________________
[૧૧] નિવૃત્તાવસ્થા
માનવજીવનની ત્રણ અવસ્થાઓ ગણાય છેઃ બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. તેમાંની પહેલી બે અવસ્થાઓ શ્રી માવજીભાઈ વટાવી ચૂક્યા હતા, પરંતુ શાળાની નોકરી ચાલુ હતી અને સંચાલકો તેમને છૂટા કરવા રાજી ન હતા.
અનેક વાર શ્રી યંતભાઈએ કહ્યું હતું: “પિતાજી! હવે તમારે નેકરી કરવાની કેઈ જરૂર નથી. આપણે ગૃહવ્યવહાર સારી રીતે ચાલે છે, માટે રાજીનામું આપી શાળામાંથી છૂટા થાઓ.”
ત્યારે શ્રી માવજીભાઈ કહેતા કે “જયંત ! હજુ મારું શરીર સશક્ત છે, ઈન્દ્રિયે કામ આપે છે, તે આ પવિત્ર કાર્ય શા માટે છોડવું? કામ વિના મને ગમશે નહિ, મારા દિવસે જશે નહિ.”
જયંતભાઈ કહેતા કે “તમારી વાત બરોબર છે, પરંતુ હવે તમે કરી કરે, એ મને શોભતું નથી. હું ભણીગણીને