Book Title: Mavji Damji Shah Jivan Smruti
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah
View full book text
________________
૧૩૬
જીવનસ્મૃતિ
- (૨૮) ઉંચા એવા તરુવર અશોકે પ્રભુ અંગ શુભે, જાણે આજે રવિરૂપ ખરૂં દીપતું છેક મેલે; અંધારાને દૂર કરી રહ્યું સૂર્યનું બિંબ હેય, નિશ્ચ પાસે ફરી ફરી વળ્યાં વાદળાં રૂપ તેય.
રત્ન કેરા કિરણસમૂહે ચિત્ર વિચિત્ર છાજે, એવા સિંહાસન પર પ્રભુ આપને દેહ રાજે; વિસ્તાર છે રૂપ ગગનની મધ્યમાં જેમ ભાનુ, ઉંચા ઉંચા ઉદયગિરિના શિખરે તેમ માનું.
(૩૦) શેભે રૂડું શરીર પ્રભુજી સ્વર્ણ જેવું મજાનું, વિંઝે જેને વિબુધ જનતા ચામરે એમ માનું દીસે છે જે વિમળ ઝરણું ચંદ્ર જેવું જ હોય, મેરુ કેરા શિખર સરખું સ્વર્ણ રૂપે ન હોય ?
(૩૧)
શોભે છત્રે પ્રભુ ઉપર તે ઊજળા ચંદ્ર જેવા, થંભાવે તે રવિકિરણનાં તેજને દેવદેવા; મોતીઓથી મનહર દીસે છત્ર શભા અનેરી, દેખાડે છે. ત્રણ ભુવનની સ્વામિતા આપ કેરી.

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176