SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ જીવનસ્મૃતિ चला विभूतिः क्षणभङ्गि यौवनम् , कृतान्तदन्तान्तरवर्ति जीवितम् ॥ સંપત્તિ ચંચળ છે, યૌવન ક્ષણભંગુર છે અને આયુષ્ય જમના દાંતની વચ્ચે રહેલું છે. ” શ્રી માવજીભાઈના અંતર પર જ્ઞાનને કેટલોક પ્રકાશ પડે હતું, પરંતુ તેઓ માનવસુલભ લાગણીઓથી પર થયા ન હતા, એટલે તેમના મનમાં જ્યારે પાલીતાણું પહોંચું અને કયારે વહાલી બહેનનું મુખડું ઉં, એ પ્રકારની ઉત્સુક્તા જાગે, એ સ્વાભાવિક હતું. ઉત્સુકતાની ક્ષણો કાળના કલેવરને લાંબુ બનાવી દે છે, એટલે થોડી ક્ષણો પણ દિવસ કે માસ જેવી લાગે છે, અને તે કેમેય કરી પસાર થતી નથી. શ્રી માવજીભાઈ આ હાલતમાં પાલીતાણા પહોંચ્યા. પરંતુ અહીં જુદી જ ઘટના બની ચૂકી હતી. તેમને તાર કર્યા બાદ ડી જ વારે શ્રી મણિબહેનનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું અને હવે તે તેમને અગ્નિસંસ્કાર પણ થઈ ચૂક્યા હતા. ક્ષત પર ક્ષાર ભભરાવવા જેવી આ ઘટનાએ શ્રી માવજીભાઈને અત્યંત અસ્વસ્થ બનાવી દીધા, અને તેઓ કરુણ આક્રંદ કરવા લાગ્યા. “હે દેવ ! તને આ શું મૂક્યું ! આપ્તજનમાં એક જ બેનડી હતી, તે પણ તે ઝુટવી લીધી! હવે હું કેના આધારે જીવીશ! કેને મારા સુખદુઃખની વાત કરીશ ? હે કાલ ! તું તારી કુટિલતા બતાવવામાં કંઈ બાકી રાખી નથી ! ગઈકાલની સાજી-નરવી બહેનને તે
SR No.023354
Book TitleMavji Damji Shah Jivan Smruti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1965
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy