SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ લેખન-પ્રકાશન-પ્રવૃત્તિ उ७ સને ૧૯૩૩ (૧૮) ગૃહસ્થ જીવન. આ પુસ્તકમાં “સાનનું સતં સુતા સુધિય: ” આદિ પદથી શરૂ થતા લેકના પ્રત્યેક ભાવ પર વિવેચન કરવામાં આવ્યું છે. (૧૯) વિજયનું રહસ્ય. આ પુસ્તિકાનું બીજું નામ “Seven steps to success રાખવામાં આવ્યું છે. તેમાં નામ પ્રમાણે વિજય પમાડનારા સાત સિદ્ધાંત પર સુંદર વિવેચન કરેલું છે. સને ૧૯૩૪ (૨૦) વૈરાગ્યશતક-પદ્યાનુવાદ. કવિ પદ્માનંદવિરચિત સંસ્કૃત વૈરાગ્યશતકને અઢાર વર્ષની ઉંમરે કરેલ આ ભાવવાહી સુંદર અનુવાદ છે. પ્રથમ તે જૈનધર્મ પ્રકાશ માસિકમાં પ્રકટ થયેલે, તે બાવીસ વર્ષ બાદ પુસ્તિકાકારે પ્રકટ કરેલ છે. સને ૧૯૩૫ (૨૧) ભગવાન મહાવીર-ભાષણ. મુંબઈમાં ભગવાન મહાવીરના ૨૫૩૩મા જન્મજયંતિ પ્રસંગે શ્રી જૈનમહિલા સમાજ, શ્રી ક.દ.ઓ જૈન દાંડિયા રાસ મંડળ, શ્રી ક.દ. એ જન પખવાજ મંડળ, શ્રી કદ. એ જૈન સ્વયંસેવક મંડળ તથા શ્રી ક. દ. એ જૈન કુમારસંઘ તરફથી ઉજવાયા હતા. તે વખતે બહેનની સભા સમક્ષ તા. ૧૬-૪-૩૫ના રોજ આ ભાષણ અપાયું હતું.
SR No.023354
Book TitleMavji Damji Shah Jivan Smruti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1965
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy