________________
-૧૨
જીવનમૃતિ
- આ જમાને સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ઘમઘમને હતું, એટલે વિદ્યાથીઓ શિક્ષકથી બીતા અને બને ત્યાં સુધી તેમની સાથે વાત કરવાને પ્રસંગ ટાળતા. પરંતુ શ્રી માવજીભાઈ તેમાં અપવાદરૂપ નીવડયા. તેઓ શિક્ષકને વિદ્યાગુરુ માની તેમને વિનયપૂર્વક નમન કરતા, તેમની સાથે નિર્ભયતાથી વાત કરતા અને જે બે સવાલ પૂછવા જેવા લાગે તે પૂછી પણ લેતા. અન્ય વિદ્યાથીએ તેમનું આ વર્તન જોઈ આશ્ચર્ય પામતા.
શ્રી માવજીભાઈએ આ શાળામાં રહીને ચાર ગુજરાતી ચેપડીને અભ્યાસ પૂરો કર્યો, પણ દરમિયાન જે દુર્ઘટના બની, તેણે એમના જીવનને ખૂબ જ એશિયાળું બનાવી દીધું. એ દુર્ઘટના હતી માતા અને પિતાનું શેડા થોડા સમયના અંતરે અકાળ અવસાન. સાત વર્ષનાં બાળકને માથેથી માતા-પિતાની શીળી છાય ખેંચાઈ જાય, ત્યારે તેની હાલત કેવી થાય, એ કહેવાની જરૂર છે ખરી ? મેટી બહેન સાસરે હતાં. અન્ય ભાઈભાંડુંઓ હતાં નહિ, એટલે આ જગતમાં તેમની સ્થિતિ ઘડીભર તે “ઉપર આભ અને નીચે ધરતી” જેવી થઈ પડી હતી, પરંતુ કુટુંબીજનેએ પિતાનું કર્તવ્ય વિચારી તથા તેમના પ્રત્યે રહેમ દાખવી, તેમને પિતાની સાથે રાખ્યા અને એ રીતે તેમની જીવનનૈયા સંસારસાગરમાં આગળ વધી.
આ જ અરસામાં છપ્પનિયા દુકાળે દેખાવ દીધું. અને