________________
[૧૫]
સામયિક નં.
ભાવનગરથી પ્રકટ થતાં “જૈન” સાપ્તાહિકે તા. ૨૪-૭-૬પના અંકમાં શ્રી માવજીભાઈના અવસાન અંગે નીચે મુજબ નેંધ પ્રકટ કરી હતીઃ
દિયેયનિષ્ઠ શિક્ષક સ્વ. શ્રી માવજી દામજી શાહ
ઘણુંખરૂં કઈક ઉપનિષદમાં વિદ્યાર્થીઓના મુખમાં એક સુંદર પ્રાર્થના મૂકવામાં આવી છે: “ગાયુમાયુ અમૃવં ગાવાય”—હે પરમેશ્વર! અમને આયુષ્યમાન બનાવો! અને અમારા આચાર્યને-ગુરુને અમર બના!” જે ગુરુને માટે શિષ્ય અમરપણુની પ્રાર્થના કરે, એ ગુરુએ શિષ્યના અંતર કેટલાં બધાં જીતી લીધાં હોવા જોઈએ! અંતરમાં શિષ્ય પ્રત્યે પિતાનું વાત્સલ્ય, માતાની મમતા અને મુરબ્બીની હિતબુદ્ધિનું ઝરણું સતત વહેતું હોય તે જ શિષ્યનાં આવા આદર અને ભક્તિ મેળવી શકે છે. આવા ગુરુ અને આવા કષિસમા ગુરુને મેળવનાર શિષ્ય બને ધન્ય બની.