________________
[૧૫]
ઠરાવો.
(૧) બાબુ પનાલાલ પૂરણચંદ જૈન હાઈસ્કૂલના વિદ્યાથીઓ
બાબુ પનાલાલ પૂરણચંદ જૈન હાઈસ્કૂલના વિઘાથીઓ અને શિક્ષકેની આ સભા, શાળાના ભૂતપૂર્વ મુખ્ય ધાર્મિક શિક્ષક શ્રી માવજીભાઈ દામજી શાહના દુઃખદ અવસાનની સખેદ નેંધ લે છે. આ સભા સદ્દગતના કુટુંબીજને પ્રત્યે તેમના પર આવી પડેલી આપત્તિમાં સહાનુભૂતિ દર્શાવે છે અને સદ્દગતના આત્માને શાશ્વત શાંતિ અર્પવા તેમજ તેમનાં કસુંબીજનેને આ આપત્તિ સહન કરવાની શક્તિ આપે એવી પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના કરે છે.
મુંબઈ, તા. ૧૦-૭-૬પ.