________________
વિશેષ વિદ્યાભ્યાસ
જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજનું નામ આજે તે વિશ્વવિખ્યાત બની ચૂકયું છે. તેઓ સૌરાષ્ટ્રગોહિલવાડ-મહુવાની એક મહાન વિભૂતિ હતા. તેમણે વિશ વર્ષની ઉમરે દીક્ષિત થઈને જૈન શાસ્ત્રને સુંદર અભ્યાસ કર્યું હતું તથા સમ્યક ચારિત્ર નિર્માણ કર્યું હતું. તેઓ એક ઉત્તમ કેટિના વિચારક હતા અને જૈન ધર્મની ઉન્નતિ માટે નિરંતર વિચાર કર્યા કરતા.
અચાન્ય સ્થળોએ કેટલાંક ચાર્તુમાસ ર્યા બાદ તેઓ પિતાની જન્મભૂમિમાં એટલે મહુવા પધાર્યા, ત્યાં તેમની ભાવના ખૂબ વિકસ્વર થઈ અને તેમણે જૈન ધર્મની ઉન્નતિ માટે પ્રબળ પુરુષાર્થ કરવાનો સંકલ્પ કર્યો. આ વખતે તેમને એ વસ્તુઓની તાત્કાલિક અગત્ય લાગી; એક તે સમર્થ વિદ્વાને ઉત્પન્ન કરે તેવી પાઠશાળા અને બીજી જગતભરના વિદ્વાનના મનમાં જૈન સાહિત્ય માટે માન ઉત્પન્ન કરે તેવી ગ્રંથમાળા