________________
શ્રીમાનતુંગસૂરિકૃત ભક્તામર સ્તોત્ર ગુજરાતી સમશ્લોકી અનુવાદસહિત
મંદાક્રાન્તાવૃત્ત
દીપાવે છે મુકુટમણિના તેજને દેવતાન, સંહારે જે અઘતિમિરને માન સદાના જે છે ટેકારૂપ ભવમહિં ડૂબતા પ્રાણીઓને, નિશે એવા પ્રભુચરણમાં વંદનારા અમે એ.
જેની બુદ્ધિ અતિશય બની શાસ્ત્રનું તત્ત્વ જાણું, તે ઈ દ્રોએ સ્તુતિ પ્રભુતણી રે કરી ભાવ આણ, ત્રિલેકીનાં જનમન હરે તેત્ર માંહિ અધીશ, તે શ્રી આદિ જિનવરતણું હું સ્તુતિ કરીશ.
(૩) દેવે સવે મળી મળી કરે પૂજના આપ કેરી, મૂકી લજા મતિહીન છતાં ભક્તિ મારી અનેરી જોઈ છે ગ્રહણ કરવા પાણીમાં ચંદ્રને જે, નિએ એવી હઠ નહિ કરે બાલ વિના સહેજે. •