________________
૧૨૨
જીવનસ્મૃતિ
સ્વ. માવજીભાઈ ભલે સ્કૂલ દેહે આજે અહિં નથી, પણ તેમની સુવાસ તે વર્ષોના વર્ષો સુધી હજારે મહાનુભામાં કાયમ વિદ્યમાન રહેશે, કારણ કે તેમણે પોતે ધાર્મિક શિક્ષણ અને સંસ્કાર પ્રાપ્ત કરીને હજારે આત્માએને ધાર્મિક શિક્ષણ અને સંસ્કારના અમૃતપાન કરાવ્યાં છે.
તમેએ પણ તેમની છેલ્લાં બે વર્ષની બિમારી દરધ્યાન એક સુપુત્ર તરીકે પિતાજીની સુંદર સેવાચાકરી કરીને આદર્શ પિતાના આદર્શ પુત્રનું જવલંત દષ્ટાંત જનતા પાસે રજૂ કરેલ છે.
તમારા માતુશ્રી વિગેરેને ધર્મલાભ પાઠવશે અને સ્વ. આત્માના નિમિત્તે શેક–સંતાપ ન કરતા ધર્મધ્યાનમાં વૃદ્ધિ કરશે.
દ : ધર્મસૂરિના ધર્મલાભ
(૪).
વિદેહ છતાં અમર શ્રી નમિનાથ જૈન ઉપાશ્રય, મુંબઈ
તા. ૧૧-૦–૬૫ ધર્માત્માએ યેગ્ય,
ધર્મશ્રદ્ધાળુ આજીવન જ્ઞાનોપાસક દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે અસાધારણ શ્રદ્ધા ધરાવનાર ભદ્રપરિણમી શ્રી માવજીભાઈને મૃત્યુના સમાચાર વાંચી ખૂબ આઘાત થયે.
હું વિચાર કરતું હતું કે બે ત્રણ દિવસમાં જઈ આવીશ.