________________
૧૩૪
જીવનસ્મૃતિ
(૨૦) જેવું ઉંચું પ્રભુમહિ રહ્યું જ્ઞાન ગાંભીર્યવાળું, બીજા દેવે મહિં નવ દીસે જ્ઞાન એવું રૂપાળું, જેવી કાંતિ મણિમહિં અહા તેજના પંજમાપી, તેવી કાંતિ કદિ નવ દીસે કાચની રે કદાપિ.
(૨૧)
યા દેવે પ્રભુજી સઘળા તે થયું ઠીક માનું, જોયા તેથી તુજ મહિં અહા ચિત્ત તે સ્થિર થાતું, જોયા તેથી મુજ મન મહિં ભાવના એ કરે છે, બીજો કોઈ તુજ વિણ નહિ ચિત્ત મારૂં હરે છે.
સ્ત્રીઓ આજે જગતભરમાં સેંકડો જન્મ આપે, તારા જેવા અનુપમ નહિ પુત્રને જન્મ આપે, નક્ષત્રને વિધવિધ દિશા ધારતી રે અનેક, કિંતુ ધારે રવિકિરણને પૂર્વ દિશા જ એક.
(ર૩)
મોટા મોટા મુનિજન તને માનતા નાથ તે તે, અંધારામાં રવિરૂપ સમા નિર્મળા આપ પિતે, સારી રીતે અમર બનતા આપને પામવાથી, મુક્તિ માટે નવ કદિ બીજે માનજે માર્ગ આથી.