રહેવાથી, તેમજ લગ્નમાં રહેલે ગુરુ દશમા કર્મભુવનને શુભ વેધ કરતે હેવાથી રાજગ જેવું ફળ આપનાર છે.
આ ગુરુની સારી અસરથી ધર્મભાવના શુદ્ધિવાળી ભગવાય, પ્રતિદિન શુભપ્રવૃત્તિમાં પિતાને પુરુષાર્થ કેળવાય અને તર્કશક્તિ ઉત્તમ પ્રકારની હોય. તે એક સારે કવિ બની સુંદર નામના મેળવી શકે.
ભાગ્ય અને ધર્મભુવનને અધિપતિ મંગળ ગ્રહ લાભભુવનમાં અગિયારમે હોવાથી પિતાનું જીવનઘડતર પિતાના બળે કરે. મિત્રે એકંદરે સારા હોય.
વળી ચંદ્ર શનિ સાથે રહેવાથી માનસિક વલણ ત્યાગવૃત્તિ તરફ રહે અને સુંદર ધાર્મિક જીવન ગાળી શકે.
બીજા ભુવનને અધિપતિ મંગળ ગ્રહ ઉચને હેવાથી
Page #22
--------------------------------------------------------------------------
________________
જન્મ અને માલ્યાવસ્થા
૧૧.
વાણીવિલાસ ઉત્તમ પ્રકારના હાય અને તે બીજાને ધ પમાડી શકે.
વર્ષોં છર સુધીનું પૂર્ણ આયુષ્ય ભાગવાય.
હવે પછીની પંક્તિઓમાં શ્રી માવજીભાઈની જીવનસ્મૃતિનુ જે ચિત્ર દોરવામાં આવ્યું છે, તે પરથી સ્પષ્ટ સમજાશે કે આ ફલાદેશ મહદ્ અંશે સાચુ પડયું છે અને તે એમના જીવનને યશકીતિ આપનારું નીવડયું છે.
મનના આનંદ એ જ સાચેા ઉત્સવ છે, એમ માનીએ તા શ્રી માવજીભાઈના જન્મે આનંદની લાગણી પ્રગટાવી હતી.
જૈનશાસ્ત્રોમાં કહ્યું છે કે આ દેશ, ઉત્તમ કુલ, પંચેન્દ્રિયની પૂર્ણતા તથા દીર્ઘાયુષ્ય પુણ્યના યાગ હાય તા જ પામી શકાય છે, એટલે શ્રી માવજીભાઈને આપણે પરમ પુણ્યવાન માનવા જોઈએ, કારણ કે તેમને આ ચારેય વસ્તુ પ્રાપ્ત થઈ હતી.
શ્રી માવજીભાઈને પાંચ વર્ષની ઉંમર થતાં વ્યાવહારિક શિક્ષણ આપવા માટે સ્થાનિક સર ભગવતસિહજી પ્રાયમરી સ્કૂલમાં બેસાડવામાં આવ્યા. શ્રી માવજીભાઈએ આ શાળામાં નિયમિત જવા માંડયું અને લખવા-વાંચવામાં કુશળતા પ્રાપ્ત કરી લીધી. તે સાથે ઇતિહાસ-ભૂગાળમાં રસ દાખવી એક સારા વિદ્યાર્થીની ખ્યાતિ પ્રાપ્ત કરી. તેઓ શિક્ષકને ચાહતા હતા, શિક્ષક તેમને ચાહતા હતા.
Page #23
--------------------------------------------------------------------------
________________
-૧૨
જીવનમૃતિ
- આ જમાને સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ઘમઘમને હતું, એટલે વિદ્યાથીઓ શિક્ષકથી બીતા અને બને ત્યાં સુધી તેમની સાથે વાત કરવાને પ્રસંગ ટાળતા. પરંતુ શ્રી માવજીભાઈ તેમાં અપવાદરૂપ નીવડયા. તેઓ શિક્ષકને વિદ્યાગુરુ માની તેમને વિનયપૂર્વક નમન કરતા, તેમની સાથે નિર્ભયતાથી વાત કરતા અને જે બે સવાલ પૂછવા જેવા લાગે તે પૂછી પણ લેતા. અન્ય વિદ્યાથીએ તેમનું આ વર્તન જોઈ આશ્ચર્ય પામતા.
શ્રી માવજીભાઈએ આ શાળામાં રહીને ચાર ગુજરાતી ચેપડીને અભ્યાસ પૂરો કર્યો, પણ દરમિયાન જે દુર્ઘટના બની, તેણે એમના જીવનને ખૂબ જ એશિયાળું બનાવી દીધું. એ દુર્ઘટના હતી માતા અને પિતાનું શેડા થોડા સમયના અંતરે અકાળ અવસાન. સાત વર્ષનાં બાળકને માથેથી માતા-પિતાની શીળી છાય ખેંચાઈ જાય, ત્યારે તેની હાલત કેવી થાય, એ કહેવાની જરૂર છે ખરી ? મેટી બહેન સાસરે હતાં. અન્ય ભાઈભાંડુંઓ હતાં નહિ, એટલે આ જગતમાં તેમની સ્થિતિ ઘડીભર તે “ઉપર આભ અને નીચે ધરતી” જેવી થઈ પડી હતી, પરંતુ કુટુંબીજનેએ પિતાનું કર્તવ્ય વિચારી તથા તેમના પ્રત્યે રહેમ દાખવી, તેમને પિતાની સાથે રાખ્યા અને એ રીતે તેમની જીવનનૈયા સંસારસાગરમાં આગળ વધી.
આ જ અરસામાં છપ્પનિયા દુકાળે દેખાવ દીધું. અને
Page #24
--------------------------------------------------------------------------
________________
જન્મ અને બાલ્યાવસ્થા
૧૩.
સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં હાહાકાર મચી ગયે. મૂઠી ધાન્ય મેળવવા માટે માણસે જ્યાં ત્યાં રખડવા લાગ્યા, અને તેની પ્રાપ્તિ ન થતાં વૃક્ષો વગેરેનાં પાંદડાં ખાઈને પિતાને નિર્વાહ કરવા લાગ્યા. પરંતુ આમ કેટલે વખત ચાલે? એ ભીષણ દુષ્કાળે જોતજોતામાં લાખો મનુષ્યના પ્રાણ હરી લીધા અને માત્ર પુણ્યશાળીઓ જ બાકી રહ્યા. શ્રી માવજીભાઈ તેમાંના એક. હતા, એટલે આપણે તેમનું અભિવાદન કરીએ.
Page #25
--------------------------------------------------------------------------
________________
[૪] સત્પુરુષને સમાગમ
રજાના દિવસેા હતા. તે પસાર કરવા માટે શ્રી માવજીભાઈ પેાતાની બહેનને ત્યાં પાલીતાણા આવ્યા હતા. વાચક એ તે જાણી ચૂક્યા છે કે શ્રી માવજીભાઈ ને મણિબહેન નામે એક બહેન હતાં. તેમનાં લગ્ન પાલીતાણાનિવાસી શેઠ મેાહનલાલ વારા સાથે થયાં હતાં. મણિબહેન ઉંમરે શ્રી માવજીભાઈથી ખાર-ચૌદ વર્ષ માટાં હતાં, એટલે તેમને પેાતાના નાનેરા ભાઇ માટે કેટલા પ્રેમ-કેટલા સ્નેહ હાય, એ સમજી શકાય એવું છે. શ્રી મણિબહેન તેમને ખૂબ સાચવતાં અને તેમના વખત આનંદમાં પસાર થાય તે માટે પૂરતી કાળજી રાખતાં. બહેનના પ્રેમમાં પેાતાના સમય કેમ પસાર થાય છે, તેની તેમને ખખર પડતી નહી.
શ્રી માવજીભાઈ અહીં આવ્યા પછી રાજ સિદ્ધગિરિની યાત્રા કરવા જતા અને આજે પણ પુન: યાત્રા માટે જ પ્રયાણ કર્યું હતું. લગભગ ખાર વાગ્યાના સુમારે જ્યારે તેઓ એ પવિત્ર ગિરિરાજ પરથી નીચે ઊતરી તળેટીએ
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૫
સત્પુરુષના સમાગમ
ભાતુ વાપરવા બેઠા હતા, ત્યાં એક લાલ પાઘડી પહેરેલા આધેડ વયના પુરુષે તેમની સામે જોયુ, ક્ષણભર દૃષ્ટિ સ્થિર કરી અને પછી નજીક જઈ પ્રશ્ન કરતાં નીચે મુજબ વાર્તાલાપ થયા.
:
‘તમારુ નામ શું છે ભાઈ ? ?
'
‘ માવજીભાઈ.’
· ક્યાંથી આવે છે? ’
૮ ભાવનગરથી.’
ન્યાતે કેવા છે ?
· વીશા શ્રીમાલી જૈન.
:
પિતા શું કરે છે ? ’
તેઓ થાડા વખત પહેલાં જ ગુજરી ગયાં.’
:
માતા તેા છે ને?”
· તે પણ ઘેાડા વખત પહેલાં જ ગુજરી ગયાં છે.’
આ શબ્દો ખોલતાં શ્રી માવજીભાઈની આંખમાં ઝળ
અળીયાં આવી ગયાં.
‘ અહીં શું કરે છે ? ’
6
બહેનને ત્યાં રજા ગાળવા આવ્યા છુ’
"
કયાં સુધી અભ્યાસ કર્યાં છે? ’
· ચાર ગુજરાતી પૂરી કરી.’
‘હવે શું કરવાના છે ? ?
'
• કંઈ નક્કી નથી.’
Page #27
--------------------------------------------------------------------------
________________
જીવનમૃતિ એમ કેમ? હજી તે તમારી ઉંમર ભણવાની છે.” “પણ ભણવાના સંજોગે જોઈએને?” “શું તમારી પિતાની ઈચ્છા ભણવાની છે ખરી !
“કેટલું ભણવાની ?” જેટલું ભણી શકાય તેટલું ભણવાની.” તે માટે બહારગામ રહેવાનું થાય તે રહેશે ખરા ?” “હાજી. મારે તે ભણવું જ છે.”
તે એમ કરે કે મને મારા મુકામે ધર્મશાળામાં મળજે. અને તેમને કાગળ પર ઠેકાણું લખી આપ્યું.
આ પ્રશ્નો પૂછનાર મહેસાણા નિવાસી શેઠ શ્રી વેણીચંદ સુરચંદ હતા કે જેઓ ઉત્તમ પ્રકારનું ધાર્મિક જીવન ગાળતા હતા અને વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા જૈન સમાજનું ઉત્થાન કરવાને મથતા હતા. વિદ્યાર્થીઓ માટે તેમને ભારે મમતા હતી. તેમનું એ દઢ મંતવ્ય હતું કે જે વિદ્યાથીઓને નાનપણથી સારી ધાર્મિક કેળવણું આપીએ તે એ આગળ જતાં ધર્મપરાયણ થાય અને પિતાનું તથા પરનું કલ્યાણ સાધી શકે.
અને તેમણે વિક્રમ સંવત્ ૧૫૪ના પ્રારંભથી જ તે અંગે મહેસાણામાં એક સંસ્થા સ્થાપી દીધી હતી, જે અનુક્રમે શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા તરીકે ખ્યાતિ પામી હતી.
Page #28
--------------------------------------------------------------------------
________________
સપુરુષને સમાગમ
૧૭
તેમણે શ્રી માવજીભાઈનું મુખ જોઈને જ પારખી લીધું કે આ છોકરો ભણશે તે વિદ્યાવાન થશે અને જૈનધર્મની સેવા કરશે, એટલે જ તેમની સાથે આ પ્રકારને વાર્તાલાપ કર્યો હતો અને તેમના મનની મુરાદ પૂરી કરી આપવાને મનેમન સંકલ્પ કર્યો હતે.
શ્રી માવજીભાઈએ શ્રી વેણીચંદભાઈને ઉતારે જઈ તેમની મુલાકાત લીધી; અને ફરી પણ પિતાની ભણવાની ઈચ્છા જોરદાર શબ્દોમાં જાહેર કરી. શ્રી વેણચંદભાઈએ કહ્યું તમારી ઈચ્છા ભણવાની જ હોય તે મારી સાથે માંડલ+ ચાલે. ત્યાં તમને બધી સગવડ કરી આપીશ.”
શ્રી માવજીભાઈને હર્ષને પાર રહ્યો નહિ. તેમણે આ વાત પિતાની બહેનને કરી અને બહેને સર્વ સંગેનો વિચાર કરી માંડલ જવા માટે સંમતિ આપી.
શ્રી માવજીભાઈએ અહીંથી ભાવનગર વડીલે પર એક પત્ર લખ્યું કે, હું ભણવા માટે મહેસાણાનિવાસી ધર્મરત્ન શેઠ શ્રી વેણીચંદ સુરચંદની સાથે માંડલ જાઉં છું. તમે મારી કોઈ જાતની ચિંતા કરશો નહિ.” અને તેઓ નિયત દિવસે શ્રી વેણીચંદભાઈ સાથે માંડલ ગયા કે જ્યાં શેડા વખત પહેલાં જ શ્રી યશોવિજ્યજી જૈન પાઠશાળા સ્થાપવામાં આવી હતી.
સપુરુષને સમાગમ મનુષ્યના જીવનમાં કેવું પરિવર્તન + આ ગામ વિરમગામ તાલુકામાં આવેલું છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૮
જીવનસૃતિ
કરે છે, તેનું આ સુંદર ઉદાહરણ છે. અહીં અમને પ્રાચીન કવિના નિમ્ન શબ્દો યાદ આવે છેઃ
जाडयं धियो हरति सिञ्चति वाचि सत्यं, मानोन्नतिं दिशति पापमपाकरोति । चेतः प्रसादयति दिक्षु तनोति कीर्तिम्, संत्संगतिः कथय किं न करोति पुंसाम् ।।
અર્થાત્ઃ—સત્સંગતિ ખુદ્ધિની જડતા હરે છે, વાણીમાં સત્યનું સિ'ચન કરે છે, માનપ્રતિષ્ઠાની ઉન્નતિ કરે છે, પાપને દૂર કરે છે, ચિત્તને પ્રસન્ન રાખે છે અને કીતિના સત્ર વિસ્તાર કરે છે. હું મિત્ર ! તુ સાચું કહું કે તે મનુષ્યને શુ શુ ફળ નથી આપતી ?
Page #30
--------------------------------------------------------------------------
Page #31
--------------------------------------------------------------------------
________________
સમય કો
જૈનાચાર્ય શ્રી વિજયધર્મ સૂરીધરજી મહારાજ જેમણે કાશીમાં સ્થાપેલી શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં શ્રી માવજીભાઈ એ વિશેષ અભ્યાસ કર્યાં.
Page #32
--------------------------------------------------------------------------
________________
વિશેષ વિદ્યાભ્યાસ
જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજનું નામ આજે તે વિશ્વવિખ્યાત બની ચૂકયું છે. તેઓ સૌરાષ્ટ્રગોહિલવાડ-મહુવાની એક મહાન વિભૂતિ હતા. તેમણે વિશ વર્ષની ઉમરે દીક્ષિત થઈને જૈન શાસ્ત્રને સુંદર અભ્યાસ કર્યું હતું તથા સમ્યક ચારિત્ર નિર્માણ કર્યું હતું. તેઓ એક ઉત્તમ કેટિના વિચારક હતા અને જૈન ધર્મની ઉન્નતિ માટે નિરંતર વિચાર કર્યા કરતા.
અચાન્ય સ્થળોએ કેટલાંક ચાર્તુમાસ ર્યા બાદ તેઓ પિતાની જન્મભૂમિમાં એટલે મહુવા પધાર્યા, ત્યાં તેમની ભાવના ખૂબ વિકસ્વર થઈ અને તેમણે જૈન ધર્મની ઉન્નતિ માટે પ્રબળ પુરુષાર્થ કરવાનો સંકલ્પ કર્યો. આ વખતે તેમને એ વસ્તુઓની તાત્કાલિક અગત્ય લાગી; એક તે સમર્થ વિદ્વાને ઉત્પન્ન કરે તેવી પાઠશાળા અને બીજી જગતભરના વિદ્વાનના મનમાં જૈન સાહિત્ય માટે માન ઉત્પન્ન કરે તેવી ગ્રંથમાળા
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૦
જીવનસૃતિ
આ વસ્તુઓ કઇ રીતે અમલી બને, તે માટે તેએ જુદી જુદી ચેાજનાએ વિચારવા લાગ્યા.
મહુવાનું ચાર્તુમાસ પૂરું કરીને તેઓ ગુજરાત ભણી વળ્યા અને વીરમગામ પધાર્યાં. ત્યાં એક પુસ્તકાલયની સ્થાપના કરી. અહીંથી પાસે રહેલા માંડલ ગામમાં તેમણે ચાતુર્માસ કર્યું. અહીંના શ્રાવકવગ એક ંદર સમજુ અને કંઈક આગળ પડતા વિચારો ધરાવનારા, એટલે તેમણે પોતાની યેાજના અમલમાં મૂકી. દશ વિદ્યાથી એની મર્યાદાવાળી એક પાઠશાળા ખોલી તેનું નામ શ્રી યવિજયજી જૈન પાઠશાળા' રાખ્યું. અહી' રહેનાર વિદ્યાથી એ બધા સમય પાઠશાળોમાં જ રહેવાનુ હતુ અને તેના નિયત થયેલા કાર્યક્રમ મુજબ વર્તવાનું હતું. બહારગામથી આવનાર વિદ્યાથી ઓ માટે ખાનપાનની તથા રહેવાની સગવડ રાખવામાં આવી હતી. ધરત્ન શ્રી વેણીચાંદભાઈ ને આ યેાજના ખૂબ ગમી હતી, એટલે તે એને સાથ-સહકાર આપી રહ્યા હતા. પેાતે મ્હેસાણામાં શ્રી. યશવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા ચલાવી રહ્યા હતા અને લગભગ તેવા જ આશય તથા તેવા જ નામવાળી આ બીજી પાઠશાળા સ્થપાણી હતી, છતાં તેને તેઓ સાથ-સહકાર આપવામાં આનંદ માનતા હતા, એ તેમનું અદ્ભુત ઔદાય સૂચવે છે.
માંડલની પાઠશાળામાં વિદ્યાથી એની મર્યાદા તે પૂરી થઈ ગઈ હતી, પરંતુ શ્રી વેણીચંદભાઇએ ભલામણ કરી, એટલે શ્રી માવજીભાઈને ત્યાં દાખલ કરવામાં આવ્યા અને
Page #34
--------------------------------------------------------------------------
________________
વિશેષ વિદ્યાભ્યાસ
૨૧
તેઓ ધાર્મિક અભ્યાસ કરવામાં પ્રવૃત્ત થયા. તેમને સ્વભાવ મિલનસાર હતું, એટલે બધાની સાથે હળીમળીને રહેતા. સંતકવિ તુલસીદાસજીએ ઠીક જ કહ્યું છે કે –
તુલસી યહ સંસારમેં, ભાત ભાત કે લેગ; સબ સે હિલમિલ ચાલીએ, નદી-નાવ સંજોગ.
અહીંના થોડા વખતના અનુભવ પછી શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજને એમ લાગ્યું કે વિદ્યાના ક્ષેત્રમાં સંગીન કામ કરવું હોય તે હિંદની પ્રાચીન વિદ્યાપુરી કાશી જ તેને માટે યોગ્ય ક્ષેત્ર છે. ત્યાં ભિન્ન ભિન્ન દર્શનેના અનેક અધ્યાપકોના સમાગમમાં આવી શકાય અને વિદ્યાર્થીઓને ઘણી ઉચ્ચ કક્ષા સુધીને અભ્યાસ કરાવી શકાય. પરંતુ કાશી અહીંથી ૧૨૦૦-૧૩૦૦ માઈલના અંતરે આવેલું હતું અને ત્યાં પગપાળા પહોંચવામાં અનેક પ્રકારની અગવડ હતી. વળી ત્યાં જૈન સાધુઓને ઉતરવા માટે સ્થાન મળવું પણ મુશ્કેલ હતું. આમ છતાં શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજે મનને અતિ મકકમ કરી, એક સવારે માંડલ છોડ્યું. તે વખતે તેમની સાથે છ સાધુ અને પાઠશાળાના દશ વિદ્યાથીઓ હતા. અમારા સંશોધન મુજબ શ્રી માવજીભાઈ તેમાં સામેલ ન હતા. માંડલમાંથી પાઠશાળા ઉઠી જતાં તેઓ શ્રી વેણુચંદભાઈની સાથે રહ્યા હતા અને સં. ૧૯૫લ્માં શ્રી વિજ્યધર્મસૂરિજી મહારાજે કાશીમાં શ્રી યશોવિજ્યજી જૈન સંસ્કૃત પાઠશાળા ચાલુ કર્યા પછી, બે વર્ષે તેમાં દાખલ થયા હતા. તેઓ તીર્થાધિરાજ સમેતશિખરજીના પુસ્તકમાં પૃષ્ઠ ૬૧
Page #35
--------------------------------------------------------------------------
________________
२२
જીવનસૃતિ
પરની પાદનોંધમાં જણાવે છે કે મેં ઇ.સ. ૧૯૦૫થી૧૯૧૦ સુધીનાં છ વર્ષે આ પાઠશાળામાં રહીને સંસ્કૃત અને પ્રાકૃત વિદ્યાભ્યાસ કર્યાં હતા. વિક્રમ સંવત્ અનુસાર આ સમય સ. ૧૯૬૧થી ૧૯૬૬ સુધીના ગણાય.
કાશીમાં કેટલાક ધર્મપ્રચાર કર્યાં બાદ પાઠશાળા માટે નંદનસાડું મહોલ્લામાં અંગ્રેજી કાઠીના નામે ઓળખાતી આખી ઈમારત ખરીદવામાં આવી હતી અને તે માટે શેઠ શ્રી વીરચંદ દીપચંદ તથા શેઠ શ્રી ગેાકળભાઈ મૂળચંદે સારી આર્થિક સહાય કરી હતી.
આ પાઠશાળામાં ભણનાર વિદ્યાથી ઓને પ્રાતઃકાળમાં લગભગ ચાર વાગે ઉઠવું પડતું અને શીખેલા પાઠોની આવૃત્તિ કરવી પડતી. ત્યારબાદ લગભગ સાડા પાંચ વાગતાં શ્રીવિજયુધ સૂરિજી મહારાજ સાથે પ્રતિક્રમણક્રિયામાં જોડાવું પડતું. ત્યારબાદ દેવદાનના વિધિ પતાવી નવકારશી કરવી પડતી, અને ત્યારખાનૢ જ તેનું મોઢું ખુલતું. પશ્ચાત્ શ્રી જિનેશ્વર પ્રભુની સેવાપૂજા કરી અભ્યાસમાં પ્રવૃત્ત થવાનુ રહેતુ. અને મધ્યાહ્નકાળે ભાજન કર્યાં બાદ થોડો આરામ મળતા. નમતા પહેારે પાછો સ્વાધ્યાય શરૂ થતા અને સાય કાલનું ભાજન પતાવ્યા પછી દેવદર્શીન તથા પ્રતિક્રમણ ક્રિયા થતી. ત્યારબાદ પૂજ્ય મહારાજશ્રી સાથે વિવિધ પ્રકારના વાર્તાલાપ થતા અને તેથી ઘણું નવું જાણવાનું મળતુ
આ પાઠશાળાએ પેાતાનાં થોડાં વર્ષની કારકિર્દીમાં ઘણા સારા વિદ્વાને તૈયાર કર્યાં, તે એની શ્રેષ્ઠતા સામીત
Page #36
--------------------------------------------------------------------------
________________
વિશેષ વિદ્યાભ્યાસ
૨૩
કરે છે. સમાજના દુર્ભાગ્યે આ પાઠશાળા લાંબી ન ચાલી, પરંતુ આજે પણ તેની બોટ સાલે છે.
શ્રી માવજીભાઈને અનેકવિધ મુશ્કેલીઓમાં આવી એક સુંદર પાઠશાળામાં અભ્યાસ કરવાને મળે, તેને જીવનની એક સેનેરી તક જ લેખવી જોઈએ. ત્યાં રહીને તેમણે વ્યાકરણ, કાવ્ય, તર્ક અને ન્યાયને અભ્યાસ કર્યો તથા સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું ઊંડું જ્ઞાન મેળવી લીધું, જે આગળ જતાં તેમના જીવનમાં ઘણું જ ઉપકારક નીવડયું.
શ્રી માવજીભાઈ કાશીમાં વિદ્યાભ્યાસ કરતા હતા, ત્યારે તારથી ખબર આવી કે “મણિબહેન બહુ માંદાં છે. મળવા આવે.” જે તાર કરવાનું સામાન્ય થઈ પડ્યું છે, પણ એ વખતે અસાધારણ પ્રસંગ હોય તે જ તાર કરવામાં આવતે, એટલે શ્રી માવજીભાઈના મન પર તેની ખૂબજ માઠી અસર થાય, એ દેખીતું છે. તેઓ ચિંતાતુર હાલતમાં પહેલી ટ્રેઈને પાલીતાણા જવા નીકળ્યા.
રસ્તામાં માનવજીવનની ક્ષણભંગુરતા અંગે અનેક વિચારે આવ્યા અને હજી થોડા વખત પહેલાં જ કંઠસ્થ કરેલી નિમ્ન પંક્તિઓ તેમના સ્મરણપટ પર તરવા લાગી
अनित्यमारोग्यमनित्ययौवनं, विभूतयो जीवितमप्यनित्यम् ।
આરેગ્ય અનિત્ય છે, યૌવન પણ અનિય છે તથા જીવિત પણ અનિત્ય છે?
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૪
જીવનસ્મૃતિ
चला विभूतिः क्षणभङ्गि यौवनम् , कृतान्तदन्तान्तरवर्ति जीवितम् ॥
સંપત્તિ ચંચળ છે, યૌવન ક્ષણભંગુર છે અને આયુષ્ય જમના દાંતની વચ્ચે રહેલું છે. ”
શ્રી માવજીભાઈના અંતર પર જ્ઞાનને કેટલોક પ્રકાશ પડે હતું, પરંતુ તેઓ માનવસુલભ લાગણીઓથી પર થયા ન હતા, એટલે તેમના મનમાં જ્યારે પાલીતાણું પહોંચું અને કયારે વહાલી બહેનનું મુખડું ઉં, એ પ્રકારની ઉત્સુક્તા જાગે, એ સ્વાભાવિક હતું. ઉત્સુકતાની ક્ષણો કાળના કલેવરને લાંબુ બનાવી દે છે, એટલે થોડી ક્ષણો પણ દિવસ કે માસ જેવી લાગે છે, અને તે કેમેય કરી પસાર થતી નથી. શ્રી માવજીભાઈ આ હાલતમાં પાલીતાણા પહોંચ્યા.
પરંતુ અહીં જુદી જ ઘટના બની ચૂકી હતી. તેમને તાર કર્યા બાદ ડી જ વારે શ્રી મણિબહેનનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું અને હવે તે તેમને અગ્નિસંસ્કાર પણ થઈ ચૂક્યા હતા. ક્ષત પર ક્ષાર ભભરાવવા જેવી આ ઘટનાએ શ્રી માવજીભાઈને અત્યંત અસ્વસ્થ બનાવી દીધા, અને તેઓ કરુણ આક્રંદ કરવા લાગ્યા. “હે દેવ ! તને આ શું મૂક્યું ! આપ્તજનમાં એક જ બેનડી હતી, તે પણ તે ઝુટવી લીધી! હવે હું કેના આધારે જીવીશ! કેને મારા સુખદુઃખની વાત કરીશ ? હે કાલ ! તું તારી કુટિલતા બતાવવામાં કંઈ બાકી રાખી નથી ! ગઈકાલની સાજી-નરવી બહેનને તે
Page #38
--------------------------------------------------------------------------
________________
વિશેષ વિદ્યાભ્યાસ
૨૫
જોતજોતામાં ઉપાડી લીધી અને મને છેલ્લે મેળો પણ ન થવા દીધા !
•
પરંતુ તને દોષ દેવા નકામા છે. હુ જ હતભાગી છું, હું જ પુણ્યને પરવારી બેઠો છું, નહિ તેા આવી હાલત ન હાય !”
સગાંવહાલાંનાં ઘણા ઘણા આશ્વાસન પછી શ્રી માવજીભાઈ શાંત થયા અને ઘેાડા દિવસ બાદ માનસિક શાંતિ અને સમતુલા કેળવવા જેવા થયા. પણ હવે આ જગતમાં તેઓ તદ્ન એકલા પડી ગયા હતા અને એ સ્થિતિ તેમનાં કુમળા હૃદયને અનેક વાર સ્પર્શ કરી જતી હતી. પરંતુ પાઠશાળાનું વાતાવરણુ ધાર્મિક હાવાથી તેમજ શ્રી વિજયધમ સૂરીશ્વરજી મહારાજ જેવા સમ તત્ત્વચિંતકની છાયા પ્રાપ્ત થયેલી હાવાથી તેઓ હતાશ થયા નહિ. ગમે તેવી મુશ્કેલીઓના સામના કરીને આગળ વધવું; એ એમના જીવનમંત્ર ખની ગયા અને તેણે જ આગળ જતાં તેમને ખૂબ ખૂબ યારી આપી.
Page #39
--------------------------------------------------------------------------
________________
[ ૬ ]
શિક્ષકપદનો સ્વીકાર
શ્રી માવજીભાઈ વિદ્યાભ્યાસ પૂરા કરીને સં. ૧૯૬૬, સને ૧૯૧૦માં પેાતાના વતન ભાવનગરમાં પાછા ફર્યાં, તેથી કુટુબીજનેને આનંદ થયા અને સહાધ્યાયીઓ તથા સહૃદયીએએ ખૂબ ખુશી બતાવી.
એક રીતે આ પ્રસંગ અસાધારણ હતા, કારણ કે વ થયાં કોઈ જૈનને છેકરા આવી રીતે કાશીએ જઈ ને ભણી આન્યા ન હતા. એ વખતે બ્રાહ્મણના છોકરાએ જ કાશીએ જતા અને ત્યાં દશખાર વર્ષ સુધી વિદ્યાભ્યાસ કરીને કોઇ પણ એક વિષયના પંડિત થઈ ને પાછા ફરતા. સમાજ તેમનું બહુમાન કરતા, અને તેના આધારે તેમની આજીવિકા ચાલતી. પરંતુ જેના માટે આ વિચાર નવા જ હતા. તેએ દૃઢતાથી એમ માનતા કે લખતાં-વાંચતાં આવડયુ અને હિંસાખ–લેખાં ગણતાં આવડવાં, એટલે બસ. વ્યાપારમાં એથી વધારે જ્ઞાનની જરૂર શી છે! શાસ્ત્રાભ્યાસ કરવાનું કામ બ્રાહ્માને પરવડે,
Page #40
--------------------------------------------------------------------------
________________
શિક્ષપદને સ્વીકાર
આ
૨૭
તેમાં આપણું કલ્યાણ થાય નહિ. ચારે વસતિ ગ્રીઃ” એ ન્યાયે આપણે તે વ્યાપારમાં પાવરધા થવું જોઈએ અને તે માટે પાંચ-સાત ગુજરાતીનું શિક્ષણ પૂરતું છે.
શ્રી વિજયધર્મસૂરિજી મહારાજે આ દષ્ટિમાં પરિવર્તન આપ્યું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે “શાસ્ત્રાભ્યાસ જેને માટે તેટલું જ જરૂર છે કે જેટલે બ્રાહ્મણોને માટે. જે આપણે જ્ઞાનની ઉપાસના કરીશું નહિ, વિદ્વાન થઈશું નહિ, તે આપણી ઉન્નતિ કદી સાધી શકીશું નહિ અને તેમણે શાસ્ત્રાભ્યાસ માટે કાશીમાં સંસ્કૃત પાઠશાળા બેલી. તેથી વિચારક જૈનેનું તેના તરફ આકર્ષણ થયું અને તેઓ ત્યાંથી ભણુને આવનારને સત્કાર કરવા લાગ્યા.
કુતૂહલવૃત્તિથી પ્રેરાયેલા અનેકે શ્રી માવજીભાઈને કાશી અંગે, કાશીનાં તીર્થસ્થાને અંગે, કાશીના પંડયાઓ અંગે, પાઠશાળા અંગે તથા પાઠશાળાની શિક્ષણ પદ્ધતિ અંગે અનેક સવાલ પૂછ્યા અને શ્રી માવજીભાઈએ તે બધાના સંતોષકારક ઉત્તર આપ્યા. કેટલાક તરફથી એમ પણ પૂછાયું કે “હવે શું કરશે ?” શ્રી માવજીભાઈએ ઉત્તરમાં એટલું જ કહ્યું કે “વિદ્યાને સદુપયોગ કરીને જીવનને સાર્થક બનાવીશ.” કાશીના વિદ્યાભ્યાસ દરમ્યાન તેમના મન પર જે શુભ સંસ્કાર પડ્યા હતા, તેનું આ સુંદર સ્પષ્ટ પરિણામ હતું.
અહીં આવ્યા પછી તેઓ દરરોજ શ્રી જેન આત્માનંદ, સભા વગેરેમાં જતા અને ત્યાં જે સામાયિક તથા વર્તમાન પત્રો આવતાં તેનું વાંચન કરતા. ત્યાં ઘણીવાર આગંતુકે,
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૮
જીવનસ્મૃતિ સાથે જૈન ધર્મ, જૈન તત્વજ્ઞાન તથા જૈન સાહિત્ય અંગે વાર્તાલાપ થતું, જે તેમણે સંપાદિત કરેલા જ્ઞાનને નવપલવિત રાખવામાં સહાયભૂત થતું. એવામાં એક દિવસ એક વર્તમાનપત્રમાં એવી જાહેરખબર જોવામાં આવી કે મુંબઈની બાબુ પન્નાલાલ પૂરણચંદ જૈન હાઈસ્કૂલને એક ધાર્મિક શિક્ષકની જરૂર છે. ઉમેદવારે લાયકાતના પ્રમાણપત્રો સાથે મળવું.”
આ જાહેરખબર વાંચ્યા પછી શ્રી માવજીભાઈને વિચાર આવ્યું કે “આ પદની ઉમેદવારી હું કરું તે ! એથી મારી વિદ્યાને સદુપયોગ થશે અને જીવનનિર્વાહ પણ સારી રીતે ચાલશે.” આ વિચારે તેમને મુંબઈ જવાની પ્રેરણા આપી અને તેઓ મુંબઈ તેમના મોટાભાઈ કુંવરજીભાઈને ત્યાં આવ્યા. પછી તેઓ બાબુ પન્નાલાલ પૂરણચંદ જૈન હાઈસ્કૂલના સંચાલકે સમક્ષ ઉપસ્થિત થયા અને શ્રી યશોવિજ્યજી જૈન સંસ્કૃત પાઠશાળાનું પ્રમાણપત્ર તેમની આગળ ધર્યું. સંચાલકને તેમની ગ્યતા માટે ખાતરી થઈ ગઈ પણ ઉમ્મરમાં નાના હેવાને કારણે તેમને સૂચના આપવામાં આવી કે તેમણે ટોપી ન પહેરતાં માથે ફેંટો બાંધે, જેથી વિદ્યાર્થીઓ ઉપર તેમની છાપ પડે. આ રીતે આ હાઈસ્કૂલમાં તેમની મુખ્ય ધાર્મિક શિક્ષક તરીકે નિમણુંક કરવામાં આવી.
સને ૧૯૧૦ના ઓગસ્ટ માસની પહેલી તારીખથી શ્રી માવજીભાઈએ આ પવિત્ર પદની જવાબદારી સંભાળી લીધી.
Page #42
--------------------------------------------------------------------------
________________
શિક્ષકપદ્મને સ્વીકાર
૨૯
આ વખતે તેમના મેટ્રીકના વિદ્યાથી એમાં શ્રી વીરચંદ પાનાચંદ શાહ વગેરે હતા.
શિક્ષકનું પત્તુ ઉપલક દૃષ્ટિએ સામાન્ય લાગે છે, પણ વાસ્તવમાં તેવું નથી. ખાસ કરીને ભાવી પ્રજાના જીવનઘડતરની દૃષ્ટિએ તે એક ઘણું ઊંચું પદ છે. શિક્ષકો વિદ્યાર્થી આને જે રીતે ઘડે, તે રીતે જ પ્રજાનું સ્વરૂપ નિર્માણ થાય છે. અને તે રાષ્ટ્રના ઈતિહાસમાં પેાતાને સારા કે નખળા ભાગ ભજવે છે.
સર્વીસત્તાધીશ માજી કેંસરને જર્મીન પ્રજાનુ' ઉત્તમ પ્રકારે ઘડતર કરવું હતું. તેના અનેકવિધ ઉપાયે વિચાર્યા પછી તેણે એક ઉપાય એ પણુ વિચાર્યાં કે શિક્ષકપદને સ્વીકાર કરનારને માટે સહેલાઈથી મુલાકાત આપવી, એટલે સારા શક્તિશાળી માણસે એ પદના સ્વીકાર કરશે અને તે જર્મન પ્રજાનું ઉત્તમ રીતે ઘડતર કરી શકશે. તેણે આ ઉપાય અમલમાં મૂકયા, અને એ કારગત નીવડચો. કેસરને મળવાની મુરાદથી ઘણા શક્તિશાળી માણસે એ શિક્ષકનુ' પદ સ્વીકાર્યું અને તેમણે જર્મન પ્રજામાં નવું જ ખમીર રેડી દીધું.
ભારતવષે તા અતિ પ્રાચીન કાલથી આચાય તેવો મન । ’ એ સૂત્ર ઉચ્ચારીને વિદ્યાગુરુની એક દેવ તરીકે પ્રતિષ્ઠા કરી છે અને તેનું સન્માન-બહુમાન કરવામાં જીવનની સાકતા ખતાવી છે.
વિદ્યાદાન એક મહાદાન છે, એ વસ્તુ શ્રી માવજીભાઈ સારી રીતે જાણતા હતા અને એવું દાન દેવાને સુઅવસર
Page #43
--------------------------------------------------------------------------
________________
જીવનસ્મૃતિ પિતાને પ્રાપ્ત થયે હતું, એટલે પોતાની જાતને ભાગ્યશાળી માનતા હતા. તેમણે ખૂબ જ ખંતથી કામ કરવા માંડ્યું અને તેમાં પોતાની બધી શક્તિઓ રેડવા માંડી. આ સંગેમાં તેમની કામગીરી ઝળક્યા વિના કેમ રહે? તેમણે ટૂંક સમયમાં જ વિદ્યાથીઓના હૃદયમાં માનભર્યું સ્થાન પ્રાપ્ત કરી લીધું અને શિક્ષકવર્ગને સનેહ પણ સારી રીતે સંપાદન કરી લીધું. એ શિક્ષકવર્ગમાં શ્રી રાજારામ શાસ્ત્રી, શ્રી અમૃતલાલ રણછોડજી ઢેબર, શ્રી ભેગીન્દ્રરાવ ૨. દીવેટીયા, શ્રી દલીચંદ હાકેમચંદ મહેતા, શ્રી. છગનલાલ કરસનજી -જેવી વગેરે મુખ્ય હતા.
આ વખતે આ શાળાનું આચાર્ય પદ શ્રી દત્તાત્રય -અનંત તેલંગ જેવા નિસ્પૃહી અને બાહોશ કેળવણીકારના હાથમાં હતું. તેમને શ્રી માવજીભાઈ માટે ખૂબ જ ઉંચે અભિપ્રાય બંધાયું હતું અને તે આખર સુધી ટકી રહ્યો હતે.
દિનપ્રતિદિન શ્રી માવજીભાઈની ઓળખાણ વધતી ગઈ હતી અને તેમણે ધાર્યું હોત તો તેઓ અન્ય ધંધારોજગારમાં ઝંપલાવી ઘણું ધન પેદા કરી શક્યા હેત; પણ શિક્ષણકાર્ય માટે તેમની નિષ્ઠા અપ્રતિમ હતી, શિક્ષપદ માટે તેમના હદયમાં અતિ ગૌરવભર્યું સ્થાન હતું, એટલે તેમણે પોતાની વૃત્તિને સ્થિર રાખી અને પોતાનું સમસ્ત જીવન એમાં જ ખવ્યું. અન્ય શબ્દોમાં કહીએ તે તેઓ લાગલગાટ ૪૭ વર્ષ સુધી આ સ્થાને રહ્યા અને હજારે વિદ્યાથીઓના જીવનનું ઘડતર કરી એક ઉત્તમ “જીવનશિલ્પી”નું બિરુદ પામ્યા.
Page #44
--------------------------------------------------------------------------
________________
૩૧
શિક્ષકપદને સ્વીકાર
આ શાળાની સર્વતમુખી ઉન્નતિ થાય, એ તેમની અંતરભાવના હતી અને તેથી જ્યારે જ્યારે ફંડફાળાની જરૂર પડી કે બીજી સેવાઓ આવશ્યક જણઈ ત્યારે ત્યારે તેમણે પિતાની કિંમતી સેવાઓ તેના ચરણે ધરી. ચંદન જેમ સ્વયં ઘસાઈને બજાને સુગંધ આપે છે, તેમ શ્રી માવજીભાઈએ પિતાની જાતને ઘસીને બીજાને સેવાની સુગંધ આપી હતી અને એજ એમના જીવનની નોંધપાત્ર મહત્તા હતી.
Page #45
--------------------------------------------------------------------------
________________
[૭] લેખન–પ્રકાશન–પ્રવૃત્તિ
કાશીના વિદ્યાભ્યાસ દરમિયાન શ્રી માવજીભાઈ કવિત્વ અને લેખનશક્તિને પ્રસાદ પામ્યા હતા અને તેણે એમના જીવનમાં કુમકુમ પગલીઓ પાડી હતી.
અઢાર વર્ષની ઉંમરે તેમણે કવિ પદ્માનંદકૃત સંસ્કૃત વૈરાગ્યશતકને ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો હતો અને તે ભાવનગરથી પ્રસિદ્ધ થતાં જૈનધર્મપ્રકાશ' નામના માસિકમાં પ્રકટ થતાં વાચકો દ્વારા પ્રશંસા પામ્યું હતું.
શ્રી માવજીભાઈ જૈન સામયિકમાં પ્રસંગોપાત્ત લેખે લખતા. એક વાર જૈન ધર્મ પ્રસારક સભાએ જ્ઞાનપંચમી અને તેના ઉદ્યાપન માટે જાહેર રીતે નિબંધની માગણી કરી અને શ્રેષ્ઠ નિબંધ લખનારને રૂા. ૨૫ નું ઈનામ જાહેર કર્યું. આ નિબંધ લખનાર માત્ર બે જ વ્યક્તિઓ નીકળી. તેમાં એક શ્રી માવજીભાઈ હતા અને તેમને નિબંધ ઈનામને પાત્ર ગણાય હતે.
Page #46
--------------------------------------------------------------------------
________________
- ૩૩
લેખન-પ્રકાશન-પ્રવૃત્તિ
સને ૧૯૨૩માં તેમણે શ્રી સેમપ્રભસૂરિકૃત સિંદૂરપ્રકર નામના સંસ્કૃત પ્રબંધનું સંપાદન કર્યું અને તેને ગુજરાતી ભાષામાં અનુવાદ પણ કર્યો. આ વસ્તુ તેમણે પોતે જ પ્રકાશિત કરી. આ હતું તેમનું પ્રથમ પ્રકાશન ! પરંતુ તે ઘણે કાદર પામ્યું હતું અને સને ૧૯૩૬ સુધીમાં તેની ચાર આવૃત્તિઓ થઈ હતી. બેરિસ્ટર ચંપતરાય જૈન જેવાએ પણ તેની પ્રશંસા કરી હતી.
આ સમયથી તેમની લેખન અને પ્રકાશન પ્રવૃત્તિ વ્યવસ્થિત રીતે ચાલવા લાગી અને તે સને ૧૯૫૪ સુધી બરાબર ચાલુ રહી. દરમિયાન તેમણે નાની મોટી ૭૬ જેટલી કૃતિઓ સમાજને ચરણે ધરી.
સામાન્ય જનતા ભારેખમ પુસ્તક વાંચી શકતી નથી, વળી તેને પ્રકાશનને માટે આર્થિક ચિંતા સેવવી પડે છે. એટલે શ્રી માવજીભાઈએ નાની નાની પુસ્તિકાઓ અલ્પ મૂલ્ય પ્રકટ કરવાનો નિર્ણય કર્યો હતો અને તેને એકંદર સારી સફળતા મળી હતી.
અહીં એટલી સ્પષ્ટતા કરવી ઉચિત લેખાશે કે જૈન સમાજને જેમ શાસાભ્યાસ અને જ્ઞાનાર્જનમાં વિશેષ રસ નથી, તેમ લેખન-પ્રકાશનમાં પણ વિશેષ રસ નથી; એટલે લેખન–પ્રકાશન-પ્રવૃત્તિ હાથ ધરનારને ઘણી વાર ગાંઠનું ગોપીચંદન ઘસવું પડે છે અને કરજદાર થઈ જવાને વખત આવે છે, પરંતુ શ્રી માવજીભાઈને શિષ્યવર્ગ મોટો હતો
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૪
જીવનમૃતિ અને તે પણ પુરુષાર્થ હતા, એટલે તેમને આ પરે સમય જેવાને પ્રસંગ આવ્યે નહિ, એટલું જ નહિ પણ આ પ્રવૃત્તિ કંઈક અંશે તેમની સાંસારિક જવાબદારીઓ પૂર્ણ કરવામાં સહાયભૂત બની.
શ્રી માવજીભાઈની લેખનશૈલી સરળ અને સ્પષ્ટ હતી તથા વિષયની છણાવટ સુંદર હતી, એટલે તેમની પુસ્તિકાઓ નાના મોટા સહુને ગમી જતી. વળી આ પુસ્તિકાઓ એક જ કદની હતી, એટલે તેને સંગ્રહ શેભી ઉઠતે.
શ્રી માવજીભાઈની કેટલીક કૃતિઓ આઠમી આવૃત્તિ સુધી પહોંચી, એ તેની લેકપ્રિયતા તથા ઉપગિતા સૂચવે છે. અહીં તેમની સમસ્ત કૃતિઓનું સાલવાર નિદર્શન કરાવ્યું છે, તે પરથી તેમની લેખન-પ્રકાશન-પ્રવૃત્તિનું સ્પષ્ટ ચિત્ર પાઠકે સમક્ષ આવી જશે.
સને ૧૯૨૩ (૧) સિંદૂરપ્રકર-સંસ્કૃત કાવ્ય અને ગુજરાતી અનુવાદ.
સને ૧૯૨૪ (૨) જ્ઞાનપંચમી અને તેનું ઉદ્યાપન-નિબંધ.
પૂર્વે જૈનધર્મ પ્રસારક સભા માટે લખાયેલે નિબંધ આમાં અંતર્ગત છે.
સને ૧૯૨૫ (૩) જન કાવ્યપ્રવેશ-વિવેચન. (૪) જીવનચર્યા–વિવેચન.
Page #48
--------------------------------------------------------------------------
________________
લેખન-પ્રકાશન-પ્રવૃત્તિ
૩૫
આ પુસ્તકનું બીજું નામ સેા વર્ષ જીવવાની કળા રાખવામાં આવ્યું હતું અને તેમાં તેને લગતા સિદ્ધાંતાનું વિવેચન કરવામાં આવ્યું હતું. (૫) કુમારિકાને પત્રો-પ્રાથમિક સત્યાની રજૂઆત.
સને ૧૯૨૬
(૬) કુમારિકાધ-વિવેચન. આ પુસ્તિકાની આડે આવૃત્તિ થવા પામી હતી. કેટલીક કન્યાશાળાઓમાં પાઠયપુસ્તક તરીકે પણ સ્થાન પામી હતી. (૭) લગ્નરહસ્ય-વિવેચન.
આ પુસ્તિકામાં લગ્ન એટલે શુ? લગ્નની લાયકાત, લગ્નના ઉદ્દેશ વગેરે મહત્ત્વના વિષયે ચર્ચવામાં આવ્યા છે.
સને ૧૯૨૯
(૮) નીતિપ્રવેશ-પાર્ટસ`કલના.
આ પુસ્તિકામાં ખાલાપયેાગી ૨૪ પાઠો આપવામાં આવ્યા છે.
(૯) આર્ય કુમારિકા-સૂત્રસંકલના.
'
9
આ લઘુપુસ્તિકામાં · કુમારિકા એટલે અણુખીલી કલી આદિ ૧૮૩ સૂત્રાનુ સંકલન કરવામાં આવ્યુ છે. (૧૦)માન સ્ત્રી જીવન અથવા સ્ત્રી જીવનના વિકટ પ્રશ્નો-ભાષણ.
જૈન મહિલા સમાજના ઉપક્રમે શ્રી મુંબઈ માંગરોળ જન સભાના હાલમાં તા. ૩-૩-૨૮ના રાજ આ ભાષણુ આપવામાં આવ્યું હતું.
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૬
(૧૧) ધર્મ પત્ની – વિવેચન.
આ પુસ્તિકામાં પ્રાચીન એકજ શ્લાકના અથ વિસ્તારથી સમજાવવામાં આવ્યે છે.
જીવનસૃતિ
(૧૨) આય શ્રીના ધર્માં–વિવેચનસ ંગ્રહ.
આ પુસ્તકમાં કુમારિકા ધમ, ધર્મપત્ની અને સ્ત્રી જીવન નામના ત્રણ વિવેચનાત્મક નિષ્ઠા જે અગાઉ પ્રકટ થયેલ, તેને સાથે પ્રકટ કરવામાં આવ્યા છે. તેનું પ્રકાશન શ્રી ચંદનમહેન મગનલાલ, મહેતા શેરી, ભાવનગર તરફથી થયુ હતુ. અને તે વિના મૂલ્યે . અધિકારી આત્માઓને વહેંચવામાં આવ્યું હતું.
સને ૧૯૩૦
(૧૩) આદર્શ કુમારિકા–વિવેચન. (૧૪) આદર્શ કુમાર-વિવેચન. (૧૫) નવયુગના નારીધમ–ભાષણ.
જૈન મહિલા સમાજના ઉપક્રમે શ્રી મુખઈ માંગરોળ જૈન સભાના હાલમાં તા ૧૮-૧૧-૨૯ના રોજ આ ભાષણ અપાયુ હતું. (૧૬) વિજયધમ સૂરિનાં વચનામૃત –સંગ્રહ.
આ પુસ્તિકામાં શ્રી વિજયધમ સૂરિનાં લખાણેામાંથી ૫૪ સુવાકયાના સંગ્રહ આપવામાં આવ્યા છે.
સને ૧૯૩૧
(૧૭) કુમારધ-વિવેચન.
Page #50
--------------------------------------------------------------------------
________________
લેખન-પ્રકાશન-પ્રવૃત્તિ
उ७
સને ૧૯૩૩ (૧૮) ગૃહસ્થ જીવન.
આ પુસ્તકમાં “સાનનું સતં સુતા સુધિય: ” આદિ પદથી શરૂ થતા લેકના પ્રત્યેક ભાવ પર વિવેચન કરવામાં આવ્યું છે. (૧૯) વિજયનું રહસ્ય.
આ પુસ્તિકાનું બીજું નામ “Seven steps to success રાખવામાં આવ્યું છે. તેમાં નામ પ્રમાણે વિજય પમાડનારા સાત સિદ્ધાંત પર સુંદર વિવેચન કરેલું છે.
સને ૧૯૩૪ (૨૦) વૈરાગ્યશતક-પદ્યાનુવાદ.
કવિ પદ્માનંદવિરચિત સંસ્કૃત વૈરાગ્યશતકને અઢાર વર્ષની ઉંમરે કરેલ આ ભાવવાહી સુંદર અનુવાદ છે. પ્રથમ તે જૈનધર્મ પ્રકાશ માસિકમાં પ્રકટ થયેલે, તે બાવીસ વર્ષ બાદ પુસ્તિકાકારે પ્રકટ કરેલ છે.
સને ૧૯૩૫ (૨૧) ભગવાન મહાવીર-ભાષણ.
મુંબઈમાં ભગવાન મહાવીરના ૨૫૩૩મા જન્મજયંતિ પ્રસંગે શ્રી જૈનમહિલા સમાજ, શ્રી ક.દ.ઓ જૈન દાંડિયા રાસ મંડળ, શ્રી ક.દ. એ જન પખવાજ મંડળ, શ્રી કદ. એ જૈન સ્વયંસેવક મંડળ તથા શ્રી ક. દ. એ જૈન કુમારસંઘ તરફથી ઉજવાયા હતા. તે વખતે બહેનની સભા સમક્ષ તા. ૧૬-૪-૩૫ના રોજ આ ભાષણ અપાયું હતું.
Page #51
--------------------------------------------------------------------------
________________
- ૩૮
જીવનસ્મૃતિ -(રર) કુમારિકાની કીતિકથાઓ-વાર્તાસંગ્રહ. (૨૩) ધર્મશતક-કાવ્ય.
ભાવનગર ખાતે જૈનધર્મ પ્રસારક સભાના હેલમાં શ્રી વિજયધર્મસૂરિજીની તેરમી જયંતી પ્રસંગે તા. ૧૧-૯-૩૫ના રેજ ગવાયેલી ગજલની ૧૦૦ કડીઓ. (૨૪) શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ–કાવ્ય. | મુંબઈ ખાતે શ્રી ગોડીજી જૈન ઉપાશ્રયમાં સં. ૧૯૧ના જેઠ વદિ ૩ ના રોજ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીની જન્મજયંતિ પ્રસંગે ગવાયેલી ગઝલની ૧૦૦ કડીઓ.
સને ૧૯૭૬ (૨૫) વિજયાનંદશતક-કાવ્ય.
સૂરિશતક' નામના હિંદી કાવ્યને પદ્યાત્મક ગૂર્જર અનુવાદ. હિંદી કાવ્યની પ્રકાશિકા સંસ્થા સાથે લેખકે પત્રવ્યવહાર કરીને અનુમતિ મેળવ્યા બાદ તે પ્રકટ કરવામાં આવ્યા છે. તેમાં વિશ્વવિખ્યાત વિજયાનંદસૂરિ ઉર્ફે શ્રી આત્મારામજી મહારાજની સુંદર સ્તુતિ છે. આ પુસ્તિકામાં નામ અનુસાર પૂરા સે પદ્યો હોવા જોઈએ, પરંતુ ગમે તે કારણસર છેલું પદ્ય છપાયું નથી. માત્ર ૯ પદ્યો છપાયેલાં છે. (૨૬) મહાવીરશતક-પદ્ય.
ભગવાન મહાવીરના જીવનની પ્રશસ્તિરૂપે રચાયેલાં સે પો. (૨૭) મુનિશ્રી મેહનલાલજી – જીવનચરિત્ર.
Page #52
--------------------------------------------------------------------------
________________
લેખન-પ્રકાશન-પ્રવૃત્તિ
સને ૧૯૩૭
(૨૮) મુનિશ્રી વિદ્યાવિજયજીનાં વચનામૃત –સ’ગ્રહ. ‘ સમયને આળખા ’ નામક મુનિશ્રી વિદ્યાવિજયજીના પ્રસિદ્ધ પુસ્તકમાંથી તારવેલાં ૧૦૮ સુ ંદર વાકયાના સંગ્રહ આમાં રજૂ કરાયા છે.
(૨૯) ભકતામરસ્તોત્ર-પદ્યાનુવાદ.
શ્રીમાનતુ ંગસૂરિષ્કૃત ભક્તામરસ્તાત્ર અતિ પ્રસિદ્ધ છે. તેના સમèાકી ગુજરાતી અનુવાદ મૂળ ગાથા સાથે આ પુસ્તિકામાં રજૂ કરાયા છે.
સને ૧૯૩૮
(૩૦) સુખમય જીવન.
૩૯
,
અર્થાનમાં નિત્યમૉનિસા ૬ ' એ શ્લેાકના પ્રત્યેક ભાવ
પર વિવેચન કરેલુ' છે. (૩૧) જગદ્ગુરુચરિત્ર.
શ્રી હીરવિજયસૂરિજીનું ચરિત્ર.
(૩૨) ધમ ગીતાંજલિ—કાવ્ય.
શ્રી વિજયધસૂરિજીની સ્તુતિરૂપ પંચાશિકા, જે તેમની સોળમી જય'તી અ'ગે રચાયેલી છે.
(૩૩) સન્મિત્ર શ્રી કપૂરવિજયજી—કાવ્ય.
તેમના જીવનના પરિચય કરાવતું આ કાવ્ય મ ́દાક્રાંતા છંદમાં રચાયેલુ છે.
(૩૪) શ્રીમદ્ હેમચ`દ્રસૂરિ—ચરિત્ર.
Page #53
--------------------------------------------------------------------------
________________
४०
જીવનમૃતિ
(૩૫) કર્મયોગી સંતને–કાવ્ય.
મહાત્મા ગાંધીજીની સત્તરમી જન્મજયંતી નિમિત્તે આ કાવ્ય સીત્તેર લીટી પ્રમાણુ રચાયેલું છે. (૩૬) મુનિશ્રી મેહનલાલજી શતક-કાવ્ય. પ્રશસ્તિરૂપે રચાયેલાં સો પો.
સને ૧૯૭૯ (૩૭) નવદંપતીને જીવનસંદેશ–કાવ્ય.
મંદાક્રાંતાવૃત્તમાં ૧૬ પદ્યો લખેલાં છે. (૩૮) શ્રીમદ બુદ્ધિસાગરસૂરિનાં બેધવચને—સંગ્રહ. (૩૯) શાસનપ્રભાવક શ્રી જિનદત્તસૂરિ ચરિત્ર. (૪૦) નૂતનયુગનાં જીવનવ્રત–વિવેચન.
આ પુસ્તિકાનું બીજું નામ શિષ્ટાચારનાં સૂત્રો છે, તેમાં પ્રગતિમય જીવન માટે ધારણ કરવા ગ્ય વશ નિયમ પર વિવેચન કરાયેલું છે. (૪૧) શ્રી વિજયધર્મસૂરિને અંજલિ–કાવ્ય.
સત્તરમી યંતી પ્રસંગે રચેલી ષત્રિશિકા. (૪૨) શ્રીમદ વિજયધર્મસૂરિ–ચરિત્ર. (૪૩) એ સંતના સંતને—કાવ્ય.
મહાત્મા ગાંધીજીની ૭૧મી જન્મજયંતી પ્રસંગે રચેલું ૭૧ લીટી પ્રમાણુ કાવ્ય. (૪૪) શ્રીમદ વિજયકમલસૂરિ–ચરિત્ર. (૪૫) ઉચ્ચતમ જીવન–વિવેચન.
Page #54
--------------------------------------------------------------------------
________________
૪૧
લેખન–પ્રકાશન-પ્રવૃત્તિ
દિવ્ય જીવન તરફ દેરી જતાં છ પગથિયાનું વિવેચન. (૪૬) સન્મિત્રનાં સદબોધવચને–સંગ્રહ.
સન્મિત્ર શ્રી કર્ખરવિજયજી મહારાજના સુવાક્યને સંગ્રહ (૪૭) મુનિ શ્રી ચારિત્રવિજય (કચ્છી)–ચરિત્ર. (૪૮) આદર્શ ત્રિપુટી–વિવેચન.
પુત્ર, પત્ની અને મિત્ર કેવા હોય? તે અંગે પ્રાચીન શ્લેિક અનુસાર આ વિવેચન કરાયેલું છે.
સને ૧૯૪૦ (૪૯) સાધનાનાં સોપાન.
નિદ્રા, તંદ્રા, ભય, ક્રોધ, આલસ્ય અને દીર્ઘસૂત્રતા ટાળવા અંગે વિવેચન. (૫૦) મહાવીર જીવન-કાવ્ય.
ભગવાન મહાવીરની ૨૫૩૮મી જન્મજયંતી પ્રસંગે કુરેલા ઉદ્ગારે. (૫૧) શ્રીમદ વિજયાનંદસૂરિનાં વચનામૃત.
૧૦૮ વચન સંગ્રહ છે. (૫૨) કલ્યાણને માર્ગ
શ્રી ભર્તુહરિવિરચિત નીતિશતકના એક શ્લેક પર વિવેચન કરેલું છે. તેને પ્રારંભ “વળાધાતાસિવૃત્તિઃ' એ શબ્દથી થાય છે.
સને ૧૯૪૧ (૫૩) મહાવીર ચરિત્ર–કાવ્ય.
Page #55
--------------------------------------------------------------------------
________________
૪૨
જીવનસૃતિ
(૫૪) કલ્યાણમંદિર સ્તેાત્રના ગુજરાતી પદ્યાનુવાદ. આ અનુવાદ મંદાક્રાંતા છંદમાં થયેલે છે. (૫૫) સેવાગ્રામના સતને,
મહાત્મા ગાંધીજીની ૭૩મી જન્મજય ંતિ પ્રસંગે રચેલુ ૭૩ લીટીનું કાવ્ય.
સને ૧૯૪૬
ને.
(૫૬) રાષ્ટ્રના રાજ
મહાત્મા ગાંધીજીની ૭૮મી જન્મજયંતી પ્રસંગે રચેલું ૭૮ લીટીનું કાવ્ય.
સને ૧૯૪૭
(૫૭) વિનામાનાં વચનામૃત. ૧૦૮ સુવાકયાના સંગ્રહ છે. (૫૮) વિજયકેશરસૂરિનાં વચનામૃત. ૧૦૮ સુવાકયાના સ`ગ્રહ છે. (૫૯) વિશ્વવથ ગાંધીજીનાં વચનામૃતા. ૧૦૮ સુવાકયાના સંગ્રહ છે.
સને ૧૯૪૮
(૬૦) સાને ગુરુજીનાં સાધવચને. ૧૦૮ સુવાકયેાના સંગ્રહ છે.
(૬૧) મંગલમય મહાવીર–કાવ્ય.
ભગવાન મહાવીરના ૨૫૪૬મા જન્મકલ્યાણકદિને સ્ફુરેલા ઉગારા.
Page #56
--------------------------------------------------------------------------
________________
લેખન-પ્રકાશન–પ્રવૃત્તિ
४३ (૨) સુખનાં સપાન. સુખપ્રાપ્તિનાં છ પગથિયાં પર વિવેચન
સને ૧૯૪૯ (૩) ગુગુણ મૌક્તિકમાલા-ગર્લ્ડલી સંગ્રહ
આમાંની બે ગહેલીઓ શ્રી માવજીભાઈએ પોતે રચેલી છે. (૬૪) સુખના સિદ્ધાંત.
મારી માતૃવિવારઃ પંક્તિથી શરૂ થતા શ્લેકના છ ભાવે પર વિવેચન. (૬૫) સફલતાનાં સાધન
વિપરિ વૈર્યમથવુ ક્ષમા” એ પંક્તિથી શરૂ થતા લેકના સાત ભાવ પર વિવેચન. (૬૬) મુનિશ્રી મેહનલાલજી મહારાજ-કાવ્ય.
" બેંતાલીશમી સ્વર્ગવાસતિથિ નિમિત્તે તાલીશ લીટી પ્રમાણ કાવ્યબદ્ધ અંજલિ. (૬૭) સર્વાંગસુંદર જીવન.
“રષ્ટિપૂત રચત્ વ' એ પંકિતથી શરૂ થતા. લેકના ચાર ભાવે પર વિવેચન. (૧૮) કાર્યસિદ્ધિ આમ થાય.
નિવાધા રાન' આદિ પદેથી શરૂ થતાં લેકના પ્રત્યેક ભાવ પર વિવેચન.
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૪
જીવનસ્મૃતિ આ પુસ્તિકાની બીજી આવૃત્તિ સને ૧૯૪લ્માં પ્રકટ થયેલી છે. પ્રથમ આવૃત્તિની સાલ મળી નથી, પણ તે સને ૧૯૪૦ પછી જ પ્રસિદ્ધ થયેલી હોવી જોઈએ, કારણ કે
ત્યાં સુધીની સૂચિમાં તેને નિર્દેશ નથી. (૬૯) કલ્યાણમય જીવન-વિવેચન.
સને ૧૯૪૦માં કલ્યાણને માર્ગ નામની પુસ્તિકા બહાર પાડેલી. તેમાં જે મૂળભૂત લેક છે, તેનું ગુજરાતી, હિંદી, મરાઠી, કચ્છી અને અંગ્રેજીમાં ભાષાંતર આપ્યું છે. બાકીને વિષય જેમને તેમ છે.
સને ૧૯૫૦ (૭૦) સદ્ભાગ્યને સૂર્યોદય.
“પૂનઃ સરિતઃ સતી પ્રિયતમા આદિ પદેથી શરૂ થતા પ્રાચીન ગ્લૅકના દરેક ભાવ પર વિવેચન. (૭૧) દેવાધિદેવનાં દર્શન-વિધિ-અનુષ્કાન.
આ પુસ્તિકામાં પ્રાતઃસ્મરણ, ગુરુવંદન, દેવદર્શન અને દેવપૂજન વિધિ આપવામાં આવ્યું છે. (૭૨) સંસારમાં સ્વર્ગ.
રાજર્ષિ ભર્તુહરિકૃત “તૃwાં છિધિ મક ક્ષમ” પદોવાળા શ્લેકના પ્રત્યેક ભાવ પર વિવેચન.
સને ૧૯પ૧ (૭૩) ધર્મ રહસ્ય.
ક્ષમાદિ દશ ઉત્તમધર્મ પરનું વિવેચન.
Page #58
--------------------------------------------------------------------------
________________
લેખન–પ્રકાશનપ્રવૃત્તિ
૪૫.
(૭૪) શ્રી મહાવીરને વંદના-કાવ્ય.
ભગવાન મહાવીરના ૨૫૪હ્મા જન્મકલ્યાણક નિમિત્તે રચાયેલે ૧૦૦ લીટી પ્રમાણ રાસ.
સને ૧૯૫૨ (૭૫) તીર્થધામમાં ત્રીસ દિવસ-યાત્રાવર્ણન.
રતલામથી ભાવનગર સુધીના પ્રવાસમાં કરાયેલી યાત્રાનું વર્ણન છે.
સને ૧૯૫૪ (૭૬) તિર્થાધિરાજ સમેતશિખર-યાત્રાવર્ણન.
પાવાપુરી, રાજગૃહી તથા સમેતશિખર આદિ તીર્થની યાત્રાનું વર્ણન છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
[૮] કૌટુંબિક જીવન
શિક્ષકપદે સ્થિરતા અનુભવ્યા બાદ સને ૧૯૧૬, સં. ૧૯૭રમાં શ્રી માવજીભાઈએ ભાવનગરનિવાસી શેઠ પોપટલાલ કસ્તુરચંદ શાહની સુપુત્રી શ્રી અમૃતબેન સાથે લગ્ન કર્યા.
શ્રી માવજીભાઈ એક સંસ્કારી યુવક હતા અને જીવનને સફલ કેમ બનાવવું, તેની ચાવીઓ જાણી ચૂક્યા હતા. વળી અમૃતબેન એક ધર્મપરાયણ ખાનદાન કુટુંબમાં ઉછરેલા હતા અને પતિપરાયણ થવામાં જ જીવનની સાર્થકતા લેખતા હતા.
શ્રી માવજીભાઈ મુંબઈ આવ્યા ત્યારથી લુહારચાલમાં મનહર બીલ્ડીંગમાં રહેતા હતા, જ્યાં તેમને શ્રી મતીચંદ ગીરધરલાલ કાપડિયાને પાડેશ મળ્યું હતું. પરંતુ લગ્ન પહેલાં કેટલાક સંબંધીજનેના અને ખાસ કરીને ઘાટકોપરના મકાનમાલિક શેઠ શ્રી અમૃતલાલ પરશોતમભાઈ તેમજ અમરચંદ ઘેલાભાઈને આકર્ષણને લીધે તેઓ ઘાટકેપર રહેવા ગયા હતા. ત્યાં કામાલેનમાં શ્રી હીરાલાલ અમૃતલાલ
Page #60
--------------------------------------------------------------------------
________________
શ્રી અમૃત બહેન માવજી શાહ જેમણે જીવનભર પતિને સુંદર સાથ આપ્યા.
Page #61
--------------------------------------------------------------------------
________________
શ્રી માવજીભાઇ યુવાવસ્થામાં પાતાના કુટુંબ સાથે
ડાબી બાજુથી (૧) શ્રી વિમળાબહેન (૨) શ્રી કાંતાબહેન, (૩) પાતે, (૪) નીચેના ભાગમાં શ્રી મહેન્દ્રભાઇ, (૫) શ્રી અમૃતબહેન તથા (૬) શ્રી જયંતભાઈ
Page #62
--------------------------------------------------------------------------
________________
४७
કૌટુંબિક જીવન શાહના બંગલામાં રહેતા હતા. અહીં તેમના વડીલ ભાઈ કુંવરજી જેઠાભાઈ શાહ અને તેમના ભાગીદાર શ્રી મુળજી હંસરાજ પણ રહેતા હતા. વળી શેઠશ્રી પરમાણંદ રતનજી, શેઠશ્રી ડાહ્યાલાલ મકનજી, શેઠ શ્રી દેવજી ટોકરશી તથા શેઠશ્રી અમૃતલાલ ખખાણને સહવાસ વારંવાર થતું અને તેમની સાથે ધર્મચર્ચાઓ પણ થતી.
અહીં એટલી નેંધ કરવી ઉચિત ગણાશે કે જેમ શ્રી માવજીભાઈએ પિતાના જીવન દરમિયાન નોકરી બદલી ન હતી, તેમ ઘાટકેપરનું આ સ્થાન પણ બદલ્યું ન હતું. તે એમને ખૂબ ગમી ગયું હતું, કારણ કે પાડોશ જોઈએ તે મળી ગયે હતું અને નજીકમાં જ સગાંવહાલાં રહેતા હતાં. વળી પરાનું જીવન એકંદર શાંત ગણાય, તે પણ અહીં લાંબો વખત સ્થિરતા કરવાનું એક કારણ હતું. શ્રી માવજીભાઈના બધા જ પ્રકાશને આ સ્થળેથી થયાં હતાં.
શ્રી માવજીભાઈને બે પુત્ર અને બે પુત્રી એમ ચાર સંતાને છે. શ્રી કાંતાબેન સૌથી મોટા છે. તેમણે પિતા પાસેથી ધાર્મિક જ્ઞાન ઘણું સુંદર સંપાદન કર્યું છે. વ્યાવહારિક જ્ઞાન પણ સમયાનુસાર મેળવ્યું છે. સંસ્કૃતને અભ્યાસ પણ સુંદર રીતે કરી શ્રી એજ્યુકેશન બોર્ડની સંસ્કૃત વિષયની પરીક્ષામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થઈ ઈનામ મેળવેલું છે.
શ્રી વિમળાબેન તેમની બીજી પુત્રી છે. તેમણે પણ મિક અને વ્યાવહારિક જ્ઞાન સારું સંપાદન કર્યું છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
४८
જીવનસ્મૃતિ તેમજ શ્રી એજ્યુકેશન બોર્ડની ધાર્મિક પરીક્ષાઓ પણ સારા ગુણેથી પસાર કરેલી છે. શ્રી માવજીભાઈની છેલ્લી જીવલેણ માંદગી વખતે તેમણે સુંદર સેવા કરી પોતાની ફરજ બરાબર અદા કરી હતી. ખરેખર ! જે સંતાનને માબાપની સેવા કરવાની તક મળે છે અને જેઓ એ તકને ઝડપી લે છે, તેઓ પિતાનું જીવન ધન્ય બનાવી જાય છે.
ત્યાર પછી તેમના મોટા પુત્ર જયંતભાઈ છે, જેમને જન્મ જાન્યુઆરી માસની પહેલી તારીખે યાને અંગ્રેજોના બેસતા વર્ષે થતું હોવાથી કંઈકના મન આનંદ અને ઉત્સાહથી પ્રફુલ્લિત બનતા હોય છે. જો કે તેમનું નામ જન્મરાશિના આધારે પાડવામાં આવ્યું હશે, પરંતુ તેમના હસ્તપાદમાં જયની જ્વલંત રેખાઓ છે, એટલે એ નામ સાર્થક હતું, એમ કહ્યા વિના ચાલતું નથી.
પુત્ર સામાન્ય કે માયકાંગલે હોય તે પણ માતાપિતાના સ્નેહનું ભાજન બને છે, તે પછી તેજસ્વી અને બુદ્ધિમાન પુત્ર માટે તે કહેવું જ શું!
શ્રી યંતભાઈએ પાંચ ધેરણ યાને અંગ્રેજી પહેલી સુધીને અભ્યાસ ઘાટકેપરમાં શેઠું શ્રી રામજી આસર વિદ્યાલયમાં કર્યો હતો. ત્યાર પછી તેને બાબુ પન્નાલાલ પૂરણચંદ જૈન હાઈસ્કૂલ મુંબઈમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે ૧૯૪૮માં ઉચ્ચ પંક્તિના ગુણે સાથે મેટ્રીકની પરીક્ષા પસાર કરી હતી. તેઓ ભણવામાં હોંશિયાર
Page #64
--------------------------------------------------------------------------
________________
કૌટુંબિક જીવન
હતા, એટલે તેમને આગળ અભ્યાસ કરાવવાનું માતા-પિતાનુ પૂરેપૂરું મન હતુ, પણ તેના ખર્ચના ભાર ચિંતા ઉપજાવતા હતા. આમ છતાં એક યા બીજા ઉપાયે તેનું નિરાકરણ કરવામાં આવ્યું અને તેમને આગળ ભણાવવામાં આવ્યા.
૪૯
સને ૧૯૫૨માં તેઓ શ્રેષ્ઠ ગુણ્ણા (માસ) મેળવી ખી. કામ, થયા, પરંતુ તેઓ હજુ પેાતાના ધ્યેયને પહેાંચ્યા ન હતા, એટલે પગ પર ઊભા રહીને તેમણે પેાતાના અભ્યાસ ચાલુ રાખ્યા.
શ્રી જયંતભાઇ સને ૧૯૫૫માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (આડીટર) થયા, અને થાડા જ વખતમાં પેાતાના કાર્યમાં ઝળકી ઉઠયા. તેએ મુંબઈમાં કાલબાદેવી ઉપર “ મેસસ જયંત એમ. શાહ એન્ડ કું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ”ના નામથી પેાતાનું કાર્યાલય ચલાવે છે. તેમના ગ્રાહકવર્ગ ઘણા માટે છે. શ્રી જયંતભાઈના લગ્ન શ્રી હુ સાહેન બી. એ. સાથે થયેલાં છે.
શ્રી માવજીભાઈના બીજા અને નાના પુત્ર મહેન્દ્રભાઈ છે. તેમના મેટ્રીક સુધીના અભ્યાસ માત્રુ પન્નાલાલ પૂરચંદ જૈન હાઈસ્કૂલમાં જ થયા હતા. અને ત્યાર પછી બે વર્ષ સુધી તેમણે કોલેજનું શિક્ષણ લીધું હતુ, પરંતુ આગળ અભ્યાસ કરવાનું અશકય લાગતાં તે વિદ્યાભ્યાસ ઇંડી ધાંધામાં જોડાયા હતા. તેમનાં લગ્ન શ્રી દેવીબહેન સાથે થયેલાં છે.
પુત્ર-પુત્રીઓને ઉછેરતાં, તેમને ભણાવી-ગણાવીને તૈયાર કરતાં, તેમજ તેમનાં લગ્નાદિ કાર્યાને સારી રીતે પાર
૪
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૦
જીવનસ્મૃતિ પાડતાં શ્રી માવજીભાઈએ સારી એવી જહેમત ઉઠાવી હતી. એટલું જ નહિ પણ કેટલાક ચિંતાતુર દિવસો ય પસાર કર્યા હતા. પરંતુ તેમના સુશીલ ધર્મપત્નીએ ઘણોખરે બે પિતાના ઉપર લઈ તેમને રાહત આપી હતી.
શ્રી માવજીભાઈએ પિતાના જીવનમાં કરકસરને સ્થાન આપ્યું હતું, પરંતુ કંજુસાઈ કરી ન હતી. તેઓ એક સંસ્કારી ગૃહસ્થને અનુરૂપ જીવન જીવતા હતા, જે તેમની સુંદર આવડત અને વ્યાવહારિક કાર્યદક્ષતા બતાવે છે.
તેમની છેલ્લી માંદગીમાં તેમના ધર્મપત્ની અમૃતબહેને તથા એક આદર્શ પુત્ર તરીકે શ્રી જયંતભાઈએ તથા પ્રેમાળ પુત્રી તરીકે વિમળાબહેને તેમના છેલ્લા શ્વાસ સુધી જે એકધારી સેવા કરી છે, તે શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે. ઘડિયાળના કાંટા સાથે તેમની સારવાર કરવી, તેમની સગવડ ઉપર પૂરેપૂરો ખ્યાલ રાખે અને કરચાકરની અનુકૂળતા હોવા છતાં જાતે જ સેવા કરવી, એ કઈ સામાન્ય ઘટના નથી.
પિતાની ધર્મપત્ની, પુત્ર તથા પુત્રીની આવી ઉત્તમ સેવા પામનાર આ જગતમાં વિરલા હશે, એમ અમે પ્રામાણિકપણે માનીએ છીએ.
પ્રસંગે પાર કેટલાક આચાર્ય ભગવંતે તેમના ઘરને પાવન કરતા, ત્યાં તેમણે આ દશ્ય નજરોનજર જોયું હતું અને તે તેમણે પિતાના પત્રમાં અંક્તિ કરેલું છે.
* આ પત્ર શ્રદ્ધાંજલિ વિભાગના પત્રો' નામના પ્રકરણમાં છપાયેલા છે.
Page #66
--------------------------------------------------------------------------
________________
કૌટુંબિક જીવન
૫૧
આજના યુગના સંતાના માટે શું આ સચાટ દાખલે નથી ? માખાપની ઉત્તર અવસ્થામાં તેમની સેવા કરવી, એ જીવનના અનુપમ લ્હાવા છે, અને તે દરેક સુપુત્ર તથા સુપુત્રીએ અવશ્ય લેવા જોઈએ.
શ્રી માવજીભાઈના બીજા જમાઈ શ્રી ધીરજલાલ ભગવાનદાસ શાહ જે ઇલેકટ્રીક એન્જીનીયર છે, તેમણે આ કુટુંબ માટે અને તેમાંયે શ્રી માવજીભાઈની માંદગીના પ્રસંગે ખડાપગે જે સેવા કરી છે, તે સદાય યાદ રહેશે.
સેવા–સેવામાં પણ ફેર હૈાય છે. શ્રી ધીરજલાલભાઈએ પેાતાના શ્વસુરની સેવા કરવામાં રાતદિવસ જોયા ન હતા. કેટલીય રાતાના એક સરખા ઉજાગરા કર્યાં હતા, જે ખરેખર ખૂબ જ પ્રસ’શનીય ગણાય.
Page #67
--------------------------------------------------------------------------
________________
[ ૯ ] જીવનસાથી
શ્રી માવજીભાઈ એ ધર્મ પત્ની નામના નિષધ લખેલે છે. તેમાં તેમણે જણાવેલું છે કે ‘ગૃહરાજ્યના કારોબાર વ્યવસ્થાપૂર્વક ચાલે–તેમાં અંધાધુંધી ચાલવા ન પામે, તે માટે પુરુષાના દરજ્જો એક રાજા જેવા હાવા છતાં ગૃહરાજ્યની ખરી અધિષ્ઠાત્રી-રાણી તા સ્ત્રી જ હાઈ શકે.’
આ શબ્દોનું અવતરણ ટાંકીને અમે એ વસ્તુ કહેવા ઈચ્છીએ છીએ કે શ્રી માવજીભાઈના ગૃહરાજ્યની ખરી અધિછાત્રી તે અમૃતબહેન જ હતાં. તેમણે શ્રી માવજીભાઈની ભાવનાઓને મૂર્તિમંત કરવામાં જે સાથ-સહકાર આપ્યા છે, તે ચિરસ્મરણીય રહેશે.
શ્રી અમૃતમહેનને શાળાના અભ્યાસ તે માત્ર ચાર ગુજરાતી જેટલા જ હતા, પણ અનુભવની શાળામાં ઘડાઇને તેઓ ખૂબ જ આગળ વધી ગયા હતા.
તે પતિની ખધેલી અને અતિમર્યાદિત આવકમાં
Page #68
--------------------------------------------------------------------------
________________
જીવનસાથી
૫૩
પણ ઘરના કારભાર ખરાખર ચલાવતા અને દરેક પ્રસંગને મક્કમતાથી પાર પાડતા.
શ્રી અમૃતબહેનના પિતા આર્થિક સ્થિતિએ ઘણા સુખી હતા. તેમની પ્રથમ કરિયાણાંની અને પછી કાપડની દુકાન ધમધેાકાર ચાલતી હતી, પરંતુ શ્રી અમૃતબહેનની આલ્યાવસ્થામાં જ તેમના માતુશ્રી ગુજરી ગયેલા. આથી તેમના માથે ઘણી ભાત પડેલી, પણ તેમના લગ્નજીવનમાં એ ઘણી જ ઉપયોગી નીવડી. તેઓ પિયરની પાલખી છેડી સાસરવાસમાં ખરાખર સમાઈ ગયા, એ તેમની આવડત અને કુનેહના મેટો પૂરાવા છે.
તેમણે પોતાની બંને પુત્રીઓને ઘરકામમાં, તેમજ સ્ત્રીઉપયાગી શિક્ષણમાં ખૂબ જ આવડતવાળી બનાવી દીધી હતી. એ બંને પુત્રીએ ઉક્ત જ્ઞાનના ઉત્તમ ઉપયોગ કરીને તેમનાં લગ્નજીવનમાં સુખી બની છે.
તેઓ પુત્રાને પણ ધાર્મિક અને વ્યાવહારિક જ્ઞાન સારી રીતે મળે, તેની સતત કાળજી રાખતાં. સારા સંસ્કારો આપવા માટેની તેમની ચીવટ નોંધપાત્ર હતી.
સતાના ઉમ્મરલાયક થયાં, ત્યારે તેમને સારે સ્થાને પહોંચાડવા માટે તેમણે દિવસેા સુધી ચિંતા કરી હતી અને આજે પણ દરેકની ચેાગ્યતા પ્રમાણે તેમના કલ્યાણની કામના કરવામાં તેએ એટલા જ ઉત્સાહવત છે.
તેમણે પેાતાના સંતાનાને ભણાવવા માટે એક મા તરીકે જે કાળજી રાખી છે, તે આજની કોઈક જ મા રાખી
Page #69
--------------------------------------------------------------------------
________________
૫૪
જીવનસૃતિ
શકતી હશે. . ‘ સારી રીતે ભણા અને આગળ વધે’ એ એમની મુખ્ય હિતશિક્ષા હતી. તે માટે પેાતાને જે કંઈ ભાગ આપવા પડે, તે માટે સદા તૈયાર રહેતા અને પરીક્ષા જેવા સમયે પેાતે વહેલા ઉઠીને બધાને ઉઠાડતા.
શ્રી જયતભાઈ ખી. કામ., થયા પછી તેમને વધુ અભ્યાસ કરાવવા માટે તેમની મક્કમતા અલૌકિક હતી. ગમે તેવી આર્થિક મુશ્કેલી સહીને પણ તેમના અભ્યાસ પૂર કરાવવા, એ તેમને દૃઢ સંકલ્પ હતા . અને તેથી જ શ્રી જયંતભાઈ પેાતાના અભ્યાસ ધારણા મુજબ પૂરો કરી શક્યા.
શ્રી જયંતભાઈ એ અભ્યાસ પછી પેાતાના જીવનમાં જે પ્રગતિ કરી, જે માનપાન મેળવ્યુ, તે જોઈ તેમને અતિ આનંદ થયા. પરંતુ તે સાથે જ તેમને ચિંતા થવા લાગી કે નાના પુત્રનું શું? એટલે સૌને સમજાવી–મનાવી તેના માટે દુકાન કરાવી. જો કે તેમની આંતરિક ઈચ્છા તા એ જ હતી કે નાના પુત્ર પણ મોટા પુત્ર જેટલું જ ભણે, પણ તેની ભણવાની અશક્તિના કારણે તેના જીવનમાં ચેાગ્ય સ્થાન મળે તે માટે તેમણે આ પ્રકારે સ્ટેનલેસ સ્ટીલના વાસણની દુકાન કરાવી હતી.
તેઓ વ્યાવહારિક-સામાજિક દરેક પ્રશ્નોના મેજે પેાતાના શિર પર લઈ પેાતાના પતિને રાતના ક્રમ ખેંચવા દેતા.
તેમણે શ્રી માવજીભાઈની નાની મેાટી દરેક માંદ્યગી વખતે ખડે પગે સેવા કરી હતી, અને છેલ્લી માંદગી વખતે
Page #70
--------------------------------------------------------------------------
________________
જીવનસાથી
પપ
રાત કે દિવસ જોયા ન હતા. પતિને સુખ કેમ ઉપજે ?” એ જ તેમની એક માત્ર વિચારણા રહેતી અને તેમાં પિતાની અંગત સુખ સગવડોને સાવ ભૂલી જતાં. શ્રી અમૃતબહેન વિચાર કરતાં વતનમાં વધારે માને છે અને ગમે તેવા કપરા સંજોગોમાંથી પણ માર્ગ કાઢવાની કુશળતા ધરાવે છે. તેઓ સ્વભાવે ઉદાર છે અને હસતાં મુખડે દાન દઈ શકે છે.
પૂજ્ય મહાત્મા ગાંધીજીને કસ્તુરબા મળ્યા અને તેમનું જીવન ધન્ય બની ગયું, તેમ શ્રી માવજીભાઈને અમૃતબહેન મળ્યા અને તેમનું જીવન ધન્ય બની ગયું. શ્રી અમૃતબહેન માટે આથી વિશેષ બીજું શું કહીએ?
Page #71
--------------------------------------------------------------------------
________________
[૧૦] પિતૃભક્તિને પુણ્ય પ્રકાશ
ભારતીય નીતિકારેએ કહ્યું છે કે – वरमेको गुणि पुत्रो, न च मूर्खशतान्यपि । एकचन्द्रस्तमो हन्ति, न च तारा शतान्यपि ॥
એક ગુણ પુત્ર હોય તે સારે, પણ મૂર્ણ પુત્રો હોય તે સારા નહિ. ચન્દ્ર એક જ હોય છે, પણ અંધકારને નાશ કરે છે, જ્યારે સેંકડો તારાઓ સાથે મળીને પણ અંધકારને નાશ કરી શક્તા નથી.”
કુલને અજવાળે, પિતાનું નામ રોશન કરે, તેને કુલદિપક કહેવાય છે. તેવા પુત્રથી માતા-પિતાને ઘણું જ આનંદ થાય છે અને એક પ્રકારનું આશ્વાસન મળે છે. શ્રી જયંતભાઈ કુલદીપક નીવડ્યા, તેથી શ્રી માવજીભાઈ તથા અમૃત બહેનને ઘણું જ આનંદ થયે અને પિતાના ગૃહસ્થજીવનને સાર્થક માન્યું. આવા પનેતા પુત્ર માટે અહીં બે શબ્દો લખીએ તે અનુચિત નહિ જ લેખાય.
Page #72
--------------------------------------------------------------------------
________________
શ્રી જયંત એમ. શાહ બી. કોમ., એફ. સી. એ.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
Page #73
--------------------------------------------------------------------------
________________
શ્રી માવજી દામજી શાહના ધાર્મિક ગુણોની અનુમોદના કરવા માટે મળેલી જૈનેની જાહેર સભાનું એક દશ્ય. ઊંચી પાટ પર બેઠેલા ડાબી બાજુથી (૧) પૂ. મુ. શ્રી જયાનંદવિજયજી, (૨) પૂ. મુ. શ્રી યશોવિજયજી (૩ પૂ. આ. શ્રી વિજયધર્મ સૂરિજી તથા (૪) પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરિજી. જમણી બાજુ છેડે શ્રી મનસુખલાલ તારાચંદ ભાષણ કરી રહેલા છે.
Page #74
--------------------------------------------------------------------------
________________
પિતૃભક્તિને પુણ્ય પ્રકાશ
૫૭ શ્રી માવજીભાઈએ આજીવન કેળવણીકાર રહીને અનેક વિદ્યાર્થીઓના જીવનમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કર્યું હતું, તેમ પિતાના બાળકેમાં પણ ધાર્મિક સંસ્કારોનું સિંચન કર્યું હતું. પૂજ્ય શ્રી ચિત્રભાનુ મહારાજના શબ્દોમાં કહીએ તે તેમણે દીપકને પ્રકાશ માત્ર લેકેને જ આપે ન હતું, પણ પિતાના ઘરમાંયે પ્રકટાવ્યું હતું. શ્રી જયંતભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેવા સુસંસ્કારી પુત્રને સમાજના ચરણે ધરી તેમણે આ વાત પુરવાર કરી હતી.
શિક્ષકના આર્થિક જીવનની સમસ્યાઓ તે શિક્ષકે જ જાણતા હોય છે. એવા સંયોગોમાં પણ પ્રશ્નને સરલ ઉકેલ કરી પોતાનું કર્તવ્ય અદા કરવા માટે આપણે શ્રી માવજીભાઈને જરૂર અભિનંદન આપીએ.
શ્રી માવજીભાઈએ સગો અનુસાર તેમના ચારે ય સંતાનને ભણાવ્યા, પણ જયંતભાઈને આગળ ભણુવતી વખતે તેમની આગળ આર્થિક સમસ્યા ખડી થઈ. આ વખતે
યંતભાઈએ જે હિંમત દાખવી, જે પુરુષાર્થ છે, તે આપણને જરૂર વિચારતા કરી મૂકે એવે છે.
માર્ચ માસમાં મેટ્રીકની પરીક્ષા આપ્યા પછી તેઓ નેપચુન એસ્યુરન્સ કુ. લી. મુંબઈમાં નેકરી પર બેસી ગયા હતા અને માસિક પગાર રૂ. ૫૦ પ્રમાણે આવતે થઈ ગયે હત, જે કુટુંબના આર્થિક નિર્વાહ માટે સહાયરૂપ હતું. પરંતુ તેમને આગળ ભણવાનું પૂરેપૂરું દિલ હતું, એટલે સીડનહામ કોલેજ ઓફ કોમર્સમાં પ્રવેશ માટે અરજી કરી અને ગુણે ઘણા સારા હોવાથી પ્રવેશ તરત જ મળી ગયે. પરંતુ
Page #75
--------------------------------------------------------------------------
________________
૫૮
જીવનમૃતિ કેલેજની ફીનું શું કરવું? વળી ચાલુ થયેલી આવક અટકી જાય તે પણ કેમ પોસાય?
આ એક કસોટીની પળ હતી, પરંતુ જયંતભાઈ તેમાં પાર ઉતર્યા. તેમણે પિતાના સગાને ખ્યાલ પામીને તરત જ મનમાં નકકી કર્યું કે મારે મારા અભ્યાસને આર્થિક
જે ઘર પર ન લાદતાં જાતે જ ઉચકી લે અને વિશેષમાં ઘરખર્ચમાં ફાળો આપવા ગ્ય પણ તરત જ થઈ જવું.
- બે માસના પગારમાંથી, તેમજ બીજી ડી સગવડ કરીને તેમણે કોલેજની ફી ભરી અભ્યાસ ચાલુ કર્યો. તે સાથે તેમણે શેઠશ્રી મનમેહનદાસ માધવદાસ અમરશીની ભલામણથી ધી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં નોકરી મેળવી. એ પગાર તેમણે ઘરખર્ચમાં આપવા માંડ્યો. ઉપરાંત નેપચ્ચન એમ્યુ. કુ. લી. માં ટૂંક સમયની નેકરી દરમિયાન વિમાના કામને અનુભવ મેળવી વિમાનું કામ શરૂ કરેલું, તે પણ ચાલુ રાખ્યું અને તેમાં પિતાની સુંદર સુવાસ તથા મીઠાશના કારણે સારી સફળતા મળવા લાગી. વીમા કંપનીએ તેમની કદર કરીને તેમને સુંદર દરજો આયે.
આ વખતે તેમને પરિશ્રમ તે ઘણે જ પડતું હતું, પણ પરિશ્રમને વિચાર કરનાર કે તેનાથી કંટાળનાર આ જગતમાં કોઈ વિશિષ્ટ પ્રકારની સિદ્ધિ કરી શક્તા નથી. અનુભવી પુરુષે કહે છે કે “કાયર મનુ વિમ્બથી ડરી જઈને કઈ કાર્યને આરંભ કરતા નથી, મધ્યમ પુરુષ ઉત્સાહમાં આવીને કાર્ય આરંભ કરે છે, પણ જ્યાં વિને આવવા લાગે, ત્યાં તેને ત્યાગ કરે છે, જ્યારે ઉત્તમ પુરુષે વિનથી
Page #76
--------------------------------------------------------------------------
________________
અને અંત
આ કાર્ય માં ઘી વધુ અને
પિતૃભક્તિને પુણ્ય પ્રકાશ
૫૯ પુનઃ પુનઃ હણવા છતાં આરસેલા કાર્યને છેડતા નથી.”
શ્રી જયંતભાઈએ કોલેજનું ઉચ્ચ શિક્ષણ લેવાનું જે કાર્ય આરંભ્ય હતું, તે અનેકવિધ કપરા સંગમાં પણ ધૈર્ય અને ખંતપૂર્વક પૂરું કર્યું. શ્રી માવજીભાઈએ માનસિક ટેકે આપીને તેમના આ કાર્યમાં ઘણું સહાય કરી હતી. બી. કેમ, થયા પછી પણ જયંતભાઈની વધુ અભ્યાસ કરવાની ઈચ્છા હતી. એ જોઈ શ્રી માવજીભાઈએ તેમને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના અભ્યાસમાં જોડી દીધા. હવે તે “હું પાતયામિ વા ફાર્ચ રાજયામિ વા”ની ભાવના યંતભાઈને મન પર સવાર થઈ ચૂકી હતી, એટલે બરાબર ત્રણ વર્ષે તેમણે નિયત અભ્યાસ પૂરો કરી દીધું અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષા બહુમાન સાથે પસાર કરી. મંદિર પર શિખર ચણાય અને તેના પર સોનેરી ઇંડું ચઢે, તેને જેવી આ વાત હતી, એટલે કેને આનંદ ન થાય?
અમે ગત પ્રકરણમાં જણાવ્યું છે તેમ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા પછી શ્રી જયંતભાઈએ કાલબાદેવી પર મેસર્સ. જયંત એમ. શાહ એન્ડ કું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના નામથી કાર્યાલય ખાલી પિતાનું કામ ચાલુ કર્યું.
એક કવિએ કહ્યું છે કેवार्ता च कौतुकवती विशदा च विद्या, लोकोत्तरः परिमलश्च कुरङ्गनाः । तैलस्य बिन्दुरिव वारिणि दुर्निवारमेतत्त्रयं प्रसरतीह किमत्र चित्रम् ? ।।
Page #77
--------------------------------------------------------------------------
________________
જીવનસ્મૃતિ
કૌતુકવાળી વાત, વિશદ વિદ્યા અને કસ્તૂરીની લેકેઉત્તર સુગંધ, એ ત્રણે જળમાં પડેલા તેલના બિંદુની જેમ જગતમાં દુર્નિવારપણે પ્રસરે તેમાં આશ્ચર્ય શું?”
શ્રી જયંતભાઈ પાસે વિશદ વિદ્યા હતી, તેની સુવાસ દિવસે દિવસે વધવા લાગી અને આજે તો તેઓ અનેક જાહેર સંસ્થાઓમાં માનનીય હિસાબ-અન્વેષક (ઓડીટર) યા બીજી અનેક રીતે ગૌરવવંતુ સ્થાન ભેગવી રહેલા છે.
આ તે તેમના જીવનનું એક પાસું થયું. હવે બીજા પાસાં તરફ પણ દષ્ટિપાત કરીએ.
સામાન્ય રીતે આજનું ઉચ્ચ શિક્ષણ મેળવનાર વ્યક્તિ ધાર્મિક જીવન પ્રત્યે ઉદાસીન બને છે અને સંયુક્ત કુટુંબની પ્રણાલિકાથી દૂર થઈ જાય છે. પરંતુ જયંતભાઈની બાબતમાં આથી ઉલટું જ બન્યું છે. ઉચ્ચ શિક્ષણ લેવા છતાં તેઓ ધાર્મિક જીવન પ્રત્યે ઉદાસીન રહ્યા નથી. તેઓ પિતાના પગલે ચાલી રેજ શ્રી જિનેશ્વર દેવની સેવા-પૂજા-ભક્તિ કરે છે તથા સાધુ મહાત્માઓનાં દર્શન કરી પાવન થાય છે. વળી માતા-પિતાથી તેઓ વિખૂટા પડયા નથી. તેમને પિતાની સાથે જ રાખ્યા છે અને તેમની અનન્ય ભાવે સેવા કરી છે. અમે ઘણુ સંસ્કારી કહેવાતાં કુટુંબના પરિચયમાં આવ્યા છીએ, પણ માતા-પિતા પ્રત્યેની આવી જવલંત ભક્તિનું દશ્ય ભાગ્યે જ જોવા મળ્યું છે.
શ્રી યંતભાઈનું એવું સ્પષ્ટ મંતવ્ય છે કે “આજના યુગની કેળવણીને લીધે બાળક ધર્મથી કે માબાપથી વિમુખ
Page #78
--------------------------------------------------------------------------
________________
પિતૃભક્તિના પુણ્ય પ્રકાશ
૬૧.
થતા નથી, પણ જ્ઞાનના નામે તેનામાં જે દંભ અને અહુ ભાવ આવે છે, તે જ તેનામાં આ પ્રકારના અવગુણા લાવે છે. જીવતા માબાપની પૂજા તે જ સાચી પૂજા છે. જે પુત્રા તેમની હયાતિમાં તેમનાથી દૂર થાય છે, તે ખરેખર ! કમનશીમ છે. તેએ ગંગાજળની પવિત્ર લહેરિ છેડીને ખાબાચિયામાં રાચે છે અને તેનુ ફળ ભાગવે છે.'
શ્રી જયંતભાઈ એ પિતાની માંદગી વખતે ખડે પગે. જે સેવા કરી, તેમાં પિતૃભક્તિના પરમ પ્રકાશ પચે છે. તે માટે અમે તેમની કયા શબ્દેમાં પ્રશંસા કરીએ ?
અનુભવી પુરુષાએ કહ્યું છે કે ‘સોળ વરસના સુત થયા, તમ તે મિત્ર સમાન.' આ ઉક્તિ શ્રી જયંતભાઈના સબંધમાં સાવ સાચી પડી હતી. શ્રી માવજીભાઈ ના પિતા સાથેના સબંધ પ્યારા પુત્ર કરતાં એક દિલાજાન મિત્ર જેવા વિશેષ બની ગયા હતા. અન્ય શબ્દોમાં કહીએ તેા તેમની વચ્ચે સેાનારી સ્નેહની અપ્રતિમ કડીએ જોડાઈ ગઈ હતી. આજે તા એ જોડલી ખડિત થઈ ગઈ છે, પણ તેની યાદ કદી વિસરાશે નહિ.
શ્રી જયંતભાઈ ને પેાતાના ધીકતા ધંધા અંગે અન્ય ખાખતા માટે સમય બહુ ઓછા મળે છે, આમ છતાં સેવાના પ્રસંગ આવ્યે તેઓ પેાતાનું કર્તવ્ય બજાવ્યા વિના રહેતા નથી. તેમણે નાની ઉંમરમાં જે લેાકપ્રિયતા મેળવી છે, તે તેમના ઉજ્વલ ભાવીની આગાહી કરે છે. ખરૂ કહીએ તા આગામી બનાવે તેમની છાયા પ્રથમથી જ પાડે છે.
Page #79
--------------------------------------------------------------------------
________________
[૧૧] નિવૃત્તાવસ્થા
માનવજીવનની ત્રણ અવસ્થાઓ ગણાય છેઃ બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. તેમાંની પહેલી બે અવસ્થાઓ શ્રી માવજીભાઈ વટાવી ચૂક્યા હતા, પરંતુ શાળાની નોકરી ચાલુ હતી અને સંચાલકો તેમને છૂટા કરવા રાજી ન હતા.
અનેક વાર શ્રી યંતભાઈએ કહ્યું હતું: “પિતાજી! હવે તમારે નેકરી કરવાની કેઈ જરૂર નથી. આપણે ગૃહવ્યવહાર સારી રીતે ચાલે છે, માટે રાજીનામું આપી શાળામાંથી છૂટા થાઓ.”
ત્યારે શ્રી માવજીભાઈ કહેતા કે “જયંત ! હજુ મારું શરીર સશક્ત છે, ઈન્દ્રિયે કામ આપે છે, તે આ પવિત્ર કાર્ય શા માટે છોડવું? કામ વિના મને ગમશે નહિ, મારા દિવસે જશે નહિ.”
જયંતભાઈ કહેતા કે “તમારી વાત બરોબર છે, પરંતુ હવે તમે કરી કરે, એ મને શોભતું નથી. હું ભણીગણીને
Page #80
--------------------------------------------------------------------------
________________
નિવૃત્તાવસ્થા
આટલે આગળ વધે અને તમે આ અવસ્થાએ કરી કરી, એ મારાથી સહન થતું નથી.”
શ્રી જયંતભાઈ પિતાજીની શાંતિમય પ્રવૃત્તિ ચાલુ રહે એ માટે એગ્ય સ્થાન વિચારી રહ્યા હતા, એટલામાં તેમના એક ઘરાકને દુકાન અને કારખાનું એ બેન સંભાળી શકવાને કારણે દુકાન કાઢી નાખવાની જરૂર ઊભી થઈ અને તેણે શ્રી યંતભાઈને કહ્યું કે “કઈ ઘરાક હોય તો ધ્યાન રાખજે. આપણે દુકાન કાઢી નાખવી છે.”
શ્રી યંતભાઈને આ વાત ધ્યાનમાં રહી અને તે માતાપિતા સમક્ષ રજૂ કરી. આ વખતે નાનાભાઈને ધંધાકીય જ્ઞાન મળે તે માટે કઈ દુકાને બેસાડે હતા, એટલે વડીલેની સંતિમપૂર્વક આ દુકાન ખરીદી લીધી.
જ્યારે દુકાનને વહીવટ બરાબર ચાલવા લાગ્યું, ત્યારે શ્રી માવજીભાઈ નિશાળ છેડવામાં સંમત થયા. આ સંબંધમાં બાબુ પન્નાલાલ પૂરણચંદ જૈન હાઈસ્કૂલના સંચાલકને ખૂબ ખૂબ વિનંતિ કરતાં તેમણે ઘણાજ દુભાતા દિલે શ્રી માવજીભાઈને છૂટા થવાની રજા આપી.
શ્રી માવજીભાઈએ શિક્ષકમંડળ તથા વિદ્યાર્થિઓની રજા લઈ પિતાની આ પ્યારી શાળાને નમસ્કાર કર્યા અને વિદાય લીધી ત્યારે તેમનું હૈયું ભારે હતું અને તેમની આંખમાંથી આંસુ ટપકી પડ્યાં હતાં. શાળા પ્રત્યેના તેમના આ પ્રકારના સદ્દભાવે જ તેમને મહાન બનાવ્યા હતા અને શિષ્યરૂપી સંપત્તિ વિપુલ પ્રમાણમાં આપી હતી. કોઈ પણ
Page #81
--------------------------------------------------------------------------
________________
જીવનસ્મૃતિ
કાર્ય એકનિષ્ઠાથી કરવામાં આવે તે તેનું ફળ મળ્યા વિના રહેતું નથી.
સને ૧૯૫૭માં શાળામાંથી નિવૃત્તિ લીધા બાદ શ્રી માવજીભાઈએ પિતાની વાસણની દુકાને જવા માંડ્યું અને તેનાં કામકાજમાં રસ લેવા માંડયો, પરંતુ તેમનું આંતરિક વલણ તે જ્ઞાનાભિમુખ જ હતું. એટલે તેઓ દુકાને જતા, ત્યારે સારાં સારાં પુસ્તકે પોતાની સાથે લઈ જતા અને જરા પણ સમય મળે કે તેનું વાંચન શરૂ કરી દેતા. ઘણી વાર તેઓ પ્રસંગાનુસાર કાવ્યરચના કરી પિતાનું દિલ બહેલાવતા. અહીં એટલી નેંધ કરવી જોઈએ કે તેમને કોઈપણ વિષય પર કાવ્યરચના કરવાનું મન થતું તે એકજ સ્થળે બેસી ટૂંક સમયમાં કરી લેતા. તે માટે વિશેષ સમય લાગતો નહિ
મુંબઈમાં જ્યારે ખેતવાડી સાતમી ગલીમાં લાયક જગ્યા મળી, ત્યારે તેઓ મુંબઈ રહેવા આવી ગયા હતા, એટલે દુકાને જવા-આવવામાં ખાસ અડચણ પડતી નહિ. તેઓ પિતાના રોજિંદા કાર્યક્રમથી પરવારીને શાંતિથી દુકાને જતા.
આ નિવૃત્તિકાલ લગભગ આઠ વર્ષ ચાલે. દરમિયાન શ્રી માવજીભાઈએ અનેક તીર્થોની યાત્રા કરી. તેઓ યાત્રા દરમિયાન અને ત્યાર પછી પણ અવારનવાર સૌને કહેતા કે
ભગવાન રામચંદ્રજીના સમયમાં શ્રવણે કાવડ ઉપર માબાપને જાત્રા કરાવી, ત્યારે અત્યારના સમયની સગવડતાએ ટ્રેનમાં, મોટરમાં અને વિમાનમાં શ્રી યંતભાઈ અમને જાત્રા
Page #82
--------------------------------------------------------------------------
________________
નિવૃત્તાવસ્થા
કરાવી રહ્યા છે. ખરેખર! એ આજના યુગને શ્રવણ છે! તેના અમે કેટલાં મુખે વખાણ કરીએ?”
હવે ધન ખર્ચવાની સ્થિતિ ઉત્પન્ન થઈ હતી, એટલે તેમણે દાનપુણ્યનાં કાર્યો પણ સારા પ્રમાણમાં કર્યા. શ્રી જયંતભાઈ અનેક સંરથાઓમાં પિતાજીના નામે તેમના દ્રવ્યને સદુપયોગ કરી પુત્ર તરીકેની પવિત્ર ફરજ અદા કરી રહ્યા હતા. તેમનું એ મંતવ્ય હતું કે પિતાની હયાતીમાં જે કંઈ દાન થઈ શકે તે કરવું. એથી તેમને અને પિતાને જે ઉલ્લાસ થશે, તે તેમની ગેરહાજરીમાં થવાને નહિ.
કઈ મહાપુરુષે ઠીક જ કહ્યું છે કેपूज्यपूजा दया दानं, तीर्थयात्रा जपस्तपः। श्रुतं परोपकारश्च, मयंजन्मफलाष्टकम् ॥
અર્થાત્ પૂજ્યની પૂજા, દયા, દાન, તીર્થયાત્રા, જપ, તપ, શાસ્ત્રાભ્યાસ અને પરોપકાર, એ આઠ મનુષ્યજન્મનાં મધુર ફળે છે. અહીં પૂજ્ય શબ્દથી દેવ, ગુરુ તથા વડીલ સમજવાના છે.
સપુપુત્રનું કર્તવ્ય એ જ છે કે વૃદ્ધાવસ્થામાં માતાપિતાની સેવાચાકરી કરવી, તેમને તીર્થોની યાત્રા કરાવવી, તેમને યથેચ્છ દાન-પુણ્ય કરવાની સગવડ કરી આપવી અને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તેની ખાસ કાળજી રાખવી.
ઘણી વખત બે પુત્રો ઘરમાં હોય અને તેમને એક પુત્ર ફરજ અદા કરે અને બીજે ન કરે, ત્યારે વિસંવાદી સ્થિતિ
Page #83
--------------------------------------------------------------------------
________________
જીવનસ્મૃતિ ઉત્પન્ન થાય છે, પણ આવા સમયે પિતાનું કર્તવ્ય સમજનાર પુત્રે દિલ દઈને પિતાનું કર્તવ્ય બનાવવું જોઈએ. બીજે તે કર્તવ્ય બજાવે છે કે નહિ, તે જોવાની કંઈ પણ આવશ્યક્તા નથી.
માતા-પિતા તે તીર્થ સમાન છે. એ વાત સાવ ભૂલાઈ જવાથી આજે ઘર-ઘરમાં દુઃખદ દશ્ય નજરે પડે છે અને તે આપણું અવનતિનું પ્રબળ સૂચન કરે છે. ઘણી વખત પુત્ર-પુત્રીઓ ઉંમર લાયક થતાં વૃદ્ધ માબાપને તરછોડે છે અને તેમને ડોસા-ડોસી કહીને બોલાવે છે, ત્યારે મનને દુઃખ થાય છે કે આ તે શું શિષ્ટ વાણુંને વ્યવહાર છે? શું એ પિતે કઈ વાર ડોસા-ડેસી થવાનાં નથી?
સંવત્ ૨૦૨૧ના ચિત્ર સુદ ૩ તા. ૪-૪-૬૫ રવિવાર ના રેજ બેરીવલી-દોલતનગર ખાતે શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી જ્ઞાનમંદિરમાં શ્રી માવજીભાઈની છબી મૂકવાને વિધિ થયે, ત્યારે પ. પૂ. આચાર્ય શ્રીમદ્ વિજ્યઅમૃતસૂરીશ્વરજી મહારાજ, પ. પૂ. આચાર્ય શ્રી વિજ્યરામસૂરિજી મહારાજ, પ. પૂ. આચાર્ય શ્રી વિજયધર્મધુરંધરસૂરિજી મહારાજ તથા અન્ય મુનિવરેની નિશ્રામાં સુંદર સમારેહ થયું હતું. આ પ્રસંગે વક્તાઓએ શ્રી માવજીભાઈની સેવાઓને સુંદર અંજલિઓ આપી હતી અને પ. પૂ. આચાર્ય શ્રી વિજ્ય અમૃતસૂરીશ્વરજી મહારાજે તેમને “શિક્ષકસમ્રા” તરીકે સંબોધ્યા હતા. તથા તેમણે દીર્ધકાલ પર્યંત ધાર્મિક શિક્ષણ આપીને હજારે વિદ્યાથીઓના જીવનમાં સુસંસ્કારોનું આરેપણ કર્યું, તેની ભૂરિ ભૂરિ અનુદના કરી હતી. આ
Page #84
--------------------------------------------------------------------------
________________
૬૭
નિવૃત્તાવસ્થા પ્રસંગે આગંતુકોને તથા બેરીવલી સંઘના મુખ્ય કાર્યકર્તાએને જમણ અપાયું હતું.
શ્રી માવજીભાઈ શિક્ષકપદેથી નિવૃત્ત થતાં બાકીને સમય પસાર કરવા તેમની સ્ટેનલેસ સ્ટીલની દુકાને બેસતા હતા કે જે મેસર્સ મહેન્દ્ર એમ. શાહ એન્ડ કું.ના નામથી પ્રસિદ્ધ હતી. સમય જતાં જ્યારે તેમની તબિયત લથડવા લાગી અને દુકાને જવાનું અશક્ય લાગ્યું, ત્યારે તેમણે આ પ્રવૃત્તિ છેડી. આમ છતાં તેમની લેખનપ્રવૃત્તિ તે ચાલતી જ રહી. તેમના મૃત્યુ પૂર્વે એક માસ પહેલાં તેમણે છેલ્લું કાવ્ય મુંબઈની લાલબાગની ધર્મશાળાના ઉદ્ઘાટન સંબંધી મંદાક્રાંતા છંદમાં રહ્યું હતું, જે તેમના મેટા પુત્ર શ્રી
યંતભાઈએ ત્યાં મંડપમાં મોટી માનવમેદની વચ્ચે ગાઈ સંભળાવ્યું હતું. પાઠકેની જાણ માટે તે અહીં ઉદ્ઘત કરવામાં આવે છે – .
નમ્ર અંજલિ
[મદાક્રાન્તા છન્દ:] છે સૌરાષ્ટ્ર સરળજનનું પરવડી નામ ગ્રામ,
ત્યાં જન્મ્યાતા કમલસૂરિજી ભવ્યનેત્રાભિરામ; આવે તેને મધુરવચને ધર્મપંથે જ વાળે,
ઠાર્યાંતાં મે સૂરિજી નયને જોઈને બાલ્યકાળ(૧)
Page #85
--------------------------------------------------------------------------
________________
જીવનસૃતિ
૬૮
તે સૂરિના પટ્ટધર થયા પુણ્યશાળી સૂરીશ, નામે જેએ ગુણિયલ હતા મેાઠુનાદિ સુરીશ; તેની પાસે પરમ વિભૂતિ શ્રી પ્રતાપાદિસૂરિ, આજે જેએ જગતભરને બેધ દે ભૂરિ ભૂરિ....(૨)
આજે તેઓ મુનિજીવનના દીર્ઘ પર્યાય ધારે, આજે તેએ યુવકજનની જેમ દે કામ ભારે; આવી આજે પરમ વિભૂતિ કયાંય જોતાં જડે ના,
વંદું આજે ચરણકમળા ભાવનાથી જ તેનાં....(૩)
તેઓશ્રીના પટ્ટધર મુનિ ધર્મસૂરીશ આજે,
આજે જેએ જગતભરમાં મેઘની જેમ ગાજે; તે સૂરિજી વિધવિધ કળે કામ આજે કરે છે,
આર્દ્રા કેરી દુ:ખદ ઘટના સાંભળીને હરે છે....(૪)
જ્યારે લેાકા ગ્રહયુતિ તણા સ'કટોથી ઘવાયા,
આ સૂરિથી સકલ યત્નો શાન્તિ માટે કરાયા; શાળા ઉંચી સૂરિવર તણા યત્નથી તેા સ્થપાઇ,
તેની સાથે હીરસૂરિ તણી યાદ કીધી સવાઈ....(૫)
હૈ સૂરિજી! તમ હૃદયમાં માનવાની દયા છે, તેથી લાકે નિજ હ્રદયમાં ધારણાને ધરે છે; સાધમિની પ્રતિપદ તમે ભવ્ય સેવા કરી છે,
તા સૂરિજી ! બહુ બહુ રીતે પુણ્ય ભાવા ભરા છે.....(૬)
Page #86
--------------------------------------------------------------------------
________________
નિવૃત્તાવસ્થા
E
સૂરિ ! આપે ભગીરથ બળે ધર્મશાળા કરી છે,
તેથી આજે જનગણતણી ગ્રૂટિ મોટી હરી છે; તેની સાથે કલીનીક અને ભેજનાલય મજેના,
જેને માટે જગતભરમાં જેડ જેની જડે ના..(૭) વિદ્વત્તામાં કદિ નવ હેઠે શિષ્ય એવા તમારા,
તેઓ સર્વે વિવિધ બળથી રે કરે કામ સાર; જ્યાં જ્યાં આપે મનપર ધર્યું તીર્થભૂમિ વસાવી,
જેને માટે જનગણ થકી કામ લીધાં હસાવી....(૮) પૂછે કઈ કદી નવજને ભાવ ચેમ્બુર કેરાં,
ત્યાં કીધાં છે અભિનવ બહુ ભવ્ય તે “જૈન દેરા” આ સૂરિના પ્રબળ યને ભવ્ય ભૂમિ બને છે,
યાદી આપે ભવિક જનને ભયરૂપ જે છે...(૯) આ સંસ્થા તે પરમ વિભૂતિ જેન કેરી ગણાશે,
તેના લાભે નીતિ-રીતિ વડે લેક લેતાં જણાશે; આવાં કામે સૂરિજી સઘળે આપનાથી સધાય,
સર્વે ઈચ્છે સૂરિવર જગે રે ચિરાયુ જ થાય...(૧૦)
Page #87
--------------------------------------------------------------------------
________________
[૧૨]
વ્યક્તિત્વ
શ્રી માવજીભાઈનું વ્યક્તિત્વ એક અનેરી ભાત પાડી જતું હતું. શૂન્યમાંથી અનેક આંકડાઓ સર્જાય તેમ તેમના જીવનની પ્રતિભા સમય જતાં અનેક રીતે સર્જાતી જતી હતી. વામનમાંથી વિરાટરૂપે તેમની પ્રતિભા દિવસે દિવસે વધતી રહી હતી.
શ્રી માવજીભાઈના શરીરની કાઠી પાતળી હતી, ઉંચાઈ સમધારણ હતી, રંગ ઘઉંવર્ણો હતે.
તેઓ ધેતિયું, ખમીશ અને લાંબે ડગલે પહેરતા, તથા માથે ભાવનગરી ફેંટો બાંધતા. ઘણું ભાગે ગાંધીજીની ચળવળ દરમિયાન તેમણે આ ફેટો છે તે અને ટોપી ધારણ કરી હતી.
એક વખતે એક સભામાં મહાત્મા ગાંધીજીનું પ્રવચન હતું, ત્યારે શ્રી માવજીભાઈને એ સભાનું પ્રમુખ સ્થાન લેવું પડેલું.
Page #88
--------------------------------------------------------------------------
________________
વ્યક્તિત્વ
૭૧.
દારૂબંધીના પ્રસંગ વખતે મુંબઈ સરકારે સુંદર કાવ્ય લખવા માટે ઈનામ જાહેર કરેલું, ત્યારે શ્રી માવજીભાઈને કાવ્યની યોગ્યતા જોઈ તેમને પ્રથમ ઈનામ આપેલું.
તેઓ રેજ સવારના લગભગ પાંચ વાગે ઉઠી જતા અને શૌચાદિથી પરવારીને લેખન કે વાંચનની પ્રવૃત્તિ કરતા. આ રીતે લગભગ એક કલાક વીત્યા બાદ તેઓ દાતણું તથા ચાહપાણું કરી, સ્નાન કરતા અને ત્યારબાદ દેવદર્શનને વિધિ પતાવી, નવકારવાળીએ ગણવામાં નિમગ્ન થતા. પછી ભેજનાદિ પતાવીને દશની ગાડી પકડતા.
તેઓ મુંબઈમાં આવીને સહુથી પ્રથમ શ્રી ગેડીપાર્શ્વ નાથના ભાવપૂર્વક દર્શન કરતા અને તેથી પિતાને કૃતાર્થ થયેલા માનતા. શિયાળે હેય, ઊનાળે હોય કે ચોમાસાના દિવસે ચાલી રહ્યા હોય, પણ શ્રી માવજીભાઈ શ્રી ગોડી પાર્શ્વનાથનાં દર્શન કરવાનું ચૂકતા નહિ. કદાચ કોઈ કાર્યવશાત્ શાળાએ જતાં પહેલાં તેમને દર્શન કરવાને સમય રહેતે નહિ, તે શાળાએથી છૂટીને તેઓ સીધા શ્રી ગોડી પાર્શ્વનાથનાં દર્શન કરવાને જતા અને ત્યાર પછી જ બીજાં કામ હાથ ધરતા. જેને શ્રી જિનેશ્વરદેવ પ્રત્યે આ પ્રકારની શ્રદ્ધા હોય, તેના જીવનમાં કલ્યાણની કુમકુમ પગલીઓ પડયા વિના કેમ રહે?
શાળાને સમય ૧૧ થી ૫ને રહેતા. તે દરમિયાન તેઓ એકધારું કામ કરતા અને ત્યાંથી છૂટ્યા બાદ સંગે અનુસાર સવાર-સાંજ એકાદ ટયુશન પણ આપતા. સાંજના કેટલાંક વર્ષો સુધી નેપચુન એસ્યુ કુ. લી. ના મેનેજીંગ
Page #89
--------------------------------------------------------------------------
________________
જીવનસૃતિ
ડીરેકટર શ્રી મનસુખલાલ તારાચંદ મહેતાને ત્યાં તેઓ ધાર્મિક શિક્ષણની ચર્ચા વગેરે માટે જતા હતા.
७२
સાંજના ભાજન બાદ રાતના સમયે તેમનું લેખનકા શરૂ થતું. આ સમય દરમિયાન તેમણે સુંદર પુસ્તકો અને કાવ્યો લખેલાં છે.
તેએ ઘણા નિયમિત હતા. લખવા બેસતા કે વાંચવા બેસતા, તે તે માટે જેટલે સમય નિયત કર્યાં હાય, તેટલા જ સમય તેમાં ગાળતા અને ત્યારબાદ અન્ય કાર્ય હાથ ધરતા. ઘડિયાળ હુ ંમેશાં તેમની સામે જ રહેતી.
આહાર અને વિહારમાં પણ તેમની નિયમિતતાનાં અવશ્ય દર્શન થતાં. આમ છતાં બિમારી કોઈ કોઈ વાર તેમની મુલાકાત લઈ જતી. પરંતુ એકંદર તેમનુ આરોગ્ય સારું' રહેતું અને તેથી કાર્ય કરવાની સ્ફુર્તિ સારા પ્રમાણમાં જળવાઈ રહેતી.
તેમના વનમાં વિનય હતા, ભાષામાં મધુરતા હતી અને વિચારેનુ વલણ માટા ભાગે સુધારા તરફ હાવા છતાં પ્રાચીન પરંપરા પ્રત્યેના આદર જરાયે ઘટયેા ન હતા.
ન
શ્રી માવજીભાઈ વિનમ્ર ઘણા હતા. તેઓ કેઈની સાથે વાત કરતા હાય કે કોઈ અગત્યના વિષય અંગે ચર્ચા કરતા હાય, પણ તેમની આ વિનમ્રતા તરી આવ્યા સિવાય રહેતી નહિ. તે કઈ સભા-મેળાવડામાં કે પ્રતિક્રમણુ અથવા વ્યાખ્યાનમાં ગયા હૈાય તેા આગળ બેસવાની ઈચ્છા રાખતા
Page #90
--------------------------------------------------------------------------
________________
વ્યક્તિત્વ
૭૩
નહિ. જે કોઈનું ધ્યાન જાય અને આગળ લઈ જઈ બેસાડે તે જુદી વાત. આવી તે તેમની સરળતા હતી.
શ્રી માવજીભાઈ આર્થિક સમસ્યાઓથી પર થયા, ત્યારે શ્રી જયંતભાઈએ કારણવશાત્ કઈ આર્થિક પ્રશ્ન તેમની સામે ઘર્યો હોય તે મોટા ભાગે ઉદાસી વલણ ધારણ કરતા. સાંસારિક બાબતે પરત્વેની ઉદાસીનતાને સાધુતાનું એક લક્ષણ માનીએ, તે તેમનામાં આ લક્ષણ પાછલી ઉંમરે સારી રીતે વિકાસ પામ્યું હતું.
તેમના મિત્રે ઠીક ઠીક સંખ્યામાં હતા. શ્રી ભાઈલાલ છોટાલાલ પટેલ અને તેમણે બન્નેએ એક શિક્ષક તરીકે કારકીર્દી શરૂ કરતાં જે મિત્રતા બંધાઈ તે સ્વભાવના મેળના કારણે જીવનના અંત સુધી સચવાણું હતી અને આજે પણ શ્રી ભાઈલાલભાઈને આ કુટુંબ પ્રત્યે એટલે જ પ્રેમ છે.
શ્રી ભાઈલાલભાઈ એ સમય જતાં શિક્ષપદ છેડી ધંધામાં ઝંપલાવ્યું હતું અને તેમની સુંદર આવડતને કારણે બ્રીટીશ ગવર્નમેન્ટે તેમને 0. B. E. ને ખિતાબ આપે હતો. તેમણે એક વખત મુંબઈના ટેક્ષટાઈલ કમીશ્નર તરીકે પણ સુંદર કામગીરી બજાવી હતી. આવા ઉચ્ચ સ્થાને પહોંચવા છતાં તેમની મિત્રી એકધારી રહી હતી.
શ્રી છગનલાલ કરસનજી જોશી તેઓની સાથે બાબુ પન્નાલાલ શાળામાં ગુજરાતી વિભાગના હેડમાસ્તર હતા. તેમની મિત્રી પણ સ્વભાવની શક્યતાના કારણે જેવી ને તેવી
Page #91
--------------------------------------------------------------------------
________________
७४
જીવનસ્મૃતિ
રહી હતી. શ્રી છગનભાઈના અવસાનથી તેમને એક પિતાને સગો ભાઈ ગુમાવ્યા જેટલું અનહદ દુઃખ થયું હતું.
શ્રી નરેત્તમભાઈ ધનજીભાઈ શેરબજારમાં પિતાનું કામકાજ ચલાવે છે. તેઓ પણ અવારનવાર તેમને મળી ધાર્મિક ચર્ચાઓ કરતા અને જે કદાચ ન મળાયું હોય તે ટેલીફેન પર વાર્તાલાપ કરીને સંતોષ માનતા.
આમ તેમના મિત્ર સમવયસ્ક તથા તેમના મનમેળવાળા હોઈ તેમને ખૂબ આનંદ આપતા.
Page #92
--------------------------------------------------------------------------
________________
[ ૧૩ ]
અંતિમ દિવસે
સને ૧૯૬૪ના સપ્ટેમ્બર માસમાં દાંતના ચાકઠા પર બેજો પડતાં શ્રી માવજીભાઈના જમણા ગાલ પર માટો સાજો આવી ગયા અને તે પીડા કરવા લાગ્યા. આથી કુશળ ડાકટરીની સારવાર લેવામાં આવી અને તેમની સલાહ અનુસાર શસ્ત્રચિકિત્સા કરાવી; પરંતુ રાગે મચક આપી નહિ. મુંખઈના લગભગ બધાજ નામાંકિત ડોકટરોને બતાવવા છતાં કુદરત જશ આપવા તૈયાર હેાય તેમ લાગતું ન હતુ. એ તે દુર્ઘાંત શત્રુની જેમ અણનમ જ રહ્યો અને શ્રી માવજીભાઈના ધૈયંની કસોટી કરવા લાગ્યા. પરંતુ શ્રી માવજીભાઈ જૈન માતાના ખેાળામાં ઉછર્યાં હતા અને જૈન ધર્મ નું સુંદર શિક્ષણુ પામ્યા હતા, એટલે તેને કર્મના ઉદય માનીને શાંતિપૂર્ણાંક સહન કરવા લાગ્યા.
હવે દુકાને જવાનું માંડી વાળ્યુ હતુ. તે મેટાભાગે ઘેર જ રહેતા અને કવચિત્ જ મહાર નીકળતા.
Page #93
--------------------------------------------------------------------------
________________
૭૬
જીવનસૃતિ
કેટલીક વાર સાધુ મહારાજો, સાધ્વીજી મહારાજો તથા આચાય ભગવતે ઘરે પધારતા અને સારા એવા સમય સ્થિરતા કરી તેમની સાથે ધમની ચર્ચાઓ કરતા. વળી ધાર્મિક પુસ્તકનુ શ્રવણુ કરવામાં પણ તેમના ઠીક ઠીક સમય પસાર થતા. શ્રી અમૃતબેન, વિમલાબેન તથા જયંતભાઈ તેમની પાસે બેસતા અને તેમનુ દુઃખદ વિસારે પડે એ જાતના વાર્તાલાપ કરતા તથા તેમની દરેક સગવડ પર બારીકાઈથી ધ્યાન આપતા. તેમની પુત્રવધૂ હંસાબહેન પણ તેમની સેવાચાકરીમાં ભાગ લેતા હતા. શ્વસુરની સેવા એ પિતાનીજ સેવા છે અને તે કલ્યાણ તથા સૌભાગ્યની વૃદ્ધિ કરનારી નીવડે છે.
શ્રી જયંતભાઈ તેમના ધંધાના અતિશય બેજા વચ્ચે પણ પિતૃસેવાને પ્રથમ સ્થાન આપી પેાતાની જાતને ધન્ય કરી રહ્યા હતા. શ્રી જયંતભાઈ તેમના પિતાને માંદગી દરમિયાન જ્યાં સુધી અનુકૂળતા હતી, ત્યાં સુધી રોજ સવારે ફરવા લઈ જતા અને દેવદન કરાવતા. સવારે ચા-પાણી પણ તેએ જ કરાવતા. સવારે ૮-૦ વાગે એસેિ જતાં પહેલાં તેમને આપવાની વસ્તુ આપીને જ જતા. ૧૦-૩૦ વાગે જમવા આવે ત્યારે તેમની જરૂરીઆત પ્રમાણે ભાજન કે ચા-પાણી પેાતાની જાતે ધ્યાનથી કરાવતા. ખપેારે ૨-૦ વાગે ગમે ત્યાંથી પાછા આવી તેમની જરૂરીઆતા પર ધ્યાન આપતા. સાંજે ૫-૩૦ વાગે પણ પાછા ઘરે આવતા અને પેાતાની ફરજ અદા કરતા. સાંજના એસેિથી પાછા આવતાં પણ એ જ રીતે પૂરતી કાળજી રાખી દવા તથા ખાનપાનનું ધ્યાન રાખતા,
Page #94
--------------------------------------------------------------------------
________________
અંતિમ દિવસ
99 ઘણી વખત એક સ્થળે તેમને કેસ ચાલતો હોય તે અધૂરે રાખી અર્ધા કલાક કે કલાકના સમયની રજા લઈ ઘરે આવી પાછા કેસમાં જતા. આમ પિતૃસેવાને પ્રથમ સ્થાન આપી. તેમણે પિતાની પવિત્ર ફરજ અદા કરી હતી.
શ્રી યંતભાઈએ પિતાની સ્થિતિ અનુસાર ઘણું નિષ્ણાત ડોકટરની સલાહ લઈને થઈ શકે તે સઘળો. પ્રયત્ન કર્યો હતો, પણ કુદરતને નિર્ણય કંઈક જુદો જ હતો.
કઈક વાર કામને લીધે આવવામાં પાંચ-દશ મિનિટ મોડું થતું તે શ્રી માવજીભાઈ જરા પણ ઉચાટ ન કરતા, પરંતુ યંતભાઈને તે માટે ઘણે અફસોસ રહેતો અને. મનમાં ખૂબ જ દુઃખી થઈ જતા. આટલી સુંદર સેવા કરવા છતાં, તેમને એમ જ લાગ્યા કરતું કે હું તેમની પૂરી સેવા કરી શક્યા નથી.
સં. ૨૦૨૧ના અષાડ સુદ ૧૧ ને શુકવારને દિવસ હતે. અંગ્રેજી તારીખ ૯ મી જુલાઈ ૧૯૬૫ને દિવસ બતાવી રહી હતી.
કેટલાક દિવસથી શ્રી અમૃતબહેન યંતભાઈને એમ કહેતા હતા કે “હમણાં એક અઠવાડિયું કામ બંધ કરીને ઘરે રહેવું, જેથી તારા બાપુજીને આનંદ થાય.” આથી જયંતભાઈ ગુરુવારે રાત્રે માણસને કામે ભળાવીને ઘરે. આવ્યા હતા. હવે એક અઠવાડિયું ઘરે રહેવાને જ તેમને સંકલ્પ હતે.
Page #95
--------------------------------------------------------------------------
________________
૯૭૮
જીવનમૃતિ
શુક્રવારે સવારે ૮-૦ વાગવા છતાં શ્રી જયંતભાઈ તૈયાર ન થયા, ત્યારે તેમના પિતાજીએ પૂછયું કે “કેમ ભાઈ! આજે ઓફિસે જવું નથી કે શું?” ત્યારે જયંતભાઈ એ કહ્યું કે “ના, મારે હમણાં તમારી પાસે જ રહેવું છે.”
વળી ૧૦-૩૦ વાગે શ્રી માવજીભાઈએ પૂછયું કે ઈન્કમટેક્ષ ઓફિસે નથી જવું ?” ત્યારે જયંતભાઈએ જવાબ આપે કે “ના, મેં તારીખ લીધી છે. હું ઘરે જ રેકાવાને છું.'
લગભગ ૧૧૦ વાગે ઘરના બધા માણસો ભેજનેથી પરવારીને તેમની પાસે બેઠા હતા. ૧૨-૦ વાગે શ્રી જયંતભાઈને થયું કે આજે ઘેર છું તે લાવને મોટા ડેકટરને બેલાવી સલાહ લઉં! એ રીતે તેઓ મેટા ડેકટરને બેલાવી લાવ્યા અને તેમની સલાહ લીધી. ત્યાર પછી નિયમ પ્રમાણે તેમના ફેમીલી ડેકટર આવીને તબિયત જોઈ ગયા. પરંતુ તે વખતે તબિયતમાં બગાડનાં કઈ ખાસ ચિઠ્ઠો જણાયાં નહિ.
બપોરના ૧-૪૫ને સમય થયે, ત્યારે પણ તેમની તબિયતમાં ખાસ બગાડો ન હતે. આમ છતાં આ દિવસ તેમના માટે ઘાતક નીવડે. કાલને કરાલ જે મનુષ્ય પર કયારે પડશે, તે કણ કહી શકે?
અચાનક તેમને છાતીમાં દુખવા લાગ્યું, શ્વાસ ઘૂંટાવા મં. આ વખતે ઘડિયાળને નાને કાંટો બેના આંકડા પર પહેર્યો હતે.
આ સ્થિતિને ગંભીર સમજી શ્રી અમૃતબહેન, શ્રી
Page #96
--------------------------------------------------------------------------
________________
અંતિમ દિવસે
૯
યંતભાઈ, શ્રી વિમલાબહેન તથા શ્રી હંસાબહેન તેમને નમસ્કારમંત્ર સંભળાવવા લાગ્યા. તે સાથે તેમને અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલિપ્રજ્ઞપ્ત ધર્મનું શરણ અંગીકાર કરાવ્યું. શ્રી માવજીભાઈએ આંખ ખુલી હતી તે બંધ કરી ખેલી નાખી અને મેટું ખુલ્યું હતું તે બંધ કરી ખેલી નાખ્યું. બસ, આ છેલ્લી કિયા બે ઉપર બે મીનીટે થઈ અને તેમણે આ નશ્વર દેહને ત્યાગ કરી પરલેક તરફ પ્રયાણ કર્યું.
સૌના હૃદય પર જાણે વીજળી પડી. આંચકે અસહ્ય હતે. એ દુઃખને વર્ણવવા માટે શબ્દો પૂરતા નથી. સૌની આંખમાંથી ધારા આંસુઓ વહી રહ્યા હતા. જાણે કે અષાઢ મેહ! હવે તેમનાં દર્શન કાયમ માટે નષ્ટ થયાં છે, તેમના હિતવચને સાંભળવા મળશે નહિ, એ વિચારે સહુના હદયને ઊંડે આઘાત થયે હતે. મનુષ્ય ગમે તેટલે ધીરગંભીર હોય તે પણ પિતાના વડીલના વિયોગથી વિહવળ બની જાય છે અને તેનું હૈયું હચમચી ઉઠે છે.
આ વખતે શ્રી અમૃતબહેન, શ્રી યંતભાઈ શ્રી હંસાબેન વિમળાબેન તથા તેમનાં બાળકો હાજર હતાં. તેઓ છેલ્લી ઘડીએ પાસે રહી શક્યાં, અને અંત સમયની આરાધના કરાવી શક્યાં, એ બાબત દિલમાં સંતોષ હતે.
સગાંવહાલાં તથા મિત્રોને ખબર પડતાં તેઓ દોડી આવ્યાં અને એકાએક આ શું થયું? એ વિચારે અસ્વસ્થ બની ગયા. સહુના દિલમાં ઘેરા શોકની છાયા ઢળી ગઈ.
તેમની સ્મશાનયાત્રા સેનાપુર તરફ ચાલી. એ વખતે
Page #97
--------------------------------------------------------------------------
________________
૮૦
જીવનસ્મૃતિ મેટો જનસમૂહ એકત્ર થઈ ચૂક્યું હતું. સેનાપુર પહોંચ્યા અને અંતિમ ક્રિયા શરૂ થઈ ગઈ. એ વખતે સહુના મુખમાં થી એક જ શબ્દ નીકળતા હતાઃ “શ્રી માવજીભાઈ તે જીવનને સાર્થક કરી ગયા, કંઈકના જીવનશિલ્પી બની ગયા. તેમની ખેટ તેમના કુટુંબને, સગાસંબંધીઓને કે મિત્રને જ નહિ, પણ સારાયે જૈન સમાજને ચિરકાલ પર્યત સાલશે. ઉપરાંત સાધુ-સાધ્વીઓને પણ તેમના જ્ઞાનની ખેટ જણાશે.
મનુષ્યનું સાચું મૂલ્યાંકન તેના મૃત્યુ પછી જ થાય છે. ઉક્ત શબ્દોમાં શ્રી માવજીભાઈને જીવનનું સાચું મૂલ્યાંકન હતું, એમ કેણુ નહિ કહે?
શ્રી માવજીભાઈના સ્વર્ગવાસ નિમિત્તે, તેમના ધાર્મિક ગુણેની અનુમોદન નિમિત્તે જે સભાઓ થઈ જે ભાષણો થયાં તથા તેમના કુટુંબીજને પર તાર અને પત્રથી દિલજીને. જે વરસાદ વરસ્ય, એ પણ તેમના જીવનની મધુર સુવાસની જ પ્રતીતિ કરાવે છે. તેમના કુટુંબીજનેને આશ્વાસન આપવા માટે કેટલાક દિવસો સુધી એકધારે માનવપ્રવાહ આવી રહ્યો હતે. ખરેખર! તેમણે પિતાનું જીવન સાર્થક કર્યું હતું અને કદી પણ ન વિસરાય તેવી છાપ સહુના હૃદય પર અંક્તિ કરી હતી.
શ્રી માવજીભાઈની આ જીવનમૃતિ સહુને સન્માર્ગની પ્રેરણ કરે, એ અભિલાષા સાથે તેની પૂર્ણાહુતિ કરીએ છીએ.
Page #98
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાંજલિ
-
રઝ
Page #99
--------------------------------------------------------------------------
Page #100
--------------------------------------------------------------------------
________________
[૧૪]
મુંબઈમાં જેનાની જાહેર સભા
શ્રી માવજીભાઈ સદ્ગત થયાના સમાચાર જેમ જેમ પ્રસરતા ગયા, તેમ તેમ સ્નેહીએ, સંબંધી, મિત્રા તથા સમાજના આગેવાના તેમના ખેતવાડીના નિવાસસ્થાને આવતા ગયા અને તેમના અનેકવિધ ગુણાનું સ્મરણ કરવા પૂર્ણાંક તેમના કુટુંબીજનાને દિલાસો આપવા લાગ્યા. જેએ સાક્ષાત્ આવી શકે તેમ ન હતા, તેમણે તારા કરીને કે પત્રા પાઠવીને પેાતાની દિલગીરી વ્યક્ત કરી અને દ્દિલસોજીના સંદેશા માકલી આપ્યા. શ્રી માવજીભાઈએ પેાતાના જીવનમાં કેટલી સુવાસ પાથરી હતી, તેના ખરેા અંદાજ અત્યારે આવી રહ્યો હતા. ખરેખર ખૂબ જ અદ્ભુત્ !
તા ૧૫-૭-૬૫ના રાજ મુંબઈની ૩૯ જેટલી જૈન સંસ્થા તરફ્થી નીચે મુજબ હસ્તપત્ર ખહાર પડયું : હસ્તપત્ર
શ્રી. માવજી દામજી શાહનું નામ જૈન સમાજને સુપરિચિત છે. અઢાર વર્ષની ઉંમરે તેઓ મુંબઈ આવ્યા અને
Page #101
--------------------------------------------------------------------------
________________
જીવનમૃતિ બાબુ પન્નાલાલ પૂરણચદ જૈન હાઈસ્કૂલમાં મુખ્ય ધાર્મિક શિક્ષક તરીકે જોડાયા. લાગલગાટ ૪૭ વર્ષ સુધી તેમણે આ સ્થાને રહીને હજારે વિદ્યાથીઓનાં મનમાં ધાર્મિક શિક્ષણના ઉત્તમ સંસ્કારે રેડ્યા, એટલું જ નહિ પણ પિતૃવાત્સલ્યથી માર્ગદર્શન આપી સેંકડો નવયુવાનોના રાહબર પણ બન્યા. તેઓ એક ઉત્તમ કેટિના વિચારક પણ હતા અને ફાજલ સમયમાં ધાર્મિક બેધદાયક પુસ્તક લખતા હતા. તેમણે આજ સુધીમાં નાની મેટી ૭૬ જેટલી કૃતિઓ સમાજના ચરણે ધરી છે. વિશેષમાં તેઓ જૈન સમાજના ઉત્થાનની પ્રવૃત્તિઓમાં પણ સારે રસ લેતા હતા.
તેઓ તા. ૯-૭-૬૫ શુક્રવારના રોજ સમાધિપૂર્વક સ્વર્ગસ્થ થતાં હજારે આ અશ્રુભીની બની છે અને તેમના કુટુંબ પર દિલજીના સેંકડે પગે આવી રહ્યા છે.
આવા એક જ્ઞાનદાતા, સરલ સ્વભાવી, ધર્મપરાયણ પુરુષને ધાર્મિક જીવનની અનુમોદના કરવા માટે મુંબઈના જૈનેની જાહેર સભા તા. ૧૮-૭-૬૫ રવિવારના રોજ બપોરના ૩-૦ વાગતાં શ્રી નમિનાથ જૈન ઉપાશ્રયમાં (ભીંડી બજારના નાકે) મળશે. આ પ્રસંગે પ. પૂ. આચાર્ય શ્રી વિધર્મસૂરીશ્વરજી મહારાજ, પ. પૂ. આચાર્ય શ્રી વિજ્યપ્રેમસૂરીશ્વરજી મહારાજ, પ. પૂ. મુનિરાજ શ્રી યશોવિજયજી મહારાજ, પ. પૂ. મુનિરાજ શ્રી ચંદ્રપ્રભસાગરજી (શ્રી ચિત્રભાનું) મહારાજ, પ. પૂ. પ્રવર્તક શ્રી જયાનંદવિજ્યજી
Page #102
--------------------------------------------------------------------------
________________
મુંબઈમાં જેની જાહેર સભા
૮૫
મહારાજ આદિ મુનિરાજે તથા અન્ય વક્તઓ પ્રસંગોચિત ઉબેધન કરશે. તે સર્વેને સમયસર પધારવા વિનંતિ છે.
નિવેદકેઃ ૧. શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ ૨. શ્રી મહાવીર જૈન વિદ્યાલય ૩. બાબુ પન્નાલાલ પૂરણચંદ જૈન હાઈસ્કૂલ ૪. જૈન એસોસીએશન ઓફ ઇન્ડિયા ૫. શ્રી નમિનાથ જૈન ઉપાશ્રય ૬. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન પેઢી–બેરીવલી ૭. ભારતીય જૈન સ્વયંસેવક પરિષદુ ૮. શાંતાકુઝ જૈન તપગચ્છ સંઘ ૯. જૈન ધાર્મિક શિક્ષણ સંઘ ૧૦. જૈન . એજ્યુકેશન બોર્ડ ૧૧. શ્રી જૈન વે. કે. ઉદ્યોગગૃહ ૧૨. શ્રી હીરસૂરીશ્વરજી ગોડીજી જૈન સંસ્કૃત પાઠશાળા ૧૩, ગોઘારી જૈન મિત્રમંડળ ૧૪. શ્રી યશોવિજજી જૈન ગુરુકુળ ૧૫. શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ ૧૬. જન વિદ્યાર્થીગૃહ અમરેલી ૧૭. શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ ૧૮. જૈન સાહિત્ય-પ્રકાશન-મંદિર ૧૯. શ્રી આત્માનંદ જૈનસભા-(ભાવનગર) ૨૦. મહુવા જિન મંડળ
Page #103
--------------------------------------------------------------------------
________________
જીવનસ્મૃતિ
૨૧. તાલધ્વજ જૈન વિદ્યાર્થીગૃહ ૨૨. શ્રી અમૃત સાહિત્યવર્ધક સભા-બોરીવલી ૨૩. શ્રી કેશરિયાજી જૈન ગુરુકુલ ૨૪. શ્રી અયોધ્યા જીર્ણોદ્ધાર કમીટી ૨૫. શ્રી ઘાટકોપર જૈન . મૂ. સંઘ ૨૬. શ્રી માંગરોળ જૈન સભા ૨૭. શ્રી શકુંતલા કાંતિલાલ ઈશ્વરલાલ ગર્લ્સ હાઈસ્કૂલ ૨૮. શ્રી પરમાર ક્ષત્રિય જૈન ધર્મપ્રચારક સભા ૨૯. પ્રિન્સેસ સ્ટ્રીટ લુહારચાલ જૈન સંઘ ૩૦. લુહારચાલ જૈન ચૈત્ય પરિપાટ ૩૧. જૈન મેડીકલ રીલીફ એસોસીએશન ૩૨. શ્રી સિદ્ધક્ષેત્ર જૈન શ્રાવિકાશ્રમ ૩૩. ઝોલાવાડ જૈન શ્વે. મૂ સંઘ ૩૪. શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળ ૩૫. શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સોસાયટી ૩૬. શ્રી જૈન સાધર્મિક સેવા સંઘ ૩૭. શ્રી મહુવા યશવૃદ્ધિ જૈન બાલાશ્રમ ૩૮. શ્રી કચ્છી જૈન સર્વોદય કેન્દ્ર ૩૯. રાધનપુર સોશ્યલ ગ્રુપ
ધીરજલાલ ટોકરશી શાહ મનસુખલાલ તારાચંદ મહેતા
કન્વીનર સમયને જતાં વાર કયાં લાગે છે? ત્રણ દિવસ તે ચપટીમાં ચાલ્યા ગયા અને રવિવારને દિવસ આવી પહોંચ્યા.
Page #104
--------------------------------------------------------------------------
________________
મુંબઈમાં જૈનોની જાહેર સભા
८७
બપોરના ૩-૦ વાગતાં શ્રી નેમિનાથ જૈન ઉપાશ્રયમાં જૈનેની જાહેર સભા થઈ. તેમાં શ્રી કાંતિલાલ ઈશ્વરલાલ, શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ, શ્રી કેશવલાલ બુલાખીદાસ, શ્રી લક્ષમીચંદ દુર્લભજી, શ્રી મેતીલાલ વીરચંદ, શ્રી મુક્તિલાલ વીરવાડિયા, શ્રી મનુભાઈ દેસાઈ (બાબુ પનાલાલ પૂરણચંદ જૈન હાઈસ્કૂલના પ્રીન્સીપાલ), શ્રી સેમચંદ શંકરલાલ મહેતા, શ્રી શાંતિલાલ મેહનલાલ, શ્રી મનસુખલાલ ઓઘડભાઈ શ્રી ફુલચંદ છગનલાલ, શ્રી રમણલાલ ફુલચંદ, શ્રી શાંતિલાલ મગનલાલ, શ્રી ફતેહચંદ ઝવેરભાઈ શ્રી પ્રાણજીવન હ. ગાંધી, શ્રી છોટાલાલ ગીરધરલાલ શાહ, શ્રી જેઠાલાલ લક્ષ્મીચંદ શાહ, શ્રી કાંતિલાલ કેરા વગેરે જૈન સમાજની અનેક જાણીતી વ્યક્તિઓ હાજર થઈ હતી. ઉપરાંત કેટલાક જનેતર બંધુઓ પણ ઉપસ્થિત થયા હતા. આ ઉપાશ્રય સ્ત્રી-પુરુષાથી ચિકાર ભરાઈ ગયે હતું અને છેવટે સ્થાન ટૂંકુ પડતાં આગંતુકોએ દાદર પર ઊભા રહીને પણ સભાની કાર્યવાહીમાં શાંતિપૂર્વક ભાગ લીધો હતો. ખાસ આમંત્રણથી શ્રી માવજીભાઈનાં કેટલાંક કુટુંબીજને પણ આ સભામાં હાજર રહ્યા હતા.
વિશેષમાં આ સભાનું પ્રયોજન શ્રી માવજીભાઈના ધાર્મિક જીવનની અનમેદના કરવાનું રખાયું હતું એટલે પ. પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ, પ. પૂ. આચાર્ય શ્રીમદ્ વિજ્યપ્રેમસૂરીશ્વરજી મહારાજ, ૫. પૂ. મુનિરાજ શ્રી યશોવિજયજી મહારાજ, પ. પૂ. પ્રવર્તક શ્રી જયાનંદ વિજ્યજી મહારાજ તથા અન્ય મુનિરાજે પણ
Page #105
--------------------------------------------------------------------------
________________
૮૮
જીવનસ્મૃતિ આ સભામાં પધાર્યા હતા, અને તેથી આ સભાનું ગૌરવ ઘણું વધી જવા પામ્યું હતું. પૂજ્ય આચાર્યો તથા મુનિ મહારાજે સમક્ષ આ જાતની સભા જન સમાજના ઇતિહાસમાં પહેલીવાર મળી હતી. સેંધપાત્ર બીના તે એ હતી કે આટલી વિશાળ હાજરી હોવા છતાં જરા પણ ઘંઘાટ કે કઈ પ્રકારની અવ્યવસ્થા થઈ ન હતી. બંને કન્વીનરે સભાની વ્યવસ્થા બરાબર જાળવી રહ્યા હતા.
શાંત અને ગંભીર વાતાવરણમાં સભાનું કામ શરૂ થયું. તેને પ્રારંભ પ. પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના મંગલાચરણથી થયે. તેની અસર અદ્દભુત થઈ મહાપુરુષના મુખમાંથી નીકળતી વાણી માનવહૃદયે પર ખરેખર! અજબ પ્રભાવ પાડે છે. | મુંબઈ જન ધાર્મિક શિક્ષણ સંઘના મુખ્ય મંત્રી શ્રી પ્રાણજીવનભાઈએ સભા અંગે પત્રિકાનું વાંચન કર્યું અને જૈન શિક્ષણ-સાહિત્ય-પત્રિકાના સંપાદક શ્રી કેશવલાલ મેહનલાલ શાહે ગંભીર વાણીથી નીચેને બ્લેક ઉચ્ચાર્યો : शिवमस्तु सर्वजगतः परहितनिरता भवन्तु भूतगणाः। दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखी भवतु लोकः ॥
સર્વ જગતનું કલ્યાણ થાઓ. લેક પરહિતનાં કાર્યોમાં નિમગ્ન બને. દોષ નાશ પામે અને સર્વત્ર લેક સુખી થાઓ.”
વિશ્વમૈત્રીની પવિત્ર ભાવનાથી પુલક્તિ થયેલી આ
Page #106
--------------------------------------------------------------------------
________________
મુંબઈમાં જેનોની જાહેર સભા
પંક્તિઓ શ્રોતાઓના મનમાં ગુંજી રહી અને તેમનાં હૃદયને વિકસ્વર કરવા લાગી. બાદ શ્રી કેશવલાલભાઈએ તેમની લાક્ષણિક છટાથી મહામંત્ર નમસ્કારની ધૂન લેવડાવી અને તેણે સમસ્ત વાતાવરણમાં પવિત્રતાનું પૂર રેલાવી દીધું.
ત્યારબાદ ધાર્મિક શિક્ષણના અનન્ય પ્રેમી, શ્રી મનસુખલાલ તારાચંદ મહેતાએ શ્રી માવજીભાઈને ભાવભરી શ્રદ્ધાંજલિ આ પ્રકારે સમર્પિત કરી હતી :–
શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા તમે સૌ જાણે છે કે આજની આ સભા સદ્દગત શ્રી માવજી દામજી શાહ, જેમણે પિતાનું સમગ્ર જીવન સાહિત્ય અને શિક્ષણક્ષેત્રે અર્પણ કર્યું છે, તેમના ધાર્મિક જીવનની અનમેદના અર્થે મળેલી છે
છેલ્લાં વીસ વર્ષથી મારે અને તેમને સંબંધ ગુરુ અને શિષ્યના જે રહ્યું હતું. અને મારી બે પુત્રીઓ નિયમિત રીતે પાંચ-છ વર્ષો સુધી તેમની પાસે આપણા ધાર્મિક સૂત્રો અને અન્ય ગ્રંથને અભ્યાસ કરતાં. “ધર્મ એ માત્ર લેખન કે વાચનને વિષય નથી, પણ જીવનને વિષય છે.” અને મેં જોયું કે માવજીભાઈએ ધર્મને તેમના જીવનમાં વચ્ચે હ; અથવા કહે કે જીવનને તેમણે ધર્મ સાથે ઓતપ્રત કરી દીધું હતું. ધર્મ અને જીવન વચ્ચે તેમણે કઈ દિવાલ રહેવા દીધી ન હતી. અને ધર્મ એ જ જીવન છે,
Page #107
--------------------------------------------------------------------------
________________
જીવનમૃતિ અને જીવન એ જ ધર્મ છે, એવી સમજપૂર્વક તેઓ તેમનું સમગ્ર જીવન જીવ્યા હતા. “જીવનને અર્થ અને મર્મ જે સાચા સ્વરૂપમાં સમજે છે, તે માત્ર લેખક, વાચક કે વિચારક રહેતું નથી, પણ ધર્મમય જીવન જીવનાર સાધક બની જાય છે. શ્રી માવજી દામજી શાહ પણ આવા એક ધ્યેયનિષ્ઠ સાધક હતા.
શ્રી માવજીભાઈ એમનું સમગ્ર જીવન એક “આદર્શ ધાર્મિક શિક્ષક” તરીકે જીવ્યા. વર્તમાનકાળ તેમજ ભવિષ્યકાળના ધાર્મિક શિક્ષકો માટે તેમનું જીવન એક દીવાદાંડી રૂપ બની રહેશે. જે ઉંમરે બાળકે શેરીમાં લપેટીએથી રમતાં હોય છે, એ ઉંમરે એટલે કે તેમની દશ વર્ષની ઉંમરે તેમના પર મહેસાણાની પાઠશાળાવાળા સદ્ગત શ્રી વેણચંદ સુરચંદની દૃષ્ટિ પડી. સાચા ઝવેરીને હીરાની પરીક્ષા કરતાં વાર લાગતી નથી, તેમ માવજીભાઈમાં રહેલાં દેવત્વને સમજતાં શ્રી વેણચંદભાઈને વાર ન લાગી. અને તેમની દેરવણી નીચે જ આજથી સાઠ વર્ષ પહેલાં તેઓ બનારસ જેટલે દૂર પહોંચી સદ્દગત આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી સ્થાપિત શ્રી યશવિજ્યજી જૈન પાઠશાળામાં અભ્યાસ અર્થે દાખલ થયા. આ પાઠશાળાએ જૈન સમાજને કેટલીયે તેજસ્વી અને પ્રતાપી વ્યક્તિઓ આપી છે. શ્રી માવજીભાઈ પણ તેઓમાંના એક હતા.
બનારસ પાઠશાળામાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના અભ્યાસ સાથે તેમણે વ્યાકરણ, કાવ્ય અને ન્યાય વિભાગને
Page #108
--------------------------------------------------------------------------
________________
મુંબઈમાં જૈનોની જાહેર સભા
૯૧
સરસ અભ્યાસ કર્યાં, અને માત્ર અઢાર વરસની બાલ્યવયેજ ધર્મમય જીવન જીવવાના દૃઢ નિશ્ચય કરી તે માપ્યુ. પન્નાલાલ જૈન હાઇસ્કૂલમાં ધાર્મિક શિક્ષક તરીકે જોડાયા. તેમણે સ્વીકારેલા માર્ગ તપશ્ચર્યાના હતા. ગમે તેવા ઉદ્દેશથી માણસ જો સહન કરે, ત્યાગ કરે,તા એવા ત્યાગ કે સહન કરવાને આપણે સાત્ત્વિક તપ કહેતા નથી. જેમ કા શુદ્ધ હાવુ જોઇએ, તેમ એવા કાય પાછળના `શ પણુ સાત્ત્વિક હાવા જોઈ એ. શ્રી માવજીભાઈ ગૃહસ્થ હતા, અને ગૃહસ્થાશ્રમમાં ભરણપાષણ અર્થે અર્થની પણ જરૂર પડે જ. પરંતુ એમણે જરૂરી ધન પ્રાપ્ત કરવાનું શુદ્ધ સાધન તેમ જ તેમણે પ્રાપ્ત કરેલાં જ્ઞાનનું દાન કરવાનુ સરસ ક્ષેત્ર શેાધી કાઢ્યું. અને ગૌરવપૂર્વક જીવ્યા. જીવનમાં અન્ય કઈ વ્યવસાય ન સ્વીકારતાં હજારા વિદ્યાથી એના જીવનમાં તેમણે ધર્મનાં બીજ વાવ્યાં. આ વિદ્યાથી ઓ પૈકી ઘણા આજે મહાન બની ગયા છે, અને તેઓ બધા જ શ્રી માવજીભાઈના ઋણને સ્વીકાર કરીને કહે છે કે, અમારા જીવનમાં ધખીજનું આરેાપણુ સદ્ગત શ્રી માવજીભાઈ એ કયુ` છે. અને તેથી જ અમે આ દરજ્જે પહોંચી શકયા છીએ.
.
ધાર્મિક અભ્યાસ કરાવવાની, તેમજ આપણા ધર્માંસૂત્ર શીખવવાની તેમની પાસે અદ્ભૂત કળા હતી, અને એ કળા આજના અન્ય શિક્ષકોએ પણ સમજી લેવા જેવી છે. આપણા ધાર્મિક સૂત્રેાને શ્રી માવજીભાઇ માત્ર સૂત્રરૂપે ન માનતાં પવિત્ર મંત્રા તરીકે સમજતા. અને મત્રમાં જેમ એક પણ અક્ષરને અશુદ્ધ ઉચ્ચાર થતાં અથના અનથ થઈ જાય, તેમ
Page #109
--------------------------------------------------------------------------
________________
૯૨
જીવનસૃતિ
ધામિક સૂત્રોમાં હ્રસ્વ કે દીની ભૂલથી પણ તેમને ભારે આઘાત થતા. મેં આપણા ધાર્મિક સૂત્રોના અભ્યાસની શરૂઆત તેમની પાસે કરી. હું સૂત્ર કડકડાટ ખેલી જ એટલે તેઓ તે સૂત્ર મારી પાસે લખાવતા, અને લખાણમાં એક એક સૂત્રમાં હું અનેક ભૂલેા કરી દેતા. આવે વખતે તેઓ નારાજ ન થતા, અને હું નિરાશ થાઉં એ રીતે મને ઠપકા ન આપતાં મધુર ભાષામાં કહેતા કે પ્રથમ પ્રયત્ને આટલી જ ભૂલા થવા પામી છે, એટલે પાંચ-દશ વખતના પ્રયત્નના અંતે હું તે સૂત્ર શુદ્ધ રીતે લખતા થઈ જઈશ.
શ્વેતામ્બર એજ્યુકેશન એની એક પરીક્ષા અર્થે શ્રીમદ્ આનંદઘનજીવિરચિત ભગવાન કુંથુનાથના સ્તવનના અર્થાં હું તેમની પાસે શીખતેા હતેા. એ સ્તવનની એક કડીમાં આવે છે કે: ‘ બીજી વાતે સમરથ છે નર, એહુને કોઇન જેલે.’ અહુિં એડ' શબ્દ મનને બદલે વપરાય છે, અર્થાત્ મનને જીતવા સિવાયની બીજી ખાખતામાં પુરુષ શક્તિવાન છે, પણ મનને કોઈ પુરુષ જીતી શકતા નથી, એટલે કે માનવી મનની ગતિ રોકવા અશક્ત છે. મન સંબંધમાં એ ચંચળ અને વાયુ જેવું છે. એવા ઉલ્લેખ પણ ધર્મશાસ્ત્રામાં આવે છે. તેથી મને શંકા થઈ કે આપણા સૂત્રમાં कायेणं वायात् मणेणं उडेवाने महले मणेणं वायाए कायेणं, શા માટે કહ્યું હશે ? મન તા વિચિત્ર છે જ, છતાં વચન અને કાયાના દોષ કરતાં મનના દોષને પ્રથમ સ્થાન આપી શા માટે મહત્ત્વ આપ્યું ? મારી શકાંનું સમાધાન
Page #110
--------------------------------------------------------------------------
________________
જેની જાહેર સભાનું દશ્ય શેઠશ્રી કાંતિલાલ ઈશ્વરલાલ સભાને સંબોધી રહ્યા છે. આગલી હરોળમાં શ્રી ધીરજલાલ ટોકરશી શાહ, શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ, શ્રી મોતીલાલ વીરચંદ શાહ વગેરે બેઠેલા જણાય છે.
Page #111
--------------------------------------------------------------------------
________________
જેનોની જાહેર સભાનું દશ્ય જેમાં બહેને એ પણ વિશાળ સંખ્યામાં ભાગ લીધો હતો.
Page #112
--------------------------------------------------------------------------
________________
મુંબઈમાં જૈનોની જાહેર સભા
કરવા માટે શ્રી માવજીભાઈએ પ્રસન્નચંદ્ર રાજષિની વાત. કહી સંભળાવી અને કહ્યું કે બાહ્ય દષ્ટિએ રાજપાટને ત્યાગ કરી પ્રસન્નચંદ્ર રાજર્ષિ ધ્યાનમાં લીન હેવા છતાં મનથી જ્યારે અશુભ પ્રવૃત્તિ થઈ ત્યારે એવા વખતે જે દેહાન્ત થાય તે નરકગતિ પ્રાપ્ત થાય એવા સંજોગો ઊભા થયા. વચન અને કાયાથી ઉત્પન્ન થતાં દોષનું બીજ તે મનમાં જ રહેલું હોય છે, એટલે જ શાસ્ત્રકારેએ વચન અને કાયા કરતાં મનને અગ્રસ્થાન આપ્યું છે. આથી જ કહેવાય છે કે મન 'एव मनुष्याणां कारणं, बन्धमोक्षयोः।' -
તેમનું જીવન અતિ સાદું અને નિર્મળ હતું, અને તેમની અંગત જરૂરિયાતો પણ ઘણી ઓછી હતી. પહેરવેશમાં ટાપટીપનું નામ નહિ. વરસો સુધી તેમને પહેરવેશ એક જ પ્રકારને રહ્યો. કેઈને બેજા રૂપ થવાનું તેમના સ્વભાવમાં જ નહિ, પરંતુ અન્યને મદદ રૂપ થવું અને બને તેટલે બીજાને. ભાર એ છે કરવાની હરહંમેશ તૈયારી. હંમેશા સવારના ઉઠી સૌ પ્રથમ એકસો આઠ નવકાર મંત્ર ગણે, અને પ્રાતઃ કાળે ઉઠતાં જ દિવસના કાર્યક્રમનું ટાઈમ ટેબલ ઘડી કાઢે. એમના ટાઈમટેબલમાં કદી ફેરફાર થાય જ નહિ, પછી. ભલેને ગમે તેટલે વરસાદ હોય અગર ગમે તેવું જરૂરી કામ વચમાં આવી પડે. પિોતાની જાત માટે તેઓ ભાગ્યે જ કાંઈ ખર્ચ કરે, પણ ઘરના માણસો માટે જરૂર પડે ત્યારે ગમે તે ખર્ચ કરતાં તે જરા પણ અચકાય નહિ. અભ્રકભસ્મ અને વસંતમાલતી જેવી કિમતી દવાઓને ઉપયે.
Page #113
--------------------------------------------------------------------------
________________
૯૪
જીવનસ્મૃતિ
પણ તેમના સતાનેાની તદુરસ્તીના અર્થ કરતાં મેં જોયા છે. કીતિ અને નામનાનેા તેમને બીલકુલ મેહુ નહિ, ઉલટુ આવી મામત પ્રત્યેના તેમના અભાવ અને અણુગમા મે અનેક વાર જોયેલ છે. અહુ` કે અભિમાનથી તે કાયમ માટે દૂર રહ્યા છે, અને તેમ છતાં સ્વમાન જાળવવામાં તેઓએ કદી પાછી પાની કરી નથી. ‘વાડા”માં એ કદી ન માનતા, અને ‘ગુણાનુરાગીપણુ’’ એમની વિશિષ્ટતા હતી. વાદિવવાદ અગર ખાટી ચર્ચામાં તેઓ કદી ઉતરતા નહિ. કોઈ મહત્ત્વના પ્રશ્ન પરત્વે તેઓ પેાતાના અભિપ્રાય સ્પષ્ટ રીતે રજૂ કરી શ્વેતા, પણ બીજાએ તે જ પ્રમાણે માને તેવા આગ્રહ તે કદી ન રાખતા.
જૈન શ્વેતામ્બર એજ્યુકેશન એા, મહાવીર જૈન વિદ્યાલય અને જૈન ધાર્મિક શિક્ષણ ઘની પરીક્ષાઓમાં તેમણે માનદ પરીક્ષક તરીકે પેાતાની સેવા આપી છે, અને પ્રશ્નપત્ર તૈયાર કરવાની તેમની ઢમ પણ અતિ ઉત્તમ હતી. વિદ્યાથી ઓને શું નથી આવડતુ, એ જ જોવાને બદલે તેમની દૃષ્ટિ વિદ્યાથીએને શુ' આવડે છે એ જોવાની હતી, અને આજ દૃષ્ટિએ પ્રશ્નપત્ર તૈયાર કરતા અને ગુણ આપતા. તેમણે નાની મેાટી લગભગ પાણેાસા પુસ્તિકાઓ લખી છે, અને અનેક મુનિમહારાજોના જીવન સ`ખ'ધી તેમજ અન્ય વિષય પર કાન્યા પણ રચ્યાં છે. વાચનની તેમની પદ્ધતિ બહુ ઉત્તમ હતી. તત્ત્વજ્ઞાનનાં ઉત્તમ પુસ્તકો તેમજ ઉત્તમ કેટનાં માર્સિકે તેઓ વાંચતા અને કયા પુસ્તક પછી કયુ પુસ્તક વાંચવું, તેની પણ અગાઉથી નોંધ કરી રાખતા.
તે
Page #114
--------------------------------------------------------------------------
________________
૯૫
મુંબઈમાં જૈનોની જાહેર સભા
“જીવનમાં માનવી સફળતા મેળવવા ઝંખે છે. પણ જીવનમાં સફળતાની ચાવી કઈ?' એવો પ્રશ્ન જ્યારે એક વિદ્યાથી તરફથી વિશ્વ વિખ્યાત વિજ્ઞાનશાસ્ત્રી આઈનસ્ટાઈનને પૂછવામાં આવ્યું, ત્યારે બીજગણિતની પરિભાષામાં જવાબ આપતાં તેણે કહ્યું કે “જીવનની સફળતા એટલે કામ, વત્તા આનંદ, વત્તા મૌન.” શ્રી માવજીભાઈની સફળતાનું રહસ્ય આપણને આ જવાબમાંથી મળી રહે છે. જીવનની સફળતા માટે સતત કર્મની જરૂર રહે છે, અને સતત કર્મ કરતાં છતાં એ કર્મ તેને ઠરૂપ ન લાગવું જોઈએ, પણ એ કર્મ દ્વારા જ તેને જીવવાને આનંદ મળવો જોઈએ. લગભગ પચાસ વર્ષના એકધારા ધાર્મિક શિક્ષણના વ્યવસાય દ્વારા શ્રી માવજીભાઈએ જીવનમાં સતત આનંદને અનુભવ કર્યો, તે કાર્ય તેમને વેઠ રૂપે લાગ્યું હોત તે તેને છેડી દીધું હોત. ધાર્મિક શિક્ષણની સંસ્થાઓ સારા શિક્ષકો મળતા નથી એવી ફરિયાદ કરે છે, પણ આવી સંસ્થાઓએ શિક્ષણના કાર્યમાં જેને રસ હોય, જેને આનંદ આવતે હેય, તેવા જ શિક્ષકે શેધવા જોઈએ. મૌનને અર્થ વાણીને અભાવ નહિ પણ વાણીને સંયમ એ થાય છે. મૌનનું આવું રહસ્ય શ્રી માવજીભાઈ સમજતા, એટલું જ નહિ પણ તેમણે એ આચાર દ્વારા સિદ્ધ પણ કરી બતાવ્યું.
તેમનું જીવન સંયમી હતું અને જીવનમાં તેમણે ભાગ્યે જ માંદગી ભેગવી છે. વાચન અને લેખન સિવાય જીવનમાં તેમને કઈ વ્યસન ન હતું. જ્યારે જુઓ ત્યારે
Page #115
--------------------------------------------------------------------------
________________
જીવનમૃતિ તેઓ પ્રસન્ન જ હોય, વિષાદનું તે નામ જ નહિ. એમનું જીવન ઘડીયાળના કાંટા જેવું નિયમિત હતું. સવારથી રાત સુધી કામમાં રચ્યાપચ્યા રહેવા છતાં કેઈ દિવસ કંટાળાનું નામ નહિ સંયમ એમના માટે બેજા રૂપ નહિ, પણ આનંદ રૂપ હતો. એક માણસ ગણિતમાં પારંગત થયા પછી તેને બે ને બે ચાર થતાં ત્રણ થવા જોઈએ એમ જેમ કદી લાગતું નથી, તેમ આવા સંયમી માણસને સંયમ કદી બેજા રૂપ લાગતું નથી. જે સંયમી નથી, તેને સંયમ એ બે છે, તેવો ખ્યાલ રહ્યા કરે છે. મુસાફર માટે ટીફીન બેક્ષ જેમ ભાર રૂપ નથી લાગતું, તેમ સાધક માટે સંયમ બેજા રૂપ ન રહેતાં આનંદ રૂપ બની જાય છે. શ્રી માવજીભાઈના જીવનમાં આપણે આ વાત સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ.
લગભગ પાંસઠ વર્ષની ઉંમરે નિવૃત્ત થયા બાદ નિષ્ક્રિય ન બનતાં તેમણે તેમનું જીવન કાર્યશીલ રાખ્યું હતું. જીવનવ્યવહારને બજે તે તેમના બે સુપુત્રએ સરસ રીતે સંભાળી લીધું હતું, પણ તેમ છતાં પ્રવૃત્તિશીલ રહેવાય તે અર્થે તેઓ નિયમિત રીતે તેમની સ્ટેનલેસ સ્ટીલના વાસણની દુકાને આવતા. તેમના પુત્ર, પુત્રીઓ તેમજ પનીએ તેમની છેલ્લી માંદગીમાં તન-મન-ધનપૂર્વક અત્યંત સારવાર કરી, પણ આ બીમારી અંતે જીવલેણ નીવડી અને તા. ૯-૭-૬૫ શુકવારના દિવસે ૭૩ વર્ષની ઉંમરે તેમને જીવનદીપ બુઝાય.
પૂ. આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીએ માવજીભાઈને
Page #116
--------------------------------------------------------------------------
________________
મુંબઈમાં જૈનેની જાહેર સભા
૯૭
પૂ. આચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજીએ માવજીભાઈના મૃત્યુ અંગેના આશ્વાસનપત્રમાં તેમના પુત્ર શ્રી જ્યન્તભાઈને સાચું જ લખ્યું છે કે શ્રી માવજીભાઈના સ્કૂલ દેહને તે જે કે નાશ થયે, પણ હજારે વિદ્યાથીએ જેમને તેમણે ધાર્મિક સંસ્કાર આપ્યા છે, તેમના હૃદયમાં તે માવજીભાઈ જીવન્ત રૂપે જ રહેશે. માનવદેહ આપણને આપણા આત્માના વિકાસ અર્થે મળે છે, પણ જેમને આત્મા વિશેષ ઉન્નત થયે હેય તેમના વિકાસને પછી દેહમાં પૂરતે અવકાશ નથી મળતું. શ્રી માવજીભાઈને દેહાન્ત સંપૂર્ણ સમાધિ અવસ્થામાં થયે અને તેમને આત્મા તેને નાનકડા દેહમાંથી ભલે ચાલી ગયે, પણ વસ્તુતઃ તે તેણે સમાજના વ્યાપક દેહમાં પ્રવેશ કર્યો છે. મૃત્યુ પણ જીવન્ત હેઈ શકે અને જીવન પણ મરેલું હોઈ શકે છે. જીવન્ત મૃત્યુનું ભાગ્ય માત્ર વિરલ વ્યક્તિઓના ફાળે જાય છે, અને શ્રી માવજીભાઈનું પણ આવું ધન્ય મૃત્યુ થયેલ છે. જેણે જીવનમાં સદૈવ કલ્યાણ કર્યું છે, તેવા છે માટે હંમેશાં સદ્ગતિ જ હોય છે. અંતમાં શ્રી માવજીભાઈના આત્માને ચિર શાંતિ મળે અને તેમના કુટુંબીજનોને તેમના વિયેગનું દુઃખ સહન કરવાની શાસનદેવ શક્તિ આપે એમ પ્રાર્થના કરી બેસી જવાની રજા લઉં છું.
શ્રી મનુભાઈ દેસાઈ હું બાબુ પનાલાલ પૂરણચંદ જૈન હાઈસ્કૂલ તરફથી સદૂગત શ્રી માવજીભાઈને શ્રદ્ધાંજલિ સમર્પિત કરવા ઊભે થયે છું. તેઓશ્રી અમારી શાળાના એક આદર્શ શિક્ષક
Page #117
--------------------------------------------------------------------------
________________
જીવનસૃતિ
૯૮
હતા. સ્વીકારેલું કાય સરસ રીતે કરવું, એ એમના જીવનમંત્ર હતા. નિયમિતતામાં તા ભાગ્યે જ કોઇ એમની ખરાખરી કરી શકે. બરાબર ૪૭ વર્ષ સુધી તેમણે એકનિષ્ઠાથી જ્ઞાનયજ્ઞ કર્યાં અને હજારા વિદ્યાર્થી એના જીવનમાં નવા પ્રાણ ફૂંકયા. આવા એક મહાન આત્માને હું કયા શબ્દોમાં શ્રદ્ધાંજલિ આપું ? પ્રભુ તેમના આત્માને ચિર શાંતિ આપે. શ્રી મેાતીલાલ વીરચં
શ્રી માવજીભાઈના છત્રન વિષે અહીં ઠીક ઠીક વિવેચન થઈ ચૂકયું છે, એટલે તે વિષે વિશેષ કહેતા નથી, પરંતુ એટલુ જ જણાવું છું કે આપણે ત્યાં જાવક વધારે છે, આવક ઓછી છે; એટલે કે સમાજમાંથી સારા સારા માણસા ચાલ્યા જાય છે અને તેમનું સ્થાન પૂરનારા બહુ આછા નીકળે છે. આજે માવજીભાઈનું સ્થાન કાણુ પૂરશે ? એ એક પ્રશ્ન છે. ખરેખર! તેઓ આ યુગના એક મહાન યશસ્વી શિક્ષક હતા. હું તેમને મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
શ્રી કાંતિલાલ ઈશ્વરલાલ
આપનામાંથી બહુ થાડા જાણતા હશે કે હું શ્રી માવજીભાઈના સહુથી જુના અને પ્રથમ વિદ્યાથી' છું. એમના હાથ નીચે મને ધાર્મિક અભ્યાસ કરવાના ચેગ મળ્યા, એને જીવનનુ એક મોટું સદ્ભાગ્ય સમજું છું. આજે મારા જીવનમાં ધર્મના સંસ્કાર છે. તેમાં શ્રી માવજીભાઇના હિસ્સો ઘણા માટે છે. પ્રથમ તા તબિયતના કારણે આ સભામાં
Page #118
--------------------------------------------------------------------------
________________
મુંબઈમાં જૈનોની જાહેર સભા
હું આવી શકીશ નહિ, એમ લાગતું હતું, પણ અંતરાત્માને અવાજ થયો કે તારે આ સભામાં જવું જ જોઈએ અને તેમના ત્રણને સ્વીકાર કરીને હૃદયથી શ્રદ્ધાંજલિ આપવી જોઈએ, એટલે હું અહીં આપ બધાની સમક્ષ ઊભું થયે છું. આજે ધાર્મિક શિક્ષકેની મોટી બેટ છે અને આવા શિક્ષકે મળવા તે ઘણું કઠિન છે. હું શ્રી માવજીભાઈને ફરી ફરીને હાર્દિક અંજલિ આપું છું ને તેમના આત્માને ચિર શાંતિ ઈચ્છું છું.
શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ હું પ્રારંભમાં જ જણાવી દઉં કે શ્રી માવજીભાઈને હાથ નીચે ધાર્મિક શિક્ષણ મેળવવાનું સદ્ભાગ્ય મને પણ પ્રાપ્ત થયું હતું, એટલે તેઓ મારા વિદ્યાગુરુ હતા અને એ રીતે આજે તેમનું સ્મરણ કરતાં મારા હૃદયમાં વિહુવળતા ઉત્પન્ન થાય છે. મનુષ્યજીવનનું એક મહાન ફળ પરેપકાર છે, એટલે કે બીજાને ઉપયોગી થવાની પ્રવૃત્તિ છે અને તે ફળ શ્રી માવજીભાઈ બરાબર પામ્યા હતા. આવા એક આદર્શ સમાજસેવકની ખોટ આપણને લાંબા સમય સુધી સાલશે.
હવે હું આપની સમક્ષ એક ઠરાવ રજુ કરું છું અને તેને તમે બધા સ્વીકારી લેશે, એવી આશા રાખું છું.
ઠરાવ તા. ૧૮-૭-૫ રવિવારના રોજ શ્રી નેમિનાથ જેન ઉપાશ્રયમાં વિવિધ જૈન સંસ્થાઓના આશ્રયે
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૦
જીવનસૃતિ
મળેલી જેનાની આ જાહેરસભા સ્વસ્થ શ્રી માવજી દામજી શાહની અનન્ય ધશ્રદ્ધા, જવલંત જ્ઞાનનિષ્ઠા અને સાત્ત્વિક સાદા જીવનની બહુમાન પૂર્વક નોંધ લે છે અને તેમના જવાથી જૈનસંઘને એક આદશ ધાર્મિક શિક્ષક તથા વિનમ્ર સેવકની ખોટ પડી છે, એમ માને છે. જીવનની સાર્થકતા ધના આરાધનમાં રહેલી છે અને આપત્તિના પ્રસંગે તે જ ારણભૂત થાય છે, તેથી આ સભા તેમના કુટુબીજનાને, તેમજ અન્ય સહુને ધનુ વિશેષ આરાધન કરવાના અનુરોધ કરે છે.
શ્રી ધીરજલાલ ટોકરશી શાહ
ત્યાર બાદ આ સભાના કન્વીનર પં. શ્રી ધીરજલાલ ટોકરશી શાહે જણાવ્યું હતું કે શ્રી માવજીભાઈના જીવન અંગે ઘણું કહેવાયું છે, એટલે તે અંગે વિશેષ ન કહેતાં આ ઠરાવના સમર્થનમાં મારે જે વક્તવ્ય કરવાનુ છે, તે જ આપની સમક્ષ રજૂ કરીશ.
આ ઠરાવમાં એમ કહેવામાં આવ્યું છે કે આ સભા સ્વર્ગસ્થ શ્રી માવજી દામજી શાહની અનન્ય ધર્મ શ્રદ્ધા, જ્વલંત જ્ઞાનનિષ્ઠા અને સાત્ત્વિક સાદા જીવનની અહુમાનપૂર્વક નોંધ લે છે, તેના અર્થ એ છે કે શ્રી માવજીભાઈ મામાના પરમ ઉપાયરૂપ સમ્યક્ દન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રના પ્રકાશ સારી રીતે પામ્યા હતા. જો તેમને જિનેશ્વર દેવના શાસન પ્રત્યે :ઉત્કટ રાગ
Page #120
--------------------------------------------------------------------------
________________
મુંબઈમાં જૈનોની જાહેર સભા
૧૦૧ ન હેત તે તેઓ જૈન ધર્મનું શિક્ષણ આટલી સુંદર રીતે આપી શક્યા ન જ હોત, અને આવાં બોધદાયક પુસ્તક લખવાને પણ સમર્થ થયા ન જ હેત. તેમની સાથેના વર્ષોના અંગત પરિચય પરથી હું જાણી શકયે હતું કે તેમના હૃદયમાં સમ્યક્ત્ત્વને દીવડો જળહળી રહ્યા હતા અને દેવ, ગુરુ તથા ધર્મના સંબંધમાં તેમની શ્રદ્ધા ખૂબ મજબૂત હતી. - શ્રી માવજીભાઈએ છ વર્ષ કાશીમાં રહીને સદ્ગુરુની પાસે જૈન ધર્મના સિદ્ધાંતનું જ્ઞાન મેળવ્યું હતું અને સ્વાધ્યાયાદિ ઉપાયે વડે તેને વધારે તેજસ્વી બનાવ્યું હતું. એક ગૃહસ્થ ધારે તે જ્ઞાનની ઉપાસના ઘણી ઊંચી કક્ષા સુધી કરી શકે છે. આપણે ગૃહસ્થ શું કરી શકીએ ? એ નિર્માલ્ય પ્રશ્ન કેઈએ પૂછ નહિ. આપણા આગમ કહે છે કે ગૃહસ્થ પણ તત્વના ઉંડા જાણકાર હોય છે અને તેઓ આચાર્ય ભગવંતે તેમજ સાધુ-મુનિરાજે ઘણું માર્મિક પ્રશ્નો પૂછે છે. અલબત્ત, આવા ગૃહસ્થ આજે ઘણા ઓછા દેખાય છે, પણ તેમની વિદ્યમાનતા તો છે જ. ટૂંકમાં શ્રી માવજીભાઈની જ્ઞાનનિષ્ઠા ખરેખર જ્વલંત હતી અને તે ઉત્તરોત્તર વધારે જ્વલંત બની હતી.
સાત્વિક સાદું જીવન સમ્યફ ચારિત્રની આંશિક આરાધના સૂચવે છે. આવા જીવનમાંથી જ આગળ જતાં સર્વવિરતિચારિત્રના ભાવે પ્રકટે છે, જે આત્મકલ્યાણ કરવામાં અતિ ઉપયોગી નીવડે છે. તાત્પર્ય કે શ્રી માવજીભાઈ સમ્યક ચારિત્રના પણ ઉપાસક હતા અને એ રીતે તેમણે પિતાના
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૨
-
જીવનસ્મૃતિ
જીવનમાં સમ્યગ દર્શન, સમ્યગ્ર જ્ઞાન તથા સમ્યક્ ચારિત્રની જે ઉપાસના કરી તેની આપણે બહુમાનપૂર્વક નેધ લઈએ છીએ. ગુણીજનેના ગુણેની નેંધ લેવી, એ આપણું પરમ કર્તવ્ય છે.
ઠરાવમાં આગળ એમ કહ્યું છે કે તેમના જવાથી જૈન સંઘને એક આદર્શ ધાર્મિક શિક્ષક તથા વિનમ્ર સેવકની ખોટ પડી છે. તે અંગે વધારે વિવેચન કરવાની જરૂર હોય એમ હું માનતો નથી. મારા મિત્ર શ્રી મનસુખલાલભાઈએ તેમના શિક્ષકજીવન પર ખૂબ જ પ્રકાશ પાડે છે અને તેમની વિનમ્ર સેવાનાં અનેક ઉદાહરણે અહીં રજૂ થઈ ચૂક્યાં છે.
ઠરાવના બીજા ભાગમાં એમ કહેવામાં આવ્યું છે કે જીવનની સાર્થકતા ધર્મના આરાધનમાં રહેલી છે અને આપત્તિના પ્રસંગે તે જ શરણભૂત થાય છે, તેથી આ સભા તેમના કુટુંબીજનેને, તેમજ અન્ય સહને ધર્મનું વિશેષ આરાધન કરવાને અનુરોધ કરે છે. - ઠરાવના આ ભાગમાં આપણું શાસ્ત્રોને આદેશ ઝીલાયેલે છે અને આપણું પૂજ્ય ગુરુદેવેના ઉપદેશનું યથાર્થ પ્રતિબિંબ પડેલું છે, એટલે તમે બધા આ ઠરાવને વધાવી લેશે, એટલું જ નહિ પણ ત્રણ નવકાર ગણીને તેને પસાર કર્યાની સંમતિ આપશે.
આ પ્રસંગે આખી સભાએ ત્રણ નવકાર ગણ્યા હતા અને આ ઠરાવ સર્વાનુમતીએ પસાર થયે હતે.
Page #122
--------------------------------------------------------------------------
________________
મુંબઈના જૈનોની જાહેર સભા
૧૦૩ મુનિશ્રી ચંદ્રપ્રભસાગરજી (શ્રી ચિત્રભાનુ)ને
ખાસ સંદેશ આજની સભામાં સુપ્રસિદ્ધ વક્તા અને તત્વચિંતક મુનિશ્રી ચંદ્રપ્રભસાગરજી (શ્રી ચિત્રભાનુજી) મહારાજ અવશ્ય પધારવાના હતા, પણ છેક છેલ્લી ઘડીએ એવા સંગે ઉપસ્થિત થયા કે તેઓશ્રી પધારી શક્યા નહિ પરંતુ તેમણે ખાસ માણસ સાથે સંદેશે મેકલીને જણાવ્યું હતું કે શ્રી માવજીભાઈ જીવનશિલ્પી હતા. તેમણે શ્રી જયંતભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેવા સુસંસ્કારી સુપુત્રને સમાજ આગળ ધરીને એ પુરવાર કર્યું છે કે દીપકને પ્રકાશ માત્ર લેકેને જ નથી આપે, પણ પિતાના ઘરમાં પણ એ પ્રકાશને જીવંત રાખે છે. એમના ગુણાનુવાદ તે એમણે જેમના જીવનમાં સંસ્કાર રેગ્યા છે, તે બધાનાં જીવન જ કરતા રહેશે અને એમની સ્મૃતિની સુવાસ ફેલાવતાં રહેશે.
પ. પૂ. પ્રવર્તક શ્રી જાનંદવિજયજી મહારાજ
શ્રી માવજીભાઈ વિષે ઘણું બોલાયું છે, એટલે વિશેષ ન બોલતાં એટલું જ જણાવીશ કે તેમણે ધાર્મિક જ્ઞાન સંપાદન કરીને પિતાના આત્માને ઉજજવલ કર્યો અને બીજા એને પણ તેને પ્રકાશ આપ્યું. તેમનું આ કાર્ય નિતાન્ત અનુમોદનાને પાત્ર છે. પ. પૂ. આચાર્ય શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ
આજે દેશના વાતાવરણમાં હિંસાને પ્રચાર વધી રહ્યો છે. આપણે સરકાર એક યા બીજા પ્રકારે હિંસક ધંધાઓને
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૪
જીવનસ્મૃતિ
ઉત્તેજન આપી રહી છે, એ અતિ દુઃખદ બીના છે. આવા વિષમ વાતાવરણને કેમ સુધારવું? એ આજે એક ગહન પ્રશ્ન થઈ પડે છે. મને લાગે છે કે તે માટે ધરમૂળને ફેરફાર થે જોઈએ અને તેમાં શિક્ષક ઘણું કામ કરી શકે એમ છે. શ્રી માવજીભાઈને જ દાખલો જુઓ. તેમણે પોતાના જીવનમાં કેટલા વિદ્યાથીઓને ધાર્મિક સંસ્કારો આપ્યા અને સન્માર્ગે ચડાવ્યા? આજના શિક્ષકેએ તેમનું અનુકરણ કરવા જેવું છે.
પ પૂ આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ - ત્યારબાદ પ. પૂ. આ. શ્રી વિધર્મસૂરીશ્વરજી મહારાજે ઉપસંહારાત્મક પ્રવચન કરતાં જણાવ્યું કે ગૃહસ્થજીવનની અનુમોદના ખાતર નહિ, પણ ગૃહસ્થજીવનમાં અંશતઃ પણ જે ધર્મસંસ્કારે છે, તેની અનુમોદનાના પ્રસંગમાં સાધુઓએ અવશ્ય ભાગ લેવે જોઈએ અને એ રીતે આજે અમે આ સભામાં ભાગ લઈ રહ્યા છીએ. શ્રી માવજીભાઈના ધાર્મિક જીવનની સુવાસ વર્ષોના વર્ષો સુધી હજારે મહાનુભાવના હૃદયમાં કાયમ વિદ્યમાન રહેશે. આજે ભલે તેઓ સ્કૂલ દેહ વિદ્યમાન નથી, પણ તેમણે આપેલા ધાર્મિક સંસ્કારોથી તે અમર જ છે. '
- આભારવિધિ ત્યારબાદ શ્રી છોટાલાલ ગીરધરલાલ શાહે આભારવિધિ કરી હતી. અને બરાબર પાંચ વાગતાં સભા વિસર્જન થઈ હતી. . .
આ વખતે સહુના મુખમાંથી એક જ ઉદ્ગાર નીકળતા
Page #124
--------------------------------------------------------------------------
________________
પ. પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ જેમણે સભાના અંતે ઉપસંહારાત્મક સુંદર પ્રવચન કર્યું.
Page #125
--------------------------------------------------------------------------
________________
જાહેર સભાના અંતે ડાબી બાજુથી : (૧) શ્રી ધીરજલાલ ભગવાનદાસ શાહ, (ર) શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા, (૩) શ્રી ધીરજલાલ ટોકરશી શાહ તથા (૪) શ્રી જયંત એમ. શાહ.
Page #126
--------------------------------------------------------------------------
________________
મુંબઈમાં જૈનેની જાહેર સભા
૧૦૫
હતા કે “ધન્ય માવજીભાઈ ! આજે તમારા જેવાની જૈન સમાજને ઘણી જરૂર છે.”
આ સભાની નેંધ મુંબઈના અગ્રગણ્ય દૈનિકપત્ર જેવા કે મુંબઈ સમાચાર, જન્મભૂમિ, જનશક્તિ વગેરેએ બહુ સારી રીતે લીધી હતી અને તેને સમાજ પર ઘણે પ્રભાવ પડયે હતે.
આ સભાનું દશ્ય આજે પણ અનેકના મન પર તરે છે અને અમારા મન પર તે તે વિશિષ્ટ રીતે તરે છે, કારણ કે તેની પ્રારંભિક જનાથી માંડીને પૂર્ણાહુતિ સુધીની સર્વ ભૂમિકાઓમાં અમારે અંતરાત્મા રેડાય હતે. અમે અહીં એટલું જણાવીએ કે શ્રી માવજીભાઈ પોતાના સાત્વિક અને સેવાપરાયણ જીવનથી અમારા મન પર કદી ન ભૂંસાય એવી શ્રેષ્ઠ છાપ પાડતા ગયા છે, તે તે અયુક્તિ નહિ જ લેખાય. આ ઉચ્ચ આત્મા ચિર શાંતિને અવશ્ય અધિકારી હોય છે, એવે અમારે દઢ વિશ્વાસ છે.
Page #127
--------------------------------------------------------------------------
________________
[૧૫]
સામયિક નં.
ભાવનગરથી પ્રકટ થતાં “જૈન” સાપ્તાહિકે તા. ૨૪-૭-૬પના અંકમાં શ્રી માવજીભાઈના અવસાન અંગે નીચે મુજબ નેંધ પ્રકટ કરી હતીઃ
દિયેયનિષ્ઠ શિક્ષક સ્વ. શ્રી માવજી દામજી શાહ
ઘણુંખરૂં કઈક ઉપનિષદમાં વિદ્યાર્થીઓના મુખમાં એક સુંદર પ્રાર્થના મૂકવામાં આવી છે: “ગાયુમાયુ અમૃવં ગાવાય”—હે પરમેશ્વર! અમને આયુષ્યમાન બનાવો! અને અમારા આચાર્યને-ગુરુને અમર બના!” જે ગુરુને માટે શિષ્ય અમરપણુની પ્રાર્થના કરે, એ ગુરુએ શિષ્યના અંતર કેટલાં બધાં જીતી લીધાં હોવા જોઈએ! અંતરમાં શિષ્ય પ્રત્યે પિતાનું વાત્સલ્ય, માતાની મમતા અને મુરબ્બીની હિતબુદ્ધિનું ઝરણું સતત વહેતું હોય તે જ શિષ્યનાં આવા આદર અને ભક્તિ મેળવી શકે છે. આવા ગુરુ અને આવા કષિસમા ગુરુને મેળવનાર શિષ્ય બને ધન્ય બની.
Page #128
--------------------------------------------------------------------------
________________
સામયિક નોંધો
૧૦૭
જાય છે. એવા ગુરુશિષ્યાનું મિલન કલિયુગમાં સતયુગના દર્શન કરાવે છે.
સ્વ. શ્રી માવજી દામજી શાહ આવા એક ધ્યેયનિષ્ઠ આદર્શ અને શિષ્યવત્સલ શિક્ષક હતા. તેઓ ૭૩ વર્ષની સુખ-શાંતિ-સ્વસ્થતાભરી યશસ્વી જી ંદગીને અંતે મુંબઇમાં તા. ૯-૭-૬૫ને શુક્રવારના રોજ ધર્મભાવનાનું સ્મરણ કરતાં સ્વર્ગવાસી મનીને અમર ખની ગયા ! ફુલ વિલાઈ ગયું, એની ફેારમ સત્ર પ્રસરી રહી, યાદગાર બની ગઈ!
સતા, સતીએ અને શૂરાઓની ખમીરવંતી ભૂમિ સૌરાષ્ટ્ર એ શ્રી માવજીભાઈની જન્મભૂમિ, શ્રી-સરસ્વતીસંસ્કારિતાનું ધામ ભાવનગર એમનું વતન, માતાનું નામ પૂરી બહેન. વિ. સં. ૧૯૪૮માં ધનતેરશના શુભ દિવસે એમના જન્મ. કુટુંબની સ્થિતિ સામાન્ય હતી, પણ સંસ્કાર અને ધાર્મિ કતાની એને બક્ષીસ મળી હતી. માતાપિતાના તેઓ એકના એક પુત્ર હતા.
ગુજરાતી ચાર ચેાપડી પૂરી કરતાં તે માતા અને પિતા અને સદાને માટે વિદાય થયા ! માવજીભાઇને માટે ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ.
પણ કયારેક કાદવ કમળને પ્રકટાવે છે અને કાંટામાં. ગુલાખ ઉગે છે, એમ અનિષ્ટમાંથી ઈષ્ટ જન્મે છે. શ્રી માવજીભાઈ હવે શું કરવું એની મુંઝવણમાં હતા. ઉંમર માંડ૯-૧૦ વર્ષ જેવી ઉછરતી અને અપકવ હર્તી અને એમને.
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૦૮
જીવનસ્મૃતિ સુપ્રસિદ્ધ ધર્માનુરાગી જન મહાજન શ્રી વેણચંદ સૂરચંદ ને વીરમગામમાં મેળાપ થયેલ
આ અરસામાં સુપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિ જીએ (તે કાળે તે એક સામાન્ય મુનિ શ્રી ધર્મવિજ્યજીએ) -જૈન સમાજમાં ગૃહસ્થ વિદ્વાને તૈયાર કરવાના ઉમદા અને દીર્ધદષ્ટિભ્રય હેતુથી બનારસમાં એક જૈન વિદ્યાતીર્થની સ્થાપના કરવાનું યુગકાર્ય કર્યું હતું. શ્રી વેણચંદભાઈએ શ્રી માવજીભાઈને આ વિદ્યાતીર્થમાં વિદ્યાની ઉપાસના માટે જવાની સલાહ આપી. ભાવી યુગ એ પ્રબળ કે માત્ર -દશ વર્ષની નાની ઉંમરે, તે કાળે, કાશી જેટલે દૂર દેશાવર કેવી રીતે જવું, એ સંકોચ કે નાહિંમત અનુભવ્યા વગર શ્રી માવજીભાઈ કાશી પહોંચી ગયા અને વિદ્યા-ઉપાર્જનમાં લાગી ગયા. નમ્રતા, વિવેક અને વિનયશીલતાએ એમને સૌના -વત્સલ બનાવી દીધા અને ઉદ્યમશીલતા અને ધ્યેયનિષ્ઠાએ -એમને સરસ્વતીના લાડકવાયા બનાવી દીધા.
છ વર્ષ સુધી એકાગ્રતાપૂર્વક અધ્યયન કરીને એમણે -જુદા જુદા વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું અને ગુરુજનેના આશીર્વાદ લઈને, અર્થોપાર્જન માટે તેઓ મુંબઈ આવી પહોંચ્યા.
* વિશેષ સંશોધન પછી એ નકકી થયું છે કે તેમને મેળાપ પાલીતાણામાં જ થયો હતો. તે અંગે “સપુરુષોને સમાગમ નામનું પ્રકરણ જુઓ.
Page #130
--------------------------------------------------------------------------
________________
સામાયિક નોંધ
૧૦૯
કુમારકાળ પૂરે થયે, યૌવનમાં હજી પ્રવેશ જ થયે અને શ્રી માવજીભાઈ સેળ વરસની સાવ ઉછરતી વયે, મુંબઈમાં બાબુ પનાલાલ પુરણચંદ જૈન હાઈસ્કૂલમાં ધાર્મિક શિક્ષક તરીકે જોડાઈ ગયા.
શ્રી માવજીભાઈને આત્મા એક સારા શિક્ષકને આત્મા. હતે. નામનાની કામના, પ્રતિષ્ઠાને મેહ, પૈસા પ્રત્યેની આસક્તિ ન તે સતાવી શક્તાં હતાં કે ન તે શિક્ષક તરીકેના નીરસ, શ્રમસાધ્ય અને અલ્પ લાભકારક વ્યવસાયથી વિચલિત બનાવી શક્તાં હતાં. મુંબઈ જેવી મેહમયી નગરી અને વધુ કમાણીના કંઈક મેહક માગે, છતાં શ્રી માવજીભાઈ શિક્ષકપદને વફાદારીપૂર્વક વળગી રહ્યા. અરે, એમની આ વફાદારી તે એવી કે શિક્ષક તરીકે પણ બીજું કઈ સ્થાન ન શોધતાં આ એકજ સ્થાનમાં એમણે પૂરાં ૪૭ વરસ સુધી એકધારી નેકરી કરી ! એક શિક્ષકને આટલા લાંબા સમય સુધી કામ કરવાની કળાશ આપવા બદલ આ સંસ્થાના સંચાલકેની શિક્ષક પ્રત્યેની મમતા અને ઉદારતા પણ એટલી જ ધન્યવાદ અને અભિનંદનને પાત્ર છે. આ ઘટનાએ શિક્ષણના ક્ષેત્રમાં એક અનુકરણીય અને પ્રેરક ઈતિહાસ સર્જ્યો છે, એમ કહેવું જોઈએ.
સ્વસ્થતાપૂર્વક જીવવું એ શ્રી માવજીભાઈની પ્રકૃતિ હતી. બેટી દોડધામ અને અર્થહીન ઉધામા એમને ખપતા ન હતા. જે એમને દેખાવ સીધે, સાદો, અને શાંત હતે, એ જ એમને સ્વભાવ સરળ છાબેલ અને
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૦
જીવનસ્મૃતિ
કર્તવ્યપરાયણ હતા. પિતાની વધારાની શક્તિઓને સાહિત્યઉપાસના અને સાહિત્ય-સર્જનને માર્ગે વાળીને શ્રી માવજી ભાઈએ પોતાના જીવનને વધુ સુરક્ષિત, વધુ સ્વસ્થ અને વધુ ચશસ્વી બનાવ્યું હતું. એ યશસ્વી જીવનની પ્રસાદી રૂપે તેઓ નાનાં-મેટાં ૭૫ જેટલાં પુસ્તકની સમાજને ભેટ આપતા ગયા. શ્રી માવજીભાઈનું આ અક્ષર કાર્ય આપણને એમની ચિરકાલ પર્યત યાદ આપતું રહેશે.
એક આદર્શ શિક્ષક અને અદના સાહિત્ય-સર્જક તરીકે શ્રી માવજીભાઈ પિતાના જીવનને ધન્ય અને કૃતપુણ્ય બનાવી ગયા. એમનું જીવન આપણું શિક્ષકોને પ્રેરણું આપતું રહે એમ પ્રાથીએ, અને એમના કુટુંબીજનેના દુઃખમાં આપણું હાદિક સહાનુભૂતિ અને સમવેદના પાઠવવાની સાથે એ આદર્શ, ધ્યેયનિષ્ઠ અને કર્તવ્યપરાયણ શિક્ષકરનના નિર્મળ આત્માને અંતઃકરણપૂર્વક અનેક પ્રણામ કરીએ!
મુંબઈથી પ્રકટ થતા “સેવાસમાજ' સાપ્તાહિક તા. ૧૭–૭-૬૫ના અંકમાં નીચે પ્રમાણે અગલેખ લખ્યું હતું
ધર્મનિષ્ટ શ્રી માવજીભાઈ સેવા, સમર્પણ અને કર્તવ્યનિષ્ઠાથી સમાજના ઉત્તરેત્તર કલ્યાણ માટે ભેગ આપ, એ હકીકતે કાંટાળે માર્ગ છે, એવા માર્ગે વર્ષો થયાં ચાલી જૈન શાસનની ધાર્મિક શિક્ષણ ક્ષેત્રે સેવા બજાવનાર સૌજન્યમૂર્તિ શ્રી માવજી દામજી શાહના
Page #132
--------------------------------------------------------------------------
________________
સાયિક નોંધા
૧૧૧
સુબઈમાં તા. ૯-૭-૬૫ ના સ્વર્ગવાસ થયાના સમાચાર જાણી અનેક હૃદયાને આંચકા લાગ્યા છે.
શ્રી માવજીભાઈ શાહનું સમાજ ઉપર માટુ ઋણ છે. એમણે જે જે જીવનમાં મેળવ્યુ હતુ, એનુ' સહૃદયતાપૂર્વક અન્યને દાન કર્યું છે. તેઓશ્રીએ શ્રી ખાજી પનાલાલ જૈન હાઇસ્કુલમાં ધાર્મિક શિક્ષક તરીકે ૪૭ વર્ષ સુધી એકધારી સેવા બજાવી, જન સમાજના એક આદર્શ શિક્ષક તરીકે ઉત્તમ ખ્યાતિ મેળવી હતી.
સાહિત્યક્ષેત્રે પણ પ્રશ'સનીય પ્રગતિ કરી હતી અને પાણેાસોથી વધુ નાની-મેાટી પુસ્તિકાઓ ગદ્ અને પદ્યમાં તેમણે લખી હતી, જે હકીકત સાહિત્ય અને શિક્ષણ પ્રત્યે તેમની પ્રીતિ અને અભિરુચિ ખતાવે છે.
એમનું જીવન અત્યંત નિર્મળ, નિષ્પાપ, નિયમિત, સાદું અને સરળ હતું. જીવનમાં જ્ઞાન સંપાદન કરવું અને મેળવેલા જ્ઞાનનું અન્યને દાન કરવું, એ એમનું જીવનસૂત્ર હતુ. ધાર્મિક સૂત્રેાના અભ્યાસમાં શુદ્ધિ અને સ્વચ્છતાના તેએ ભારે આગ્રહી હતા.
જીવન–સંજીવની તેઓશ્રીએ પુરુષાર્થ અને પરિશ્રમથી મેળવી હતી અને એટલે જ સમાજમાં આજે તેમની સુવાસ પ્રસરેલી છે.
કાર્યકરો નિષ્ઠાપૂર્વક કાર્ય કરો અને અન્યને ઉપયેગી અનેા.' આવા જ જીવનમાંથી તેઓશ્રીએ જીવનના ૭૩ વર્ષ ગાળ્યા અને અન્યને ઉદાહરણરૂપ બની ગયા, એ જ એમની
6
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૨
જીવનસ્મૃતિ
પરમ સિદ્ધિ છે. સમાજસેવકે માટે એમનું જીવન આ જ રીતે ઉદાહરણરૂપ બને છે. એમના જીવનના ગુણે સર્વેએ જીવનમાં ઊતારવા જેવા છે.
સૌજન્યમૂર્તિ શ્રી માવજી દામજી શાહના દુઃખદ અવસાનથી જૈન સમાજને એક સાચા કર્મનિષ્ઠ સેવકની ખેટ પડી છે. એમના દુઃખદ અવસાન અંગે શેકની ઊંડી લાગણી પ્રદર્શિત કરીને તેમના કુટુંબીજનેને આ આઘાતજનક વિયેગ સહન કરવાની શાસનદેવ શક્તિ આપે અને સદ્ગતના આત્માને ચિર શાંતિ બક્ષે, એ જ અભ્યર્થના.
શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર ખાતેથી પ્રકટ થતા “આત્માનંદ પ્રકાશ” માસિકના જુલાઈ માસના અંકમાં તેના વિદ્વાન સંપાદકે લખ્યું હતું કે- શ્રી માવજી દામજી શાહ મુંબઈ ખાતે અષાડ સુદ ૧૧ ને શુક્રવારના રોજ સ્વર્ગવાસી થયેલ છે, તે જાણી અમે ખૂબ દિલગીર થયા છીએ. સ્વર્ગસ્થ ખૂબ પ્રેમાળ અને મિલનસાર સ્વભાવના હતા. તેઓ વિદ્વાન, ચિંતક અને લેખક હતા તથા જૈન ધર્મના સારા અભ્યાસી હતા. તેમણે જૈન સમાજમાં ધાર્મિક સંસ્કાર સિંચવાના અંદગીભર પ્રયાસો કર્યા હતા. તેમના અવસાનથી જૈન સમાજને એકદમ ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. તેઓ આ સભાના આજીવન સભ્ય હતા. પરમ કૃપાળુ શાસનદેવ તેમના આત્માને શાંતિ અપે, તેમ અમે પ્રાર્થના કરીએ છીએ.
Page #134
--------------------------------------------------------------------------
________________
સામયિક
છે
૧૧૩
ભારતીય જૈન સ્વયંસેવક પરિષદના મુખપત્ર તરીકે પ્રકટ થતા “જન સેવક' માસિકમાં નીચેની નેંધ પ્રકટ થઈ હતીઃ
અવસાન નોંધ હજી ગયા અંકમાં કાવ્યકુંજ વિભાગમાં જેની “નમ્ર અંજલિ” નામક કાવ્ય પ્રકટ કરવામાં આવેલ, તે ધમપરાયણ સુજ્ઞ સજ્જન શ્રી માવજી દામજી શાહના અવસાનની નેંધ લેતાં અને દુઃખ થાય છે. મહૂમ મિલનસાર સ્વભાવના હતા અને વર્ષો સુધી તેઓએ ધાર્મિક શિક્ષક તરીકે સેવા બજાવી હતી અને વિદ્યાથીઓમાં સંસ્કારની સૌરભ પ્રકટાવી હતી. તેમના આત્માને શાંતિ મળે, એવી ભાવાંજલિ અત્રે અર્પવામાં આવે છે.
& ti
Page #135
--------------------------------------------------------------------------
________________
[૧૫]
ઠરાવો.
(૧) બાબુ પનાલાલ પૂરણચંદ જૈન હાઈસ્કૂલના વિદ્યાથીઓ
બાબુ પનાલાલ પૂરણચંદ જૈન હાઈસ્કૂલના વિઘાથીઓ અને શિક્ષકેની આ સભા, શાળાના ભૂતપૂર્વ મુખ્ય ધાર્મિક શિક્ષક શ્રી માવજીભાઈ દામજી શાહના દુઃખદ અવસાનની સખેદ નેંધ લે છે. આ સભા સદ્દગતના કુટુંબીજને પ્રત્યે તેમના પર આવી પડેલી આપત્તિમાં સહાનુભૂતિ દર્શાવે છે અને સદ્દગતના આત્માને શાશ્વત શાંતિ અર્પવા તેમજ તેમનાં કસુંબીજનેને આ આપત્તિ સહન કરવાની શક્તિ આપે એવી પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના કરે છે.
મુંબઈ, તા. ૧૦-૭-૬પ.
Page #136
--------------------------------------------------------------------------
________________
ઠરાવો
૧૧૫
(૨) શ્રી અમૃત જૈન સાહિત્યવર્ધક સભા સંવત ૨૦૨૧ ના અષાડ સુદિ ૧૩ ને રવિવારના રોજ શ્રી અમૃત જૈન સાહિત્યવર્ધક સભા તરફથી નીચે પ્રમાણે ઠરાવ કરવામાં આવે છે
શેઠ માવજીભાઈ દામજીભાઈ શાહ સં. ૨૦૨૧ના અષાડ સુદિ ૧૧ને શુકવારે બપોરના બે વાગે પોતાના નિવાસસ્થાને ૭૩ વર્ષની ઉંમરે સ્વર્ગવાસ પામ્યા, તેથી આ સભા દિલગીરી દર્શાવે છે. તેઓ આ સભાના માનનીય ટ્રસ્ટી હતા, તેમજ દરેક કાર્યમાં રસપૂર્વક ભાગ લેતા હતા. તેમનાં ધર્મપત્ની તથા સુપુત્ર શ્રી જયંતકુમારે તેમની જે સેવાભક્તિ કરી છે, તેની આ સભા અનમેદના કરે છે. જયંતભાઈ તેમના પિતાશ્રીના પુણ્ય પગલે ચાલીને જૈન ધર્મનાં કાર્યો કરતા રહે, એમ આ સભા ઈચ્છે છે.
શ્રી માવજીભાઈને આત્માને પ્રભુ શાંતિ આપે, એ જ અભ્યર્થના.
બોરીવલી-દોલતનગર : તા. ૧૩–૭-૬૫
(૩). શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દહેરાસરની પેઢી સં. ૨૦૨૧ના અષાડ સુદિ ૧૩ને રવિવારના રોજ
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૬
જીવનસ્મૃતિ
ટ્રસ્ટીઓની મીટીંગ મળી હતી. તેમાં શેઠ માવજીભાઈ દામજીભાઈના થયેલા દુઃખદ અવસાન માટે દિલગીરીને ઠરાવ કરવામાં આવ્યું હતું. તેઓ અત્રેના ધાર્મિક કાર્યોમાં સારી રીતે રસ લેતા હતા. તેઓશ્રીને એઈલ પેઈન્ટ ફેટો અત્રેના જ્ઞાનમંદિરના ઉપરના હેલમાં શેઠશ્રી રમણલાલ નગીનદાસ પરીખના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યા હતા. તેઓશ્રીના આત્માને પ્રભુ શાંતિ આપે, તેમ ઈચ્છીએ છીએ અને તેમના સુપુત્રે તેમનાં પગલે ચાલી ધાર્મિક કાર્યો કરતાં રહે, એવી ભાવના પ્રકટ કરીએ છીએ. બેરીવલી–દલતનગર સેમચંદ શંકરલાલ મહેતા તા. ૧૩–૭–૬૫
મેનેજીંગ ટ્રસ્ટી
(૪) શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બોર્ડ શ્રીયુત્ યંતભાઈ એમ. શાહ તથા કુટુંબીજને,
મુંબઈ સુર શ્રી,
આપના પૂ. પિતાશ્રીના તા. ૯-૭-૬૫ના રોજ થયેલા દુઃખદ અવસાનથી શ્રી જૈન શ્વે એજ્યુકેશન બર્ડ શેકની ઉંડી લાગણી પ્રદર્શિત કરે છે.
- તેઓશ્રીએ જીવનનાં ૭૨ વર્ષ ગાળ્યાં, તેમાં બેડના ધાર્મિક પરીક્ષક તરીકે સેવા આપી સહૃદયતાપૂર્વક કાર્ય કરેલ છે, તેની નોંધ લઈએ છીએ અને સૌજન્યમૂર્તિ શ્રી
Page #138
--------------------------------------------------------------------------
________________
શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી જ્ઞાનમંદિર એરીવલી ખાતે શ્રી માવજી દામજી શાહની તસ્વીર ખુલ્લી મૂકવામાં આવી તેનું દૃશ્ય. ડાબી બાજુ ઊભેલાશેઠ શ્રી રમણલાલ ન. પરીખ તેનું ઉદ્ઘાટન કરી રહ્યા છે.
Page #139
--------------------------------------------------------------------------
________________
જ
સહુએ સન્માનેલી શ્રી માવજીભાઈની તસ્વીર
Page #140
--------------------------------------------------------------------------
________________
ડરાવા
૧૧૭
માવજીભાઈના અવસાનથી તમારા સમગ્ર કુટુંબ ઉપર આવી પડેલ આઘાતજનક વિયેાગનું દુઃખ સહન કરવાની શાસનદેવ શક્તિ આપે, તેમજ સર્વાંગતના આત્માને ચિર શાંતિ બક્ષે, એવી પ્રાર્થના છે.
લિ. સેવક. શાંતિલાલ એમ. શાહ માનદ મંત્રી
(૫)
શ્રો વીરતત્ત્વ પ્રકાશક મંડળ
સંસ્થાની કમિટીને શ્રી માવજીભાઈ દામજીભાઈના દુઃખદ અવસાનના સમાચારથી અત્યંત દુ:ખ થયું છે. સદ્દગત શ્રી આપબળે પેાતાની કુનેહ, હેાંશીયારીથી આગળ આવ્યા હતા અને બનારસની પંડિતની ઉપાધિ મેળવી હતી. વર્ષો સુધી તેઓ શ્રી બાબુ પનાલાલ જૈન હાઈસ્કૂલમાં ધાર્મિક શિક્ષક હતા અને તે સમય દરમિયાન અસંખ્ય વિદ્યાથી આમાં તેઓએ ધામિક સંસ્કારોનું સિડેંચન કર્યુ હતુ. શાસનદેવ સત્ આત્માને શાંતિ આપે.
મુંબઈ તા. ૧૮-૮-૬૫
Page #141
--------------------------------------------------------------------------
________________
[૧૬ ] પત્રો
|| શ્રી માવજીભાઈના સ્વર્ગગમનને ઉદ્દેશીને સંખ્યાબંધ પત્રે આવેલા છે. તેમાંના કેટલાક મનનીય પત્રે અથવા તે તેને સાર આ વિભાગમાં આપેલ છે.]
[૧]
આત્મકલ્યાણ કરી ગયા,
સાવરકુંડલા
તા. ૨૦–૭–૬૫ સાવરકુંડલાથી (લિ) વિજયસૂરિ.
તત્ર શ્રી દેવગુરુભક્તિકારક યંત એમ. શાહ ગ્ય ધર્મલાભ.
શ્રી દેવગુરુધર્મપસાથે અત્ર સુખશાંતિ છે.
આજરેજ પત્રિકાથી, તેમજ ગઈ કાલે મુંબઈ સમાચાર પત્રથી, તમારા પિતાશ્રીના અવસાન-સમાચાર જાણ્યા.
Page #142
--------------------------------------------------------------------------
________________
પત્રો
૧૧૯
ધાર્મિક સંસ્કારેથી દઢ થયેલ આત્મા આત્મકલ્યાણ સાધી જાય છે. તેઓ આત્મકલ્યાણ કરી ગયા. તે પગલે ચાલી તમે તથા તમારું કુટુંબ આત્મકલ્યાણ કરે, એ જ શુભેચ્છા.
ધર્મક્રિયામાં ઉદ્યમવંત રહે.
આધ્યાત્મિક્તાની અપૂર્વ સુગંધ અપી.
જૈન ઉપાશ્રય-લાડવાડે
ખંભાત સુશ્રાવક શ્રી જયંતભાઈ એમ. શાહ.
વિ. તમારા પૂજ્ય પિતાશ્રી શ્રી માવજીભાઈ બહુ સામાન્ય સ્થિતિમાંથી આપબળે–આત્મિકબળે આગળ વધ્યા, એટલે કે જાણે કાદવમાંથી કમળ બન્યા અને દુનિયાને આધ્યાત્મિક્તાની કેઈ અપૂર્વ સુગંધ અપી.
તેઓશ્રી આદર્શ શિક્ષક, સુજ્ઞ લેખક, સૂક્ષમતત્વચિંતક, પ્રતિભાસંપન્ન અને આદર્શ કવિત્વશક્તિવાળા પણ હતા.
લેકસમાજમાં શિક્ષકની જે ગણના છે, તેના કરતાં તેમણે જુદી જ છાપ પાડી. શિક્ષક એટલે સાચા વિદ્યાગુરુ, શુભમાર્ગદષ્ટા અને કલ્યાણમિત્ર. તેનું જવલંત દષ્ટાંત તેમણે પૂરું પાડયું છે.
તેમના હાથે અનેક જીના હૃદયમાં ધાર્મિક શિક્ષણ અને સંસ્કારનાં બીજ રોપાયેલાં છે કે જેથી તે જે ગમે ત્યાં હોય તેય તેમને સંભાર્યા વિના ભાગ્યે જ રહે.
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૦
જીવનસ્મૃતિ તેમના જીવનમાં તેઓ સારી એવી આત્મિક કમાણી કરી ગયા છે અને તેમના જીવનમાંથી મળેલા વારસારૂપ તમે પણ તેમને અનુરૂપ આધ્યાત્મિક જીવનને જીવનના પાયારૂપ બનાવે તે જ તેમના વારસદાર તરીકે તમારા માટે ઉચિત છે અને તે તમારામાં છે, હેય જ અને ભવિષ્યની પ્રજામાં પણ એ વારસે મૂક્તાજ રહેશે, એવા અમારા શુભાશિષ એ જે તેઓશ્રીના આત્માની શાંતિ ઈચ્છવા બરાબર છે.
લિ. આ. વિજયનંદનસૂરિના ધર્મલાભ
(૩) જીવનને અનેક રીતે સુશોભિત કર્યું.
દેલતનગર-બોરીવલી,
તા. ૧૨-૭–૬૫ ધર્મલાભપૂર્વ લખવાનું કે ધાર્મિક શિક્ષકેની પ્રતિષ્ઠા વ્યાવહારિક જીવનમાં મધ્યમ ગણાય છે. પરંતુ શ્રી માવજી દામજી શાહે પિતાની અનેકવિધ પ્રવૃત્તિઓ, સાહિત્ય, સંસ્કારે વગેરેથી ઘણી રીતે મહેકતી કરી છે અને પિતે જીવનને અનેક રીતે સુશોભિત કર્યું છે.
તેઓ અત્રે બોરીવલી-દેલતનગર શ્રી શંખેશ્વર પાર્થ નાથ પેઢીના માનનીય સભ્ય હતા અને શ્રી અમૃતસૂરિ જૈન સાહિત્યવર્ધક સભાના એક વહીવટદાર પણ હતા.
અત્રેની શ્રી વૃદ્ધિચંદ્રજી જૈન પાઠશાળાની પરીક્ષાઓ
Page #144
--------------------------------------------------------------------------
________________
પત્ર
૧૨૧
લઈને પિતાના તરફથી ઈનામે વહેંચતા. દિલમાં અનેક રીતે દયા, દાન, તેમના જીવનમાં પ્રવર્તતા હતા. - સં ૨૦૨૧ ચત્ર સુદિ ૩ ને રવિવારના રોજ તેમના સ્વર્ગવાસના બે માસ પૂર્વે અત્રે શિક્ષણસંઘ સંમેલન ભરાયું, તેમાં સર્વેને ભેજન આપી, તેમજ છંદ, કાવ્યપૂર્વકના અપૂર્વ વક્તવ્યથી સાહિત્યની પ્રસાદી બધાને વહેંચી ખુશી કર્યા હતા. આજે તેમને આત્મા પરભવમાં પણ જ્ઞાનોપાસક અને એ સ્વાભાવિક છે.
તેમના જીવનમાં તેમના પત્ની પણ પ્રેરણાની મૂર્તિ સમા હતા. એમનું દિલ દરિયા જેવું છે.
તેમના પુત્ર શ્રી યંતભાઈએ પણ પિતાનું મન અનેક રીતે જિતી જીવનની સુવાસ અનેક રીતે ફેલાવી છે. શાસનદેવ તેમના આત્માને ચિર શાંતિ આપે.
લિ. વિજયઅમૃતસૂરિ
તેમની સુવાસ કાયમ વિદ્યમાન રહેશે.
શ્રી નમિનાથ જૈન ઉપાશ્રય, મુંબઈ
તા. ૧૧-૭-૬૫ ધર્માનુરાગી સુશ્રાવક શ્રીયુત જયંતભાઈ તથા તમારા માતુશ્રી વગેરે જેગ ધર્મલાભ વાંચશે.
તમારા પિતાશ્રી તા. ૯-૭-૬૫ શુક્રવાર બપોરે અવસાન પામ્યાના ખબર તે જ દિવસે સાંજે અમને આપના માણસ પાસેથી મળ્યા હતા.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૨
જીવનસ્મૃતિ
સ્વ. માવજીભાઈ ભલે સ્કૂલ દેહે આજે અહિં નથી, પણ તેમની સુવાસ તે વર્ષોના વર્ષો સુધી હજારે મહાનુભામાં કાયમ વિદ્યમાન રહેશે, કારણ કે તેમણે પોતે ધાર્મિક શિક્ષણ અને સંસ્કાર પ્રાપ્ત કરીને હજારે આત્માએને ધાર્મિક શિક્ષણ અને સંસ્કારના અમૃતપાન કરાવ્યાં છે.
તમેએ પણ તેમની છેલ્લાં બે વર્ષની બિમારી દરધ્યાન એક સુપુત્ર તરીકે પિતાજીની સુંદર સેવાચાકરી કરીને આદર્શ પિતાના આદર્શ પુત્રનું જવલંત દષ્ટાંત જનતા પાસે રજૂ કરેલ છે.
તમારા માતુશ્રી વિગેરેને ધર્મલાભ પાઠવશે અને સ્વ. આત્માના નિમિત્તે શેક–સંતાપ ન કરતા ધર્મધ્યાનમાં વૃદ્ધિ કરશે.
દ : ધર્મસૂરિના ધર્મલાભ
(૪).
વિદેહ છતાં અમર શ્રી નમિનાથ જૈન ઉપાશ્રય, મુંબઈ
તા. ૧૧-૦–૬૫ ધર્માત્માએ યેગ્ય,
ધર્મશ્રદ્ધાળુ આજીવન જ્ઞાનોપાસક દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે અસાધારણ શ્રદ્ધા ધરાવનાર ભદ્રપરિણમી શ્રી માવજીભાઈને મૃત્યુના સમાચાર વાંચી ખૂબ આઘાત થયે.
હું વિચાર કરતું હતું કે બે ત્રણ દિવસમાં જઈ આવીશ.
Page #146
--------------------------------------------------------------------------
________________
પત્ર
૧૨૩
ત્યાં આમ બન્યું. પૂજ્ય ગુરુદેવે આ માટે બે શબ્દો લખ્યા. છે, તે વિચારજો.
બાકી તમેએ એક આદર્શ પુત્ર તરીકે પિતાની સેવા કરવામાં કઈ કચાસ નથી રાખી. તમારું છત્ર જાય એટલે તમને જરૂર લાગે જ. હું છેલ્લે ન મલી શકે, તેને મને પણુ રંજ રહી ગયે. પણ ભાવિભાવ આગળ શું ઉપાય?
બાકી તેઓ એવી સુવાસ મૂકી ગયા છે કે આજે વિદેહ. છતાં અમર છે.
સહુથી વધારે માતુશ્રીને વેદના હોય એ સ્વાભાવિક છે. તેઓ સુજ્ઞ છે, ધર્માત્મા છે. બને એટલી સારવાર બધી જ કરી છૂટયા છે, એટલે આ બાબતમાં શોક ન કરતાં ખૂબજ સમતા શાંતિ જાળવે. સહુને શાંતિ રાખવા અનુરોધ છે.
–યવિજયજી
એ તે જીવન જીવી ગયા.
કેટ, ઉપાશ્રય, મુંબઈ
તા. ૧૦–૭–૬પ સુશ્રાવક શ્રી જ્યન્તભાઈ
ધર્મલાભ શ્રી માવજીભાઈના સ્વર્ગવાસના સમાચાર વાંચતાં એક એવી વ્યક્તિને ગુમાવ્યાનું દુઃખ છે કે જેની ખોટ કઈરીતે. પૂરી પડી શકે તેમ નથી. એમણે તે જ્ઞાનની ગંગા વહાવી, સાહિત્યની સૌરભ ફેલાવી, હજારે બાળકનાં જીવનમાં ધર્મને
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૪
જીવનસ્મૃતિ
પ્રકાશ પાથર્યો. એ તે એક જીવન જીવી ગયા. એમણે પિતાના આત્માની અપૂર્વ આરાધના અને સાધના કરી છે.
એ ઉચ્ચગતિ પામી ગયા. એમના સુપુત્ર તરીકે તમે આજ સુધી સુંદર પ્રવૃત્તિઓમાં તન, મન અને ધનથી ભાગ લેતા આવ્યા છે. હવે પછી પણ પિતાના પગલે ચાલી એમની
તને જલતી રાખશે, એવી મને શ્રદ્ધા છે. તમારા માતુશ્રી તથા સૌને મારા સ્મરણુસહ ધર્મલાભ કહેજે.
' એમના આત્માને પરમ શાંતિ મળે એવી પ્રાર્થના કરું છું.
-ચન્દ્રપ્રભસાગરના ધર્મલાભ
(૬) જીવન સાર્થક રીતે પૂરું થયું ભાઈલાલ છોટાલાલ પટેલ 0. B. E.,
વલ્લભ વિદ્યાનગર
તા. ૧૩––૬૫ પ્રિય ભાઈ જયંત,
આજરેજ ભાઈ પુરૂભાઈને પત્ર ઉપરથી જાણવા મળ્યું કે તારા પિતાશ્રીનું તા. ૯-૭-૬૫ને શુક્રવારના રોજ “અવસાન થયું છે.
આ સમાચાર જાણી એમના લગભગ પચાસ વરસ જુના મિત્ર અને સાથી તરીકે મને દુઃખ થાય એ તે સ્વાભાવિક છે, પરંતુ તમારા બધાના અને ખાસ કરીને તારા માતુશ્રીના દુઃખ અને આઘાતને વિચાર કરતાં સવિશેષ દુઃખ
Page #148
--------------------------------------------------------------------------
________________
પત્ર
૧૨૫.
થાય છે. સામાન્ય રીતે જન્મ-મરણ એ જગતને અનાદિકાળથી ચાલતે આવેલે કમ છે અને દરેક જીવનને કુદરતી અંત પણ અવસાન જ છે. તારા પિતાશ્રી સીતેરેક વરસ જેટલું આયુષ્ય ભેગવી સમાજના ઉત્કર્ષમાં ઉપયોગી થાય એવું શિક્ષણ કાર્ય કરી તમને બધાને સારે ઠેકાણે પાડી વિદાય થયા, એટલે આપણે આપણું સ્વાર્થને બાજુએ રાખી વિચાર કરીએ તે એમનું જીવન સાર્થક રીતે પૂરું થયું, એથી એક રીતે આપણને સંતોષ થાય, છતાં સ્વજન ગયાને જે ઘા લાગે તેનું દુઃખ તે આપણે સૌએ સમજપૂર્વક સહન કરવું જોઈએ. જગન્નિયંતા એમના આત્માને શાંતિ આપે અને તમે સૌ પરિવારને એમની ખેટનું દુઃખ સહન કરવાની શક્તિ આપે એમ ઈચ્છું છું.
લિ. શુભેચ્છક
ભાલાલના સ્નેહાશિષ (ભાનમંત્રી ચારૂતર વિદ્યામંડળ )
G. H. JAMBOTKAR. M. A., B. T. (BOM.),
T. D. ( LOND.).
373, C. Tara Niwas, Bhandarkar Road.,
MATUNGA, BOMBAY-19. 13th July, 1965.
My dear Jayantilal,
. Only an hour before I chanced to meet an old teacher of our school, Shri Gandhi, who casually
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૨૬
જીવનસૃતિ
mentioned that he had read in a newspaper that Shri Mavajibhai passed away last week, and I hasten to offer my very sincere condolences to you and your sad bereavement.
Looking back thirty five years, I remember your father as the one teacher who spoke to me for the first time. I was a stranger stepping into a new atmosphere, it was Mavajibhai who drew me to him first.
We worked together for nearly twenty eight years, and I come to know him more and more intimately as years rolled. I was struck by his intelligence and his industry. It was remarkable that he talked English with the facility he had acquired without going to an English school. He wrote, I think, about sixty pamphlets full of thoughts a thing remarkable in a person who had little grounding in a modern school or college. I think he died well and he lived to see good days of
comparative affluence and peace mixed with
comfort.
He had the consolation to see you well established and he used to tell proudly about you as a son. That was a success worth wishing for in life.
Mr. Kati died on 20th July last year and Mr. Dalichand Mehta on the 25th of the same month. July seems to be a bad month for teachars of the school.
Page #150
--------------------------------------------------------------------------
________________
પત્રો
૧૨૭
Any way, we have to face things as they come. Kindly convey my condolences to your family. May the soul of the deceased find peace.
Yours in grief, Sd.-G. H. Jambotkar
Dr. V. R. BAGWE,
B. Sc., M.B.B.S., D. G. O. CAPTAIN I.M.S,
HOSPITAL & DISPENSARY, Khetsi Chaturbhuj Bldg, Kirol Road, P. O, Ghatkopar, Bombay-77. Date : 21-7.1965
Dear Jayantibhai,
It was a grievous shock to me, my son and daughter to read the sad news of your dear father's death.
Since our coming to Ghatkopar my wife and I had made the acquaintance of Shri Mavjibhai which had ripend into a sincere friendship.
His unassuming sociale ways, his religious temeperament and kind nature had endeared him to us as if he were one of tbe members of our family and
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૨૮
જીવનસ્મૃતિ
relatives. It is my sorrow that I should lose such a. sincere friend. Your life is great. But in your bereavment be comforted that innumerable friends share in your sorrow.
Kindly convey my condolences to your mother and members of your family.
Your sincerely, Sd.- V. R. Bagwe.
Page #152
--------------------------------------------------------------------------
________________
શ્રીમાનતુંગસૂરિકૃત ભક્તામર સ્તોત્ર ગુજરાતી સમશ્લોકી અનુવાદસહિત
મંદાક્રાન્તાવૃત્ત
દીપાવે છે મુકુટમણિના તેજને દેવતાન, સંહારે જે અઘતિમિરને માન સદાના જે છે ટેકારૂપ ભવમહિં ડૂબતા પ્રાણીઓને, નિશે એવા પ્રભુચરણમાં વંદનારા અમે એ.
જેની બુદ્ધિ અતિશય બની શાસ્ત્રનું તત્ત્વ જાણું, તે ઈ દ્રોએ સ્તુતિ પ્રભુતણી રે કરી ભાવ આણ, ત્રિલેકીનાં જનમન હરે તેત્ર માંહિ અધીશ, તે શ્રી આદિ જિનવરતણું હું સ્તુતિ કરીશ.
(૩) દેવે સવે મળી મળી કરે પૂજના આપ કેરી, મૂકી લજા મતિહીન છતાં ભક્તિ મારી અનેરી જોઈ છે ગ્રહણ કરવા પાણીમાં ચંદ્રને જે, નિએ એવી હઠ નહિ કરે બાલ વિના સહેજે. •
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૦
જીવનસૃતિ
(૪)
સદ્ગુણેથી ભરપુર તમે ચંદ્રવત્ શૈાભનારા, દેવાના એ ગુરુ નવ શકે ગુણ ગાઈ તમારા; જે સિંધુમાં પ્રલય સમયે ઉછળે પ્રાણીએ રે, તેને કયારે પણ તરી શકે કેણુ રે બાહુ જોરે.
(૫)
એવા હું છું ગરીબજન તા થૈ પ્રભુભક્તિ કાજે, શક્તિ જો કે મુજ મહિ' નથી ગુણ ગાઇશ આજે; જો કે શક્તિ નિજમહિં નથી તેા ય શુંમૃગલાં એ, રક્ષા માટે નથી શિશુતણી સિંહ સામે જતાં એ ?
(૬)
જો કે હું છું મતિહીન ખરે લાગુ છુ પડતા ને, તા ચે ભક્તિવશ થકી પ્રભુ હું સ્તવુ' છું તમેાને; કોકિલા ઝુહુ હુ કરે ચૈત્રમાંહિ જ કેમ ? માનું આવે પ્રતિદિન અહા આમ્રના માર જેમ.
(૭)
જન્મનાં જે બહુ બહુ ાં પાપ તા દૂર થાય, ભક્તો કેરી પ્રભુ શુષુમહિ ચિત્તવૃત્તિ ગુંથાય; વિટાયું જે તિમિર સઘળું રાત્રિ ને વિશ્વમાંય, નાગે છે રે સૂરજ ઉગતાં સત્વરે તે સદાય.
Page #154
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તત્ર
(<)
એવું માની સ્તવન કરવાના થયા આજ ભાવ, તેમાં માનું મનહિં ખરે આપના છે પ્રભાવ; મેાતી જેવું કમળપરનું વારિ મિટ્ટુ જ જે છે, તેવી સ્તુતિ મનહર અહા સજ્જનાને ગમે છે.
(૯)
ક્રૂરે રાખા સ્તવન કરવાં આપનાં એકધારાં, પાપા નાસે. જગજન તણાં નામ માત્રે તમારાં; જોકે દૂરે વિરહી અને કિરણાને પ્રસારે, તે ચે ખીલે કમલદલ તે કરણેાથી વધારે.
(૧૦)
એમાં કાંઈ નથી નવીનતા નાથ દેવાધિદેવ, ભક્તો સર્વ પદ પ્રભુ તણું પામતા નિત્યમેવ; લેકો સેવે કઢિ ધનિકનેતા ધની જેમ થાય, સેવા થાતાં પ્રભુ પદ્મ તણી આપ જેવા જ થાય.
(૧૧)
જોવા જેવા જગમહિ' કદિ હાય તા આપ એક, ખીજા સર્વે સફ્ળ પ્રભુથી ઊતરે છે જ છેક; પીધુ' હાયે ઉજળું દૂધ જો ચંદ્ર જેવું મજાનુ, ખારાં ખારાં જલધિજાને કે પીએ કેમ માનુ ?
૧૩૧
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૨
જીવનસ્મૃતિ
(૧૨) જે જે ઉંચા અણુ જગતમાં ઠામ ઠામે પડ્યાં છે, તે તે સર્વે ગ્રહી ગ્રહી અહા આપમાંહિ જડ્યા છે, આ પૃથ્વીમાં પરમ અણુઓ તેટલા માત્ર દીસે, તે હેતુથી પ્રભુ તુજ સમું રૂપ ના અન્ય કે છે.
(૧૩)
જેણે જીતી ત્રિભુવન તણી ઉપમા સર્વ રીતે, દેના ને જનગણતણું ચિત્તને ખેંચતી તે; થાતે ઝાંખે શશી પણ પ્રભુ આપના મુખ પાસે, મેલા જે દિન મહિં અને છેક પળે જ ભાસે.
(૧૪) વ્યાપ્યા ગુણ ત્રિભુવનમહિં હે પ્રભુ શુભ્ર એવા, શેભે સર્વે સકળ કળના પૂર્ણિમા ચંદ્ર જેવા તારા જેવા જિનવરતણાં આશરે તે રહે છે, સ્વેચ્છાથી તે અહિં તહિં જતા કેણ રેકી શકે છે!
ઇંદ્રિાણીઓ ચલિત કરવા આદરે જે પ્રકારે ? તે યે થાતા કદિ નહિ અહા આપને રે વિકારે ડેલે જે કે સકલ મહીધરે કલ્પનાના વાયરાથી, ડેલે તે યે કદિ નવ અહા મેરુ એ વાયરાથી.
Page #156
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્ર
કયારે હતાં નથી કદિ અહા ધૂળ કે વાટ જેમાં, એકી સાથે ત્રિભુવન દીપે એ ખૂબી છે જ તેમાં; ના એલાયે કદી પવનથી હું કદીએ નમે રે, એ કઈ અજબ પ્રભુજી દીવડે આપ કેરે.
જેને રાહુ કદિ નવ ગ્રસે અસ્ત થાતું નથી જે, આપ સૌને પ્રભુરૂપ રવિ તે જ લેકે મહિં જે; જેની કાંતિ કદિ નવ હણે વાદળાંએ સમીપે, એ કઈ અભિનવ રવિ આપને નાથ દીપે.
(૧૮).
શેભે રૂડું મુખ પ્રભુ તણું મેહ જેનાથી થાકે, જેને રાહુ પણ નવ ગ્રસે વાદળાંઓ ન ઢાંકે; શોભે એ મુખશશિ અહા હે પ્રભુ આપ કેરે, જે દીપાવે જગત સઘળું ચંદ્ર જાણે અનેરે.
અંધારાને પ્રભુ મુખરૂપી ચંદ્રમા જે નસાડે, રાત્રે ચાંદો દિન મહિં રવિ માનવા તે જ આડે; જે ક્યારામાં શુભ રીત વડે શાલિ પાકી અતિશે, તેમાં કયારે પણ નવ અહા મેઘનું કામ દીસે.
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૪
જીવનસ્મૃતિ
(૨૦) જેવું ઉંચું પ્રભુમહિ રહ્યું જ્ઞાન ગાંભીર્યવાળું, બીજા દેવે મહિં નવ દીસે જ્ઞાન એવું રૂપાળું, જેવી કાંતિ મણિમહિં અહા તેજના પંજમાપી, તેવી કાંતિ કદિ નવ દીસે કાચની રે કદાપિ.
(૨૧)
યા દેવે પ્રભુજી સઘળા તે થયું ઠીક માનું, જોયા તેથી તુજ મહિં અહા ચિત્ત તે સ્થિર થાતું, જોયા તેથી મુજ મન મહિં ભાવના એ કરે છે, બીજો કોઈ તુજ વિણ નહિ ચિત્ત મારૂં હરે છે.
સ્ત્રીઓ આજે જગતભરમાં સેંકડો જન્મ આપે, તારા જેવા અનુપમ નહિ પુત્રને જન્મ આપે, નક્ષત્રને વિધવિધ દિશા ધારતી રે અનેક, કિંતુ ધારે રવિકિરણને પૂર્વ દિશા જ એક.
(ર૩)
મોટા મોટા મુનિજન તને માનતા નાથ તે તે, અંધારામાં રવિરૂપ સમા નિર્મળા આપ પિતે, સારી રીતે અમર બનતા આપને પામવાથી, મુક્તિ માટે નવ કદિ બીજે માનજે માર્ગ આથી.
Page #158
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તત્ર
(૨૪)
સંતા માને પ્રભુજી તમને આદિને અવ્યયી તા, બ્રહ્મા જેવા અનવધિ પ્રભુ ક્રામકેતુ સમા છે; ચેાગીઓના પણ પ્રભુ બહુ એક રૂપે રહ્યા છે, જ્ઞાની રૂપે વળી વિમળતા પૂણ તત્ત્વ ભર્યાં છે.
(૨૫)
દેવે પૂજ્યા વિમળ મતિથી છે. ખરા પૂજ્ય આપ, ત્રિલેાકીને સુખ દીધું તમે તેા મહાદેવ આપ; મુક્તિ કેરી વિધિ કરી તમે છે। વિધાતાજ આપ, ખુલ્લું છે એ પ્રભુજી સઘળા ગુણથી કૃષ્ણે આપ.
(૨૬)
થાએ મારાં નમન તમને દુ:ખને કાપનારા, થાએ મારાં નમન તમને ભૂમિ શોભાવનારા; થાએ મારાં નમન તમને આપ દેવાધિદેવા, થાએ મારાં નમન તમને સંસ્કૃતિ કાળ જેવા.
(૨૭)
સર્વે ઉંચા ગુણુ પ્રભુ અહા આપમાંહિ સમાયા, તેમાં કાંઈ નથી નવીનતા ધારીને છત્રછાયા; દાષા સર્વે અહિં તહિ કરે કર ને દૂર જાયે, જોયા દેષે કદિ નવ પ્રભુ આપને સ્વપ્નમાંયે.
૧૩૫
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૬
જીવનસ્મૃતિ
- (૨૮) ઉંચા એવા તરુવર અશોકે પ્રભુ અંગ શુભે, જાણે આજે રવિરૂપ ખરૂં દીપતું છેક મેલે; અંધારાને દૂર કરી રહ્યું સૂર્યનું બિંબ હેય, નિશ્ચ પાસે ફરી ફરી વળ્યાં વાદળાં રૂપ તેય.
રત્ન કેરા કિરણસમૂહે ચિત્ર વિચિત્ર છાજે, એવા સિંહાસન પર પ્રભુ આપને દેહ રાજે; વિસ્તાર છે રૂપ ગગનની મધ્યમાં જેમ ભાનુ, ઉંચા ઉંચા ઉદયગિરિના શિખરે તેમ માનું.
(૩૦) શેભે રૂડું શરીર પ્રભુજી સ્વર્ણ જેવું મજાનું, વિંઝે જેને વિબુધ જનતા ચામરે એમ માનું દીસે છે જે વિમળ ઝરણું ચંદ્ર જેવું જ હોય, મેરુ કેરા શિખર સરખું સ્વર્ણ રૂપે ન હોય ?
(૩૧)
શોભે છત્રે પ્રભુ ઉપર તે ઊજળા ચંદ્ર જેવા, થંભાવે તે રવિકિરણનાં તેજને દેવદેવા; મોતીઓથી મનહર દીસે છત્ર શભા અનેરી, દેખાડે છે. ત્રણ ભુવનની સ્વામિતા આપ કેરી.
Page #160
--------------------------------------------------------------------------
________________
“ભક્તામર સ્તાત્ર
(૩ર)
સોના જેવાં નવીન કમળી રૂપ શાભા ધરી છે, એવી જેના નખસમૂહની કાંતિ શૈાભી રહી છે; જ્યાં જ્યાં વિશ્વ પ્રભુજી પગલાં આપ કેરાં ઠરે છે, ત્યાં ત્યાં દેવા કમલઠ્ઠલની સ્થાપનાને કરે છે.
(૩૩)
દીસે એવી પ્રભુજી વિભૂતિ આપકેરા ખજાને, દેતા જ્યારે જગતભરમાં ધર્મની દેશનાને; જેવી ક્રાંતિ તિમિર હરતી સૂર્ય કેરી ક્રીસે છે, તેવી કયાંથી ગ્રહગણુ તણી કાંતિ વાસી વસે છે?
(૩૪)
જે કેપ્ચા છે ભ્રમર ગણુના ગુંજવાથી અતિશે, જેનું માથુ મદ અણુથી છેક ભીનું જ દીસે; એવા ગાંડોતુર કરી કિર્દિ આવતા હાય સામે, તેને કાંઈ ભય નવ રહે હૈ પ્રભુ આપ નામે.
(૩૫)
જે હાથીનાં શિરમહિં રહ્યા રક્તથી યુક્ત છે ને, માતીએથી વિભૂષિત કર્યાં ભૂમિના ભાગ જેણે; એવા સામે મૃગતિ કદિ આવતા જો રહે છે, નાવે પાસે શરણ પ્રભુજી આપનુ જે ગ્રહે છે.
૧૩૭
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૩૮
જીવનસમૃતિ
–
(૩૬) ક કેરા સમય પરના વાયરાથી અતિશે, ઉડે જેમાં વિવિધ તણખા અગ્નિકેરાય મિષે; એ અગ્નિ સમીપ કદિયે આવતે હેય પિતે, તારાં નામ-સ્મરણ જળથી થાય છે શાંત તે તે.
(૩૭) કાળે કાળો અતિશય બની લાલ આંખ કરેલી, ક્રોધે પૂરે બહુવિધ વળી ઉછળે ફેન જેની; એવો મોટો મણિધર કદિ આવતું હોય સામે, નિએ થંભે તુરત અહિ તે હે પ્રભુ આપ નામે.
(૩૮) અશ્વો કુદે કરિગણું કરે ભીમના અતિશે, એવી સેના સમરભૂમિમાં રાજતી જિતભિષેક ભેદાયે તે તુરત પ્રભુજી આપનાં કીર્તનેથી, જાણે નાસે તિમિર સઘળાં સૂર્યનાં કિરણેથી.
(૩૮) ભેંકાતાં જ્યાં કરિશરીરમાં લેહીધારા વહે છે, તેમાં હાલી અહિ તહિં અહા સૈનિકે તે રહે છે, એ સંગ્રામે નવ રહી કદિ જિનકેરી નિશાની, લીધું જેણે શરણ તુજ જે હાર હોયે જ શાની.
Page #162
--------------------------------------------------------------------------
________________
ભક્તામર સ્તોત્ર
૧૩૯
(૪૦)
જ્યાં ત્યાં કૂદાકૂદ કરી રહ્યા નકચક્રો ફરે છે, જેમાં મેજા અહિં તહિં બહુ જોરથી ઉછળે છે; એવા અધિમહિં કદિ અહા યાત્રિકે જે ફસાયે, સંભારે જે પ્રભુજી તમને ભીતિ તે દૂર થાય.
(૧)
અંગે જેનાં અતિશય વળ્યાં પેટના વ્યાધિઓથી, જેણે છેડી જીવન જીવવા સર્વથા આશ તેથી; તેવા પ્રાણી શરણ પ્રભુજી આપનું જે ધરે છે, તેઓ નિ જગતભરમાં દેવરૂપે ફરે છે.
(૪૨) જે કેદીના પગમહિં અરે બેડીએ તે પડી છે, માથાથી તે જકડી લઈને જાંધ સુધી જડી છે; એવાં કેદી મનુજ પ્રભુજી આપને જે સ્મરે છે, સર્વે બંધ ઝટપટ છૂટી છૂટથી તે ફરે છે.
(૩)
ગાંડા હાથી સિંહ દવ અને સર્વ યુદ્ધ થએલી, અબ્દિકેરી ઉદર દરેદે બંધને કે બનેલી; એવી ભીતિ ઝટપટ બહુ તેમની તે હરે છે, જેઓ તારૂં સ્તવન પ્રભુજી પ્રેમથી રે કરે છે.
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૦
જીવનમૃતિ
(૪૪) જેને ગુંથી ગુણગણરૂપે વર્ણકુલે રમુજી, એવી માળા વિવિધ વિધિએ આપની હે પ્રભુજી! તેને જેઓ નિશદિન અહા કંઠમાંહે ધરે છે, તેઓ લક્ષ્મી સુખથી જગમાં માનતુંગી વરે છે.
Page #164
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધસેન દિવાકરકૃત કલ્યાણુમંદિર સ્તોત્ર ગુજરાતી સમશ્લોકી અનુવાદસહિત
મંદાક્રાન્તાવૃત્ત
કલ્યાણના ગૃહસમ વળી પાપભેદી ઉદાર, બીધેલાને જગતભરમાં નિભીંતિ આપનાર; ફૂબંતાને ભવજલધિમાં જેહ છે તારનારી, તીર્થનાં ચરણયુગમાં વંદના છે અમારી.
. (૨) જેને બુદ્ધિ અતિશય વરી દેવગુરુ સમાન તેથી યે નવ થઈ શકે આપનાં ગુણગાન;
જે છે અગ્નિ સમ કમઠના ગર્વનાશે અધીશ, નિશે એવા જિનવર તણું હું સ્તુતિ કરીશ.
ગાવા માટે પ્રભુ તુજ ગુણો સ્થૂલરૂપે સમર્થ!' મારા જે જનગણ પ્રભુ કેમ થાયે સમર્થ ? જો કે દેખી નવ શકતું જે દિનમાં ઘૂડ પિતે, કેવી રીતે વરણવી શકે સૂર્યનું રૂપ તે તે.
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૨
જીવનસ્મૃતિ
-
પ્રાણ કે અનુભવી થઈ મેહનાશે કદાપિ, ગાઈ તારા ગુણ નવ શકે નાથ તારા તથાપિ, ક કેરા પ્રબળ બળથી ઊછળેલ જણાય, તે કેથી જલનિધિતણે રત્નરાશિ ગણાય?
ગુણ તારા અગણિત છતાં તેમનાં ગાન કાજે, જે કે હું છું જડ સમ છતાં નાથ તૈયાર આજે જે મેટો જલનિધિ અમે આવડો તે હતું તે, દેખાડે છે કરયુગલથી બાળકો માપ પોતે.
તારા ગુણે નવ કહી શકે નાથ યોગીજને રે, તે ગાવાને મુજ મહિં કહે કેમ સામર્થ્ય હોય? લાગ્યું એથી પગલું મુજ આ ભૂલવાળું કદાપિ, બેલે છે યે નિજ વચનથી પક્ષીઓ રે તથાપિ.
દૂર રાખે સ્તવન પ્રભુજી આપનાં એકધારાં, રક્ષાયે છે મનુજ સઘળા નામથી આપકેરાં; ઉનાળાના સખત તડકે પથિક તાપતાને, -આપે શાંતિ કમળસરને વાયરે એ બધાને.
Page #166
--------------------------------------------------------------------------
________________
કલ્યાણમંદિર તેંત્ર
(<)
જ્યારે જ્યારે હૃદયમ િહૈ। નાથજી લેાકકેશ, ત્યારે ત્યારે શિથિલ બનતા જન્મના સફેરા; જ્યારે આવે મયૂર વનશ્રી ખંડના મધ્યભાગે, ત્યારે સૉં ઝટપટ છૂટી આમને તેમ ભાગે.
(૯)
સતાપે જો જગતજનને ખેદ કે દુઃખતાપ, મૂકાયે છે .મનુજગણુ તે આપના છે પ્રતાપ; તાજા તેજે ઝળહળ થતા સૂર્યને જોઈ જેમ, નાશી જાયે પશુગણુ બધુ ચારથી આમતેમ.
(૧૦)
કેવી રીતે પ્રભુ ભવિકને આપ તારી રહ્યા છે, સન્યા કેરા હૃદયકમળે આપ પાતે વહ્યા છે; દેખાય છે મશક તરતી વાયુ જો સંચરે છે, નિશ્ચે પાતે પવનખળથી પાણીમાંહે તરે છે.
(૧૧)
મોટા મોટા રિ–હર સમા નાથ જેથી ઘવાયા, એવા મેટા રતિપતિ વડે આપ તે ના છવાયા; જે પાણીથી ઠરી હિમ થતા દીસતા લેાકઅગ્નિ, તે પાણીને ઝટપટ પીએ શું નહિ વાડવાગ્નિ ?
૧૪૩
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૪
જીવનસ્મૃતિ
મોટાઈને ઘરસમ પ્રભુ આશરે આપ કેરા, આવેલાએ હૃદય ધરીને તેડતા સર્વ ફેરા થયે સેલે ભવજલતણે અંત તે માનથી, મીટાકેરે વિભવ જગમાં ચિત જાય કેથી?
' (૧૩) પિલા જ્યારે ઝટ દઈ પ્રભુ કૈધ આપે હટાવ્યા, શી રીતે એ પ્રબળબળશા કર્મવેરી નમાવ્યા? જાણે સર્વે હિમતતિ અતિ શીતતાથી સહાયે, તે બળે તરુવરતણાં જંગલેને સદાયે.
(૧૪)
યેગીઓએ પરમ પ્રભુજી આપને હે જિનેશ જોયેલા છે નિજ હદયના મધ્યભાગે હમેશ; જેની કાંતિ વિમળ અતિ છે એ સમું અક્ષ છે તે, તેને વાસ કમલ-કલિકાથી બીજે સંભવે છે?
ધ્યાનાગ્નિએ ભવિજન અહા સર્વ કર્મો જલાવી અંતે પામે પરમપદને દેહને અંત લાવી; અગ્નિકેરા પ્રબળ બળથી ભેદી પાષાણુ ભાવ પામે સોના સરખી સઘળી ધાતુઓ શુદ્ધ ભાવ.
Page #168
--------------------------------------------------------------------------
________________
કલ્યાણમંદિર સ્તાત્ર
(૧૬)
જે કાયામાં મનુજ તમને ચિંતવે નાથ નિત્ય, તે કાયાને ભવિજન કરે કેવી રીતે અનિત્ય ? મધ્યસ્થાથી જગમ િધે ક્લેશ અગ્નિ શમાય, એવી ઉક્તિ વિમળમતિથી એક ભાવે ગવાય.
(૧૭)
તારી સાથે કદિ નવ કરે તે તેમાં પ્રભુજી સઘળા
પાણીને ચે પીયુષ કરતા શું તે દૂરે નવ કઢિ કરે
સુજ્ઞ તા ભેદભાવ, આપના છે પ્રભાવ; મંત્ર કેરા પ્રકાર, વિષ કેશ વિકાર.
(૧૮)
અજ્ઞાની નેકુમતજનતા આશા વ્હાય તારા, ચિત્ત ચિંતે હરિહરસમી બુદ્ધિએ તેાલ તારા; ધેાળા એવે જગહિં બધે શંખ દેખાય પીળી, જેની આંખે દરદ કમળો વર્ણ દેખાય પીળો.
(૧૯)
જ્યારે શ્વેતા જિનવર તમે ધર્મની દેશનાને, ત્યારે લેાકેા મુદ્રિત તરુ ચે વૃક્ષ નિઃશેકતાને; જ્યારે ઉગી સૂરજ જગમાં ઠાલવે તેજ થાક, ત્યારે થાયે પ્રકટ નહિ શું. સર્વથા જીવલેાક ?
૧૦
૧૪૫
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૬
જીવનસ્મૃતિ
(૨૦)
ચારે બાજુ કુસુમ પડતાં દેવકેરાં ઘણય, નીચે જેનાં બીંટ રહી જતાં હોય તેવાં જણાય; દેખે જ્યારે જિનવર તને દેવ કે વિજ્ઞ ઊંચા, ત્યારે થાયે પ્રભુ મનુજના કર્મના બંધ નીચા.
(૨૧) તારા ઉંડા હૃદયમહિંથી ઉપજેલી જિનેશ, વાણી તારી પીયુષ સરખી લાગતી'તી હમેશ; તે વાણીના સરસ રસને હર્ષથી સ્વાદ પામે, તેવા ભળે ઝટપટ જતા મુક્તિના શ્રેષ્ઠ ધામે.
(૨૨) નીચે નીચે અતિ જઈ પછી ઉચતાને ધરંતા, દેવે કેરા જગતજનને ચામરે છે કહંતા, જેઓ નિત્યે શરણ ધરતા દેવના દેવ તારાં, નિ. તેઓ વિમળમતિના ઉચગામી થનારા.
(૨૩) કાળા એવા મધુર રવના સ્વર્ણ–રને રચેલાં, એવા સિંહાસન પર તને ભવ્ય મેરે પહેલાં દેખે હર્ષે અતિશયપણે આપને નાથ તે ય, જાણે મેરુ-શિખર પરને એ ન મેઘ હોય.
Page #170
--------------------------------------------------------------------------
________________
કલ્યાણમંદિર તેત્ર
१४७
ઉંચે ઉંચે વહન કરતા શ્યામ ભામંડળેથી, લેપાયાં છે તરુવરતણું પર્ણનાં તેજ તેથી; તારૂં જેઓ શરણ ધરતા જેહ હે વીતરાગ, કે એવા છે જગમહિં અને જે ન થાયે વિરાગ?
(૨૫) હે મુક્તિપુરી ભણી જવા ભાવના જે તમારી, તે છે કે પરમપ્રભુને સેવ જે ચિત્ત ધારી, એવું જાણે ત્રણ ભુવનના લેકને હોય કે તે, માનું છું હું જિનવર અહા દુંદુભિનાદ એ તે.
(૨૬) આપે જ્યારે ત્રણ જગતને તેજધારી બનાવ્યા, ત્યારે તારા ગુણ સહિત એ ચંદ્રમા કામ નાવ્યા; મતીઓના સમૂહથી અહા શેભતા સર્વ રીતે, એવાં ધાર્યા પ્રભુ ઉપર તે છત્રનાં રૂપ પ્રીતે.
(૨૭). આપે જેણે ત્રણ ભુવનને એકરૂપેજ પેગ, જાણે કાંતિ તપ યશતણે જામતે રે સુગ; સોને રૂપાં મહિં વળી મણિ તેજ આપી રહ્યાં છે, એવા કિલ્લા ત્રણ મહિં અહા નાથ શેભી રહ્યા છે.
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૪૮
જીવનમૃતિ
દેવે કેરા નમન કરતા મસ્તકેમાં રહ્યા છે, પુષ્પ પતે શરણ ધરતાં નાથજી આપનું તે; પામે તારૂં શરણ પ્રભુજી અલ્પરૂપે ય જે તે, દે છે કે વિબુધજનતા પામતા હર્ષ પિતે.
(૨૯) જો કે દૂરે પ્રભુજી ભવના સાગરેથી રહે છે, તે યે તારા જગત સઘળા પ્રાણ પૃષ્ઠ રહે છે, માટી કેરે ઘટ જલ મહિં જેમ છે તારનાર, આઠે કર્મ રહિત પ્રભુજી તેમ છે તારનાર.
(૩૦) તું છે સ્વામી ભુવન મહિં છે જાણનારા અકામી, તું છે સ્વામી અલિપિરૂપ ને સર્વથા મેક્ષગામી; અજ્ઞાનીને સકળ રીતથી નાથ છે રક્ષનાર, ઉંચું એવું પ્રભુમહિં રહ્યું જ્ઞાન શોભાવનાર
.
(૩)
ક્રોધાગ્નિથી કમઠ અસુરે ધૂળની વૃષ્ટિએથી, ઘેરી દીધું ગગન સઘળું સર્વથા નાથ તેથી; કાંતિ તેથી નવ ઘટી પ્રભુ લેશ જે કે તમારી, બાજી તેના કરથકી ગઈ સર્વથા તારનારી.
Page #172
--------------------------------------------------------------------------
________________
કલ્યાણમદિર સ્તોત્ર
(૩૨)
ભયભીત થતા ગર્જનાના ભડાકા,
મેઘાકેરા ને ચારે ચે ક્રિશ મહિં થતા વિજળીના કડાકા; એવી વૃષ્ટિ કમઠ અસુરે દુઃખ દેવા કરી'તી, તે પેાતાને ભવજલધિમાં ડૂબવાને અની'તી.
(૩૩)
નીચા કેશે વિરૂપ જનના મુંડને ધારનારા, અગ્નિ જેના મુખથકી અહા ચાલતા વેરનારા ! સૂકા દૈત્યેા કમઠે અસુરે આપને દુ:ખ દેવા, તે પેાતાને દુઃખરૂપ થયા શું કહું દેવદેવા.
(૩૪)
ભક્તિકેરા ભરથી ટ્વીલના વ્યાપતા હેાય જેના, એવા પ્રાણી પ્રભુજી ચરણા આપના જે મજેના; સવે કામેા તજી દઇ પ્રભુ ભાવથી જે ભજે છે, રૂડી રીતે સકળ સમયે ધન્ય તે તે મને છે.
(૩૫)
માનું છું. હું પ્રભુજી જગમાં જે ખરૂ પુણ્યધામ, એવું કર્ણે ક િનવ પડયુ આપનુ પુણ્ય નામ; જો હું કાને કિદે ધરી શકયેા આપને નામમંત્ર, તે શું પીડે કઢિ પ્રભુ મને દુઃખના સર્વ તંત્ર ?
૧૪૯
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૦
જીવનસ્મૃતિ
=
==
(૩૬) હું માનું છું પ્રભુજી કદિયે સિદ્ધિને સાધનારા, ચણે તારા કદિ નવ પૂજ્યા દુઃખથી તારનારા; પામ્યા ઉંચા હૃદય દળના આશયે સર્વનાશ, તેથી આજે જીવનભરમાં હું કે હું હતાશ
(૩૭)
ઢાંકેલા છે નયન પ્રભુજી મેહના અંધકારે, તેથી જોયા નવ કદિ પ્રભુ આપને કે પ્રકારે; મારાં કર્મો અતિશયપણે ઉગ્રતા રે બતાવે, તેથી તેઓ પ્રભુજી મુજને સર્વ રીતે સતાવે.
(૩૮).
પૂજ્યા જેયા પ્રભુજી તમને સાંભળ્યા મેં કદાપિ, નિ મારા મન મહિં અહા મેં ન ધાર્યા તથાપિ, તેથી આજે દુઃખરૂપ ફળો ભેગવું નાથ તેના, સાચું છે કે મનવગરની ભાવનાઓ ફળે ના.
(૩૯)
દુઃખી નિરખી અમને આપ છાયા કરે, ઇંદ્રિયને વશ કરી તમે તે મને ઉદ્ધને; ભક્તિથી હું નમન કરૂં છું, છે દયાળુ તમે તે, દુખે કે સફળ બળથી અંત લાવે હવે તે.
Page #174
--------------------------------------------------------------------------
________________
કલ્યાણમંદિર સ્તોત્ર
૧૫૧
(૪૦) પામે છું હું શરણુ કરવા ગ્ય એવા તમને, ને રાગાદિ અગિણ ગયે આપથી નાશી પોતે, એવા મારા પ્રભુજી કદિ હું ધ્યાન કું તમારું, તે હું માનું પરમ પ્રભુજી છેક દુર્ભાગ્ય મારૂં.
જેણે જાણે સહુ જગતની વસ્તુને સાર પિતે, તાર્યા ભવ્ય જિનવર તમે દેવથી વંઘ છે તે, રક્ષે આજે પ્રભુજી મુજને દુઃખના સાગરેથી, શુદ્ધિ મારી કરી લઈ તમે છો દયામૂતિ તેથી.
(૪૨)
હાજે પ્યારા પ્રભુજી શરણું આપનું એક મારે, હે આજે ને પરભવમહિં આપ તે નાથ મારે મેં જે ભક્તિ કંઈ પણ કરી આપની હે જિનેશ, તે હું મારું ફળ પ્રભુ કને એકનું એક ઈશ.
(૪૩)
હષે નિત્યે પુલકિત થતા અંગના ભાગ જેના, જેવા તારા વિમલ મુખને ઈચ્છતા જે મજેનાં જેને કઈ નવ રહી ગયે હર્ષને લેશ દેશ, જેઓ તારૂં સ્તવન રચતા ભાવથી હે જિનેશ.
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫ર
જીવનમૃતિ
તેઓ નિએ મનુજ કુમુદો ખીલવે ચંદ્ર જેમ, પામે તેજે ઝળહળ થતી સ્વર્ગની લક્ષમી તેમ; તેઓ ધૂએ સકળ મનના સંચયે સર્વકાળે, ને પામે છે નિખિલ સુખનાં ધામને અલ્પકાળે.
Page #176
--------------------------------------------------------------------------
________________ rannsassene Cosesion સર્વાંગસુંદર જીવન a da જાણતાં કે અજાણતાં, દરકારથી કે બેદરકારથી તમે નિસર્ગ-કુદરતના નિયમોને જેટલા પ્રમાણમાં ભંગ કરશે, તેની જેટલા પ્રમાણમાં અવહેલના કરશે, બરાબર તેટલા જ પ્રમાણમાં તમે તમારી , પાસે વિધવિધ રોગોને બોલાવી રહ્યા છે, એમ | ન દો માનજે. sassic senaseensaaniassa. રતના પ્રત્યેક નિયમનું બરાબર ની સાન્નિધ્યમાં જેટલું રહી રાકો , એ તંદુરસ્તીની મહાન ચાવી છે. આ નીરોગી તેમજ દીર્ઘજીવનનું પરમ રહસ્ય જીવનમાં ઉતારી તમારું જીવન સર્વા'ગસુંદર બનાવી દો. acababaaaaaa –શ્રી માવજી દામજી શાહ as insiemerniaanse જેકેટ : રિલાયેબલ પ્રિન્ટસ, સિટી મિલ કમ્પાઉન્ડ, અમદાવાદ-૧૭,