________________
જન્મ અને માલ્યાવસ્થા
૧૧.
વાણીવિલાસ ઉત્તમ પ્રકારના હાય અને તે બીજાને ધ પમાડી શકે.
વર્ષોં છર સુધીનું પૂર્ણ આયુષ્ય ભાગવાય.
હવે પછીની પંક્તિઓમાં શ્રી માવજીભાઈની જીવનસ્મૃતિનુ જે ચિત્ર દોરવામાં આવ્યું છે, તે પરથી સ્પષ્ટ સમજાશે કે આ ફલાદેશ મહદ્ અંશે સાચુ પડયું છે અને તે એમના જીવનને યશકીતિ આપનારું નીવડયું છે.
મનના આનંદ એ જ સાચેા ઉત્સવ છે, એમ માનીએ તા શ્રી માવજીભાઈના જન્મે આનંદની લાગણી પ્રગટાવી હતી.
જૈનશાસ્ત્રોમાં કહ્યું છે કે આ દેશ, ઉત્તમ કુલ, પંચેન્દ્રિયની પૂર્ણતા તથા દીર્ઘાયુષ્ય પુણ્યના યાગ હાય તા જ પામી શકાય છે, એટલે શ્રી માવજીભાઈને આપણે પરમ પુણ્યવાન માનવા જોઈએ, કારણ કે તેમને આ ચારેય વસ્તુ પ્રાપ્ત થઈ હતી.
શ્રી માવજીભાઈને પાંચ વર્ષની ઉંમર થતાં વ્યાવહારિક શિક્ષણ આપવા માટે સ્થાનિક સર ભગવતસિહજી પ્રાયમરી સ્કૂલમાં બેસાડવામાં આવ્યા. શ્રી માવજીભાઈએ આ શાળામાં નિયમિત જવા માંડયું અને લખવા-વાંચવામાં કુશળતા પ્રાપ્ત કરી લીધી. તે સાથે ઇતિહાસ-ભૂગાળમાં રસ દાખવી એક સારા વિદ્યાર્થીની ખ્યાતિ પ્રાપ્ત કરી. તેઓ શિક્ષકને ચાહતા હતા, શિક્ષક તેમને ચાહતા હતા.