SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ જીવનમૃતિ કેલેજની ફીનું શું કરવું? વળી ચાલુ થયેલી આવક અટકી જાય તે પણ કેમ પોસાય? આ એક કસોટીની પળ હતી, પરંતુ જયંતભાઈ તેમાં પાર ઉતર્યા. તેમણે પિતાના સગાને ખ્યાલ પામીને તરત જ મનમાં નકકી કર્યું કે મારે મારા અભ્યાસને આર્થિક જે ઘર પર ન લાદતાં જાતે જ ઉચકી લે અને વિશેષમાં ઘરખર્ચમાં ફાળો આપવા ગ્ય પણ તરત જ થઈ જવું. - બે માસના પગારમાંથી, તેમજ બીજી ડી સગવડ કરીને તેમણે કોલેજની ફી ભરી અભ્યાસ ચાલુ કર્યો. તે સાથે તેમણે શેઠશ્રી મનમેહનદાસ માધવદાસ અમરશીની ભલામણથી ધી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં નોકરી મેળવી. એ પગાર તેમણે ઘરખર્ચમાં આપવા માંડ્યો. ઉપરાંત નેપચ્ચન એમ્યુ. કુ. લી. માં ટૂંક સમયની નેકરી દરમિયાન વિમાના કામને અનુભવ મેળવી વિમાનું કામ શરૂ કરેલું, તે પણ ચાલુ રાખ્યું અને તેમાં પિતાની સુંદર સુવાસ તથા મીઠાશના કારણે સારી સફળતા મળવા લાગી. વીમા કંપનીએ તેમની કદર કરીને તેમને સુંદર દરજો આયે. આ વખતે તેમને પરિશ્રમ તે ઘણે જ પડતું હતું, પણ પરિશ્રમને વિચાર કરનાર કે તેનાથી કંટાળનાર આ જગતમાં કોઈ વિશિષ્ટ પ્રકારની સિદ્ધિ કરી શક્તા નથી. અનુભવી પુરુષે કહે છે કે “કાયર મનુ વિમ્બથી ડરી જઈને કઈ કાર્યને આરંભ કરતા નથી, મધ્યમ પુરુષ ઉત્સાહમાં આવીને કાર્ય આરંભ કરે છે, પણ જ્યાં વિને આવવા લાગે, ત્યાં તેને ત્યાગ કરે છે, જ્યારે ઉત્તમ પુરુષે વિનથી
SR No.023354
Book TitleMavji Damji Shah Jivan Smruti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1965
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy