________________
४७
કૌટુંબિક જીવન શાહના બંગલામાં રહેતા હતા. અહીં તેમના વડીલ ભાઈ કુંવરજી જેઠાભાઈ શાહ અને તેમના ભાગીદાર શ્રી મુળજી હંસરાજ પણ રહેતા હતા. વળી શેઠશ્રી પરમાણંદ રતનજી, શેઠશ્રી ડાહ્યાલાલ મકનજી, શેઠ શ્રી દેવજી ટોકરશી તથા શેઠશ્રી અમૃતલાલ ખખાણને સહવાસ વારંવાર થતું અને તેમની સાથે ધર્મચર્ચાઓ પણ થતી.
અહીં એટલી નેંધ કરવી ઉચિત ગણાશે કે જેમ શ્રી માવજીભાઈએ પિતાના જીવન દરમિયાન નોકરી બદલી ન હતી, તેમ ઘાટકેપરનું આ સ્થાન પણ બદલ્યું ન હતું. તે એમને ખૂબ ગમી ગયું હતું, કારણ કે પાડોશ જોઈએ તે મળી ગયે હતું અને નજીકમાં જ સગાંવહાલાં રહેતા હતાં. વળી પરાનું જીવન એકંદર શાંત ગણાય, તે પણ અહીં લાંબો વખત સ્થિરતા કરવાનું એક કારણ હતું. શ્રી માવજીભાઈના બધા જ પ્રકાશને આ સ્થળેથી થયાં હતાં.
શ્રી માવજીભાઈને બે પુત્ર અને બે પુત્રી એમ ચાર સંતાને છે. શ્રી કાંતાબેન સૌથી મોટા છે. તેમણે પિતા પાસેથી ધાર્મિક જ્ઞાન ઘણું સુંદર સંપાદન કર્યું છે. વ્યાવહારિક જ્ઞાન પણ સમયાનુસાર મેળવ્યું છે. સંસ્કૃતને અભ્યાસ પણ સુંદર રીતે કરી શ્રી એજ્યુકેશન બોર્ડની સંસ્કૃત વિષયની પરીક્ષામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થઈ ઈનામ મેળવેલું છે.
શ્રી વિમળાબેન તેમની બીજી પુત્રી છે. તેમણે પણ મિક અને વ્યાવહારિક જ્ઞાન સારું સંપાદન કર્યું છે.