________________
જીવનસ્મૃતિ સન્માન-બહુમાન કરવું, એ આપણું ખાસ કર્તવ્ય છે. તેનાથી આપણું પોતાનું પણ હિત જ સધાય છે. - સદ્દગત શ્રી માવજી દામજી શાહ સામાન્ય સ્થિતિના ગૃહસ્થ હતા, પણ તેમણે પોતાના જીવનને અનેકવિધ ગુણેથી અલંકૃત કર્યું હતું અને હજારો વિદ્યાથીઓના જીવનશિલ્પી બની એક આદર્શ શિક્ષકની ખ્યાતિ પ્રાપ્ત કરી હતી, એટલે જ અમે આજે તેમના જીવનની બે ગરવી. ગાથાઓ ગાવાને તત્પર થયા છીએ. અમને આશા છે કે તેમની આ જીવનસ્કૃતિ અનેક આત્માઓને સાત્વિક–સફલ જીવનની પ્રેરણાનાં પીયૂષ પાશે અને વિકાસન્મુખ થવામાં સહાયભૂત થશે.
અહીં એટલી સ્પષ્ટતા કરવી જોઈએ કે સદ્ગત શ્રી માવજીભાઈએ જે પિતાની આત્મકથા લખી હોત તે આપણને ઘણું ઘણું જાણવાનું મળત, પરંતુ એક યા બીજા કારણે તેમણે તેમ કર્યું નથી. આમ છતાં તેમના પ્રકાશને, લેખો અને કાવ્યે તેમની અમર સ્મૃતિ મૂકી ગયા છે, અને મુખ્યત્વે તેના આધારે જ અમે આ જીવનસ્મૃતિ તૈયાર કરી છે.