________________
ભક્તામર સ્તોત્ર
કયારે હતાં નથી કદિ અહા ધૂળ કે વાટ જેમાં, એકી સાથે ત્રિભુવન દીપે એ ખૂબી છે જ તેમાં; ના એલાયે કદી પવનથી હું કદીએ નમે રે, એ કઈ અજબ પ્રભુજી દીવડે આપ કેરે.
જેને રાહુ કદિ નવ ગ્રસે અસ્ત થાતું નથી જે, આપ સૌને પ્રભુરૂપ રવિ તે જ લેકે મહિં જે; જેની કાંતિ કદિ નવ હણે વાદળાંએ સમીપે, એ કઈ અભિનવ રવિ આપને નાથ દીપે.
(૧૮).
શેભે રૂડું મુખ પ્રભુ તણું મેહ જેનાથી થાકે, જેને રાહુ પણ નવ ગ્રસે વાદળાંઓ ન ઢાંકે; શોભે એ મુખશશિ અહા હે પ્રભુ આપ કેરે, જે દીપાવે જગત સઘળું ચંદ્ર જાણે અનેરે.
અંધારાને પ્રભુ મુખરૂપી ચંદ્રમા જે નસાડે, રાત્રે ચાંદો દિન મહિં રવિ માનવા તે જ આડે; જે ક્યારામાં શુભ રીત વડે શાલિ પાકી અતિશે, તેમાં કયારે પણ નવ અહા મેઘનું કામ દીસે.