________________
વિશેષ વિદ્યાભ્યાસ
૨૫
જોતજોતામાં ઉપાડી લીધી અને મને છેલ્લે મેળો પણ ન થવા દીધા !
•
પરંતુ તને દોષ દેવા નકામા છે. હુ જ હતભાગી છું, હું જ પુણ્યને પરવારી બેઠો છું, નહિ તેા આવી હાલત ન હાય !”
સગાંવહાલાંનાં ઘણા ઘણા આશ્વાસન પછી શ્રી માવજીભાઈ શાંત થયા અને ઘેાડા દિવસ બાદ માનસિક શાંતિ અને સમતુલા કેળવવા જેવા થયા. પણ હવે આ જગતમાં તેઓ તદ્ન એકલા પડી ગયા હતા અને એ સ્થિતિ તેમનાં કુમળા હૃદયને અનેક વાર સ્પર્શ કરી જતી હતી. પરંતુ પાઠશાળાનું વાતાવરણુ ધાર્મિક હાવાથી તેમજ શ્રી વિજયધમ સૂરીશ્વરજી મહારાજ જેવા સમ તત્ત્વચિંતકની છાયા પ્રાપ્ત થયેલી હાવાથી તેઓ હતાશ થયા નહિ. ગમે તેવી મુશ્કેલીઓના સામના કરીને આગળ વધવું; એ એમના જીવનમંત્ર ખની ગયા અને તેણે જ આગળ જતાં તેમને ખૂબ ખૂબ યારી આપી.