________________
૮૮
જીવનસ્મૃતિ આ સભામાં પધાર્યા હતા, અને તેથી આ સભાનું ગૌરવ ઘણું વધી જવા પામ્યું હતું. પૂજ્ય આચાર્યો તથા મુનિ મહારાજે સમક્ષ આ જાતની સભા જન સમાજના ઇતિહાસમાં પહેલીવાર મળી હતી. સેંધપાત્ર બીના તે એ હતી કે આટલી વિશાળ હાજરી હોવા છતાં જરા પણ ઘંઘાટ કે કઈ પ્રકારની અવ્યવસ્થા થઈ ન હતી. બંને કન્વીનરે સભાની વ્યવસ્થા બરાબર જાળવી રહ્યા હતા.
શાંત અને ગંભીર વાતાવરણમાં સભાનું કામ શરૂ થયું. તેને પ્રારંભ પ. પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના મંગલાચરણથી થયે. તેની અસર અદ્દભુત થઈ મહાપુરુષના મુખમાંથી નીકળતી વાણી માનવહૃદયે પર ખરેખર! અજબ પ્રભાવ પાડે છે. | મુંબઈ જન ધાર્મિક શિક્ષણ સંઘના મુખ્ય મંત્રી શ્રી પ્રાણજીવનભાઈએ સભા અંગે પત્રિકાનું વાંચન કર્યું અને જૈન શિક્ષણ-સાહિત્ય-પત્રિકાના સંપાદક શ્રી કેશવલાલ મેહનલાલ શાહે ગંભીર વાણીથી નીચેને બ્લેક ઉચ્ચાર્યો : शिवमस्तु सर्वजगतः परहितनिरता भवन्तु भूतगणाः। दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखी भवतु लोकः ॥
સર્વ જગતનું કલ્યાણ થાઓ. લેક પરહિતનાં કાર્યોમાં નિમગ્ન બને. દોષ નાશ પામે અને સર્વત્ર લેક સુખી થાઓ.”
વિશ્વમૈત્રીની પવિત્ર ભાવનાથી પુલક્તિ થયેલી આ