________________
૧૪૨
જીવનસ્મૃતિ
-
પ્રાણ કે અનુભવી થઈ મેહનાશે કદાપિ, ગાઈ તારા ગુણ નવ શકે નાથ તારા તથાપિ, ક કેરા પ્રબળ બળથી ઊછળેલ જણાય, તે કેથી જલનિધિતણે રત્નરાશિ ગણાય?
ગુણ તારા અગણિત છતાં તેમનાં ગાન કાજે, જે કે હું છું જડ સમ છતાં નાથ તૈયાર આજે જે મેટો જલનિધિ અમે આવડો તે હતું તે, દેખાડે છે કરયુગલથી બાળકો માપ પોતે.
તારા ગુણે નવ કહી શકે નાથ યોગીજને રે, તે ગાવાને મુજ મહિં કહે કેમ સામર્થ્ય હોય? લાગ્યું એથી પગલું મુજ આ ભૂલવાળું કદાપિ, બેલે છે યે નિજ વચનથી પક્ષીઓ રે તથાપિ.
દૂર રાખે સ્તવન પ્રભુજી આપનાં એકધારાં, રક્ષાયે છે મનુજ સઘળા નામથી આપકેરાં; ઉનાળાના સખત તડકે પથિક તાપતાને, -આપે શાંતિ કમળસરને વાયરે એ બધાને.