________________
જીવનસ્મૃતિ નાગંજીને અનેક પ્રકારની રસસિદ્ધિઓ અહીં જ કરેલી. મહુવા અને ઘંઘા પ્રસિદ્ધ બંદરે હતાં અને તેના વહાણવટીઓ સાત સાગરની સફર કરીને અહીં પુષ્કળ ધનમાલ લઈ આવતા.
ભાવનગર ગોહિલ રજપૂતના સત્તાસમયમાં વસ્યું, પણ તે એવા શુભ મુહૂર્ત વસ્યું કે તેને સિતારે દિનપ્રતિદિન સતેજ થતું ગયું અને તેના અધિપતિઓના યશ તથા ગૌરવમાં વધારે કરતે ગયે. આજે તો ભાવનગર સૌરાષ્ટ્રનું એક અગ્રગણ્ય શહેર ગણાય છે તથા વિદ્યા અને સંસ્કારી પ્રવૃત્તિઓનું ધામ મનાય છે.
તે સમયે ભાવનગરમાં શ્વેતામ્બર મૂર્તિપૂજકોનાં ૨૫૦૦ થી ૩૦૦૦ જેટલાં ઘરે હતાં કે જે મહાજન રૂપે રાજ્યમાં ઘણું માન ધરાવતાં અને પ્રજાના અન્ય વર્ગ પર પણ સારું એવું વર્ચસ્વ ભેગવતાં. આલિશાન મંદિર, વિશાળ ઉપાશ્રયે તથા જ્ઞાનદાયક પાઠશાળાઓથી અલંકૃત આ શહેરમાં જન સાધુ-સાધ્વીઓની અવરજવર સારા પ્રમાણમાં રહેતી, એટલે લેકેની ધર્મભાવનાને ખૂબ રંગ ચડત અને પૂજાપ્રભાવનાદિ કા નિરંતર ચાલુ રહેતાં. વિશેષમાં જૈન ધર્મની પ્રભાવના નિમિત્તે સાહિત્ય-પ્રકાશન આદિ પ્રવૃત્તિઓ પણ હાથ ધરાતી કે જેમાંથી કાલક્રમે જનધર્મ પ્રસારક સભા, જૈન આત્માનંદ સભા તથા શ્રી યશોવિજ્યજી જૈન ગ્રંથમાળા જેવી પ્રાણવાન સંસ્થાઓ પ્રકટી નીકળી અને સંસ્કૃત, પ્રાકૃત તથા ગુજરાતી ભાષાનાં સંખ્યાબંધ પ્રકાશને કરવાને સમર્થ નીવડી.