________________
જીવનસ્મૃતિ પિતાને પ્રાપ્ત થયે હતું, એટલે પોતાની જાતને ભાગ્યશાળી માનતા હતા. તેમણે ખૂબ જ ખંતથી કામ કરવા માંડ્યું અને તેમાં પોતાની બધી શક્તિઓ રેડવા માંડી. આ સંગેમાં તેમની કામગીરી ઝળક્યા વિના કેમ રહે? તેમણે ટૂંક સમયમાં જ વિદ્યાથીઓના હૃદયમાં માનભર્યું સ્થાન પ્રાપ્ત કરી લીધું અને શિક્ષકવર્ગને સનેહ પણ સારી રીતે સંપાદન કરી લીધું. એ શિક્ષકવર્ગમાં શ્રી રાજારામ શાસ્ત્રી, શ્રી અમૃતલાલ રણછોડજી ઢેબર, શ્રી ભેગીન્દ્રરાવ ૨. દીવેટીયા, શ્રી દલીચંદ હાકેમચંદ મહેતા, શ્રી. છગનલાલ કરસનજી -જેવી વગેરે મુખ્ય હતા.
આ વખતે આ શાળાનું આચાર્ય પદ શ્રી દત્તાત્રય -અનંત તેલંગ જેવા નિસ્પૃહી અને બાહોશ કેળવણીકારના હાથમાં હતું. તેમને શ્રી માવજીભાઈ માટે ખૂબ જ ઉંચે અભિપ્રાય બંધાયું હતું અને તે આખર સુધી ટકી રહ્યો હતે.
દિનપ્રતિદિન શ્રી માવજીભાઈની ઓળખાણ વધતી ગઈ હતી અને તેમણે ધાર્યું હોત તો તેઓ અન્ય ધંધારોજગારમાં ઝંપલાવી ઘણું ધન પેદા કરી શક્યા હેત; પણ શિક્ષણકાર્ય માટે તેમની નિષ્ઠા અપ્રતિમ હતી, શિક્ષપદ માટે તેમના હદયમાં અતિ ગૌરવભર્યું સ્થાન હતું, એટલે તેમણે પોતાની વૃત્તિને સ્થિર રાખી અને પોતાનું સમસ્ત જીવન એમાં જ ખવ્યું. અન્ય શબ્દોમાં કહીએ તે તેઓ લાગલગાટ ૪૭ વર્ષ સુધી આ સ્થાને રહ્યા અને હજારે વિદ્યાથીઓના જીવનનું ઘડતર કરી એક ઉત્તમ “જીવનશિલ્પી”નું બિરુદ પામ્યા.