________________
ભક્તામર સ્તત્ર
(૨૪)
સંતા માને પ્રભુજી તમને આદિને અવ્યયી તા, બ્રહ્મા જેવા અનવધિ પ્રભુ ક્રામકેતુ સમા છે; ચેાગીઓના પણ પ્રભુ બહુ એક રૂપે રહ્યા છે, જ્ઞાની રૂપે વળી વિમળતા પૂણ તત્ત્વ ભર્યાં છે.
(૨૫)
દેવે પૂજ્યા વિમળ મતિથી છે. ખરા પૂજ્ય આપ, ત્રિલેાકીને સુખ દીધું તમે તેા મહાદેવ આપ; મુક્તિ કેરી વિધિ કરી તમે છે। વિધાતાજ આપ, ખુલ્લું છે એ પ્રભુજી સઘળા ગુણથી કૃષ્ણે આપ.
(૨૬)
થાએ મારાં નમન તમને દુ:ખને કાપનારા, થાએ મારાં નમન તમને ભૂમિ શોભાવનારા; થાએ મારાં નમન તમને આપ દેવાધિદેવા, થાએ મારાં નમન તમને સંસ્કૃતિ કાળ જેવા.
(૨૭)
સર્વે ઉંચા ગુણુ પ્રભુ અહા આપમાંહિ સમાયા, તેમાં કાંઈ નથી નવીનતા ધારીને છત્રછાયા; દાષા સર્વે અહિં તહિ કરે કર ને દૂર જાયે, જોયા દેષે કદિ નવ પ્રભુ આપને સ્વપ્નમાંયે.
૧૩૫