________________
[૧]
આ
મુ ખ
જૈન મહાપુરુષોએ કહ્યું છે કે “ગુણવાન મનુષ્યોને જોઈને હૃદયમાં આનંદ અનુભવ, તેમના ગુણની વારંવાર પ્રશંસા તથા અનુમોદના કરવી. જે આત્મા ગુણવાની મનવચન-કાયાથી પ્રશંસા અનુમોદના કરે છે, તે સ્વયં–ગુણવાન બનીને ભવસાગર તરી જાય છે.” ગુણાનુરાગી થવા માટે આથી વધારે સુંદર ઉદ્દબોધન બીજું કયું હોઈ શકે ?
હિંદુ ધર્મમાં ગુરુ દત્તાત્રેયની કથા આવે છે, તેને સાર પણ એ જ છે કે “જ્યાં ગુણ દેખાય ત્યાંથી ગ્રહણ કરવા, તેમાં જરા પણ સંકેચ રાખવે નહિ.”
મહાકવિ ભવભૂતિએ પિતાની લાક્ષણિક છટામાં કહ્યું छे है ‘गुणाः पूजास्थानं गुणिषु, न च लिङ्गं न च वयः।' ગુણવાનેમાં ગુણે એ જ પૂજાનું સ્થાન છે, નહિ કે તેમને વેશ યા તેમનું વય. તાત્પર્ય કે એક મનુષ્ય સામાન્ય સ્થિતિને હોય, પરંતુ તે ગુણથી અલંકૃત હેય, તે તેનું