SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનસ્મૃતિ કાર્ય એકનિષ્ઠાથી કરવામાં આવે તે તેનું ફળ મળ્યા વિના રહેતું નથી. સને ૧૯૫૭માં શાળામાંથી નિવૃત્તિ લીધા બાદ શ્રી માવજીભાઈએ પિતાની વાસણની દુકાને જવા માંડ્યું અને તેનાં કામકાજમાં રસ લેવા માંડયો, પરંતુ તેમનું આંતરિક વલણ તે જ્ઞાનાભિમુખ જ હતું. એટલે તેઓ દુકાને જતા, ત્યારે સારાં સારાં પુસ્તકે પોતાની સાથે લઈ જતા અને જરા પણ સમય મળે કે તેનું વાંચન શરૂ કરી દેતા. ઘણી વાર તેઓ પ્રસંગાનુસાર કાવ્યરચના કરી પિતાનું દિલ બહેલાવતા. અહીં એટલી નેંધ કરવી જોઈએ કે તેમને કોઈપણ વિષય પર કાવ્યરચના કરવાનું મન થતું તે એકજ સ્થળે બેસી ટૂંક સમયમાં કરી લેતા. તે માટે વિશેષ સમય લાગતો નહિ મુંબઈમાં જ્યારે ખેતવાડી સાતમી ગલીમાં લાયક જગ્યા મળી, ત્યારે તેઓ મુંબઈ રહેવા આવી ગયા હતા, એટલે દુકાને જવા-આવવામાં ખાસ અડચણ પડતી નહિ. તેઓ પિતાના રોજિંદા કાર્યક્રમથી પરવારીને શાંતિથી દુકાને જતા. આ નિવૃત્તિકાલ લગભગ આઠ વર્ષ ચાલે. દરમિયાન શ્રી માવજીભાઈએ અનેક તીર્થોની યાત્રા કરી. તેઓ યાત્રા દરમિયાન અને ત્યાર પછી પણ અવારનવાર સૌને કહેતા કે ભગવાન રામચંદ્રજીના સમયમાં શ્રવણે કાવડ ઉપર માબાપને જાત્રા કરાવી, ત્યારે અત્યારના સમયની સગવડતાએ ટ્રેનમાં, મોટરમાં અને વિમાનમાં શ્રી યંતભાઈ અમને જાત્રા
SR No.023354
Book TitleMavji Damji Shah Jivan Smruti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1965
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy