________________
જીવનસ્મૃતિ ઉત્પન્ન થાય છે, પણ આવા સમયે પિતાનું કર્તવ્ય સમજનાર પુત્રે દિલ દઈને પિતાનું કર્તવ્ય બનાવવું જોઈએ. બીજે તે કર્તવ્ય બજાવે છે કે નહિ, તે જોવાની કંઈ પણ આવશ્યક્તા નથી.
માતા-પિતા તે તીર્થ સમાન છે. એ વાત સાવ ભૂલાઈ જવાથી આજે ઘર-ઘરમાં દુઃખદ દશ્ય નજરે પડે છે અને તે આપણું અવનતિનું પ્રબળ સૂચન કરે છે. ઘણી વખત પુત્ર-પુત્રીઓ ઉંમર લાયક થતાં વૃદ્ધ માબાપને તરછોડે છે અને તેમને ડોસા-ડોસી કહીને બોલાવે છે, ત્યારે મનને દુઃખ થાય છે કે આ તે શું શિષ્ટ વાણુંને વ્યવહાર છે? શું એ પિતે કઈ વાર ડોસા-ડેસી થવાનાં નથી?
સંવત્ ૨૦૨૧ના ચિત્ર સુદ ૩ તા. ૪-૪-૬૫ રવિવાર ના રેજ બેરીવલી-દોલતનગર ખાતે શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી જ્ઞાનમંદિરમાં શ્રી માવજીભાઈની છબી મૂકવાને વિધિ થયે, ત્યારે પ. પૂ. આચાર્ય શ્રીમદ્ વિજ્યઅમૃતસૂરીશ્વરજી મહારાજ, પ. પૂ. આચાર્ય શ્રી વિજ્યરામસૂરિજી મહારાજ, પ. પૂ. આચાર્ય શ્રી વિજયધર્મધુરંધરસૂરિજી મહારાજ તથા અન્ય મુનિવરેની નિશ્રામાં સુંદર સમારેહ થયું હતું. આ પ્રસંગે વક્તાઓએ શ્રી માવજીભાઈની સેવાઓને સુંદર અંજલિઓ આપી હતી અને પ. પૂ. આચાર્ય શ્રી વિજ્ય અમૃતસૂરીશ્વરજી મહારાજે તેમને “શિક્ષકસમ્રા” તરીકે સંબોધ્યા હતા. તથા તેમણે દીર્ધકાલ પર્યંત ધાર્મિક શિક્ષણ આપીને હજારે વિદ્યાથીઓના જીવનમાં સુસંસ્કારોનું આરેપણ કર્યું, તેની ભૂરિ ભૂરિ અનુદના કરી હતી. આ