SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ જીવનસ્મૃતિ સુપ્રસિદ્ધ ધર્માનુરાગી જન મહાજન શ્રી વેણચંદ સૂરચંદ ને વીરમગામમાં મેળાપ થયેલ આ અરસામાં સુપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિ જીએ (તે કાળે તે એક સામાન્ય મુનિ શ્રી ધર્મવિજ્યજીએ) -જૈન સમાજમાં ગૃહસ્થ વિદ્વાને તૈયાર કરવાના ઉમદા અને દીર્ધદષ્ટિભ્રય હેતુથી બનારસમાં એક જૈન વિદ્યાતીર્થની સ્થાપના કરવાનું યુગકાર્ય કર્યું હતું. શ્રી વેણચંદભાઈએ શ્રી માવજીભાઈને આ વિદ્યાતીર્થમાં વિદ્યાની ઉપાસના માટે જવાની સલાહ આપી. ભાવી યુગ એ પ્રબળ કે માત્ર -દશ વર્ષની નાની ઉંમરે, તે કાળે, કાશી જેટલે દૂર દેશાવર કેવી રીતે જવું, એ સંકોચ કે નાહિંમત અનુભવ્યા વગર શ્રી માવજીભાઈ કાશી પહોંચી ગયા અને વિદ્યા-ઉપાર્જનમાં લાગી ગયા. નમ્રતા, વિવેક અને વિનયશીલતાએ એમને સૌના -વત્સલ બનાવી દીધા અને ઉદ્યમશીલતા અને ધ્યેયનિષ્ઠાએ -એમને સરસ્વતીના લાડકવાયા બનાવી દીધા. છ વર્ષ સુધી એકાગ્રતાપૂર્વક અધ્યયન કરીને એમણે -જુદા જુદા વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું અને ગુરુજનેના આશીર્વાદ લઈને, અર્થોપાર્જન માટે તેઓ મુંબઈ આવી પહોંચ્યા. * વિશેષ સંશોધન પછી એ નકકી થયું છે કે તેમને મેળાપ પાલીતાણામાં જ થયો હતો. તે અંગે “સપુરુષોને સમાગમ નામનું પ્રકરણ જુઓ.
SR No.023354
Book TitleMavji Damji Shah Jivan Smruti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1965
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy